Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પોસ્ટમોર્ટમમાં સુશાંતનું પગનું હાડકું તૂટેલું મળ્યું હતું':એક્ટરની બહેનના ગંભીર આરોપ- 'મૃતદેહ પર સ્ટન ગનના નિશાન હતા, બળપ્રયોગ કરાયો હતો'

    2 days ago

    સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક્ટરના પોસ્ટમોર્ટમ સાથે જોડાયેલો મોટો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે, 'પોસ્ટમોર્ટમના સમયે સુશાંતના પગનું હાડકું તૂટેલું હતું, આંખની પાસે ઈજાના નિશાન હતા અને ગળા પર સ્ટન ગન (આત્મરક્ષણ માટે ઉપયોગમાં લેવાતું ઇલેક્ટ્રિકલ સાધન)ના પણ નિશાન હતા. 'ભાઈ પર ઘણો બળપ્રયોગ કરાયો હતો' શ્વેતા સિંહ કીર્તિએ સત્તાવાર સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી એક વીડિયો જાહેર કરીને કહ્યું, ‘આપ સૌ જાણો છો કે ભાઈ સાથે જે થયું તે ખોટું હતું. અમને થોડા સમય પહેલાં જ જાણવા મળ્યું છે કે ભાઈનું પોસ્ટમોર્ટમ કરનાર વ્યક્તિએ કહ્યું છે કે, તેમના પર સ્ટન ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમના પગ તૂટેલા હતા. તેમના પર ઘણો બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. આંખોમાં પણ ઈજા થઈ હતી.’ 'પ્રેમની ભાવના સાથે લડો, બદલો લેવાની ભાવના સાથે નહીં' શ્વેતા સિંહ કીર્તિએ આગળ કહ્યું, ‘તમને લોકોને લાગે છે કે ભાઈ સાથે જે થયું તે ખોટું હતું, ચોક્કસપણે ખોટું હતું. આપણે બધા મનથી જાણીએ છીએ કે, જે થયું તે થવું જોઈતું ન હતું. હું આપ સૌને કહેવા માગું છું કે, હું તેની બહેન છું, હું જાણું છું કે જ્યારે આપણા કોઈ નજીકના વ્યક્તિ સાથે આવું કંઈક થાય, ત્યારે કેવું લાગે છે. જ્યારે આ આપણા સાથે થાય, ત્યારે આપણે માફ કરી શકીએ છીએ, પરંતુ પોતાના કોઈ વ્યક્તિ સાથે આવું થાય તો તેને ભૂલી જવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે.’ શ્વેતાએ વીડિયોના અંતમાં લોકોને અપીલ કરી છે કે, તેઓ નફરત કે બદલો લેવાની ભાવના ન રાખે. સાથે જ તેણે કહ્યું કે, તમામ ચાહકો ભગવાન પર વિશ્વાસ રાખે. વીડિયોના કૅપ્શનમાં શ્વેતાએ લખ્યું છે, ‘હું એવું નથી કહી રહી કે ન્યાય અને સત્ય માટે લડશો નહીં, હું કહી રહી છું કે આ લડાઈ પ્રેમની ભાવના સાથે લડો, બદલો લેવાની ભાવના સાથે નહીં.’ નોંધનીય છે કે, શ્વેતા સિંહ કીર્તિએ ક્યાંય સ્પષ્ટ કર્યું નથી કે, પોસ્ટમોર્ટમ કરનાર વ્યક્તિએ તેમની સાથે અથવા કોઈ સત્તાધિકારી સાથે વાત કરી છે કે નહીં. તેમણે આ દાવાઓ સાથે જોડાયેલા કોઈ પુરાવા પણ રજૂ કર્યા નથી. દિવ્ય ભાસ્કર તેમના દાવાઓની પુષ્ટિ કરતું નથી. CBIની તપાસમાં મોતને આત્મહત્યા ગણાવવામાં આવ્યું સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ બાંદ્રામાં પોતાના ઘરે રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રથમ નજરે આ મામલો આત્મહત્યાનો લાગ્યો હતો, પરંતુ બાદમાં પરિવારની ફરિયાદ, મીડિયા અને વિપક્ષી દળોના દબાણને કારણે કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી. CBIના ક્લોઝર રિપોર્ટમાં મોતનું ખરું કારણ આત્મહત્યા જ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કેસમાં CBIએ 6 ઑગસ્ટ 2020ના રોજ FIR નોંધાવી હતી. 4 વર્ષ 6 મહિના અને 15 દિવસ બાદ CBIએ માર્ચ 2025માં અંતિમ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો, જેમાં જણાવાયું હતું કે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવ્યો હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી. રિયા ચક્રવર્તી અને અન્ય લોકોને આ કેસમાં ક્લીનચિટ આપવામાં આવી છે. મેનેજર દિશા સાલિયાન ડેથ કેસને કારણે સુશાંતનો મામલો ફરી ચર્ચામાં સુશાંત સિંહ રાજપૂતના નિધનના એક અઠવાડિયા પહેલાં જ તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનનું પણ મૃત્યુ થયું હતું. દિશાનું મૃત્યુ 8 જૂન 2020ના રોજ મુંબઈના મલાડમાં આવેલી એક ઇમારતની 14મી માળેથી પડી જવાથી થયું હતું. ઘટનાના છ દિવસ બાદ 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ પણ મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. દિશાના પિતાની માંગ પર 13 સપ્ટેમ્બરના રોજ દિશા સાલિયાનના મૃત્યુના કેસની તપાસ CBIને સોંપવામાં આવી છે. દિશા સાલિયન ડેથ કેસની તપાસ ફરી શરૂ થતાં સુશાંતનો કેસ પણ ફરી ચર્ચામાં આવી ગયો છે. તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતના પિતરાઈ ભાઈ પન્ના સિંહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું છે, 'મારા પિતરાઈ ભાઈ સુશાંત સિંહ રાજપૂતનો મામલો તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનીની હત્યા સાથે જોડાયેલો છે. સુશાંત છેલ્લે વર્ષ 2019માં પૂર્ણિયા આવ્યો હતો. તે મને કંઈક કહેવા માંગતો હતો, પરંતુ સમય ઓછો હોવાને કારણે કહી શક્યો નહીં. પરત ફરતી વખતે તેણે કહ્યું હતું- ભાઈ, તમને જલ્દી કંઈક જણાવીશ. કંઈક મોટું થવાનું છે, હું જલ્દી જ પ્રેસ કોન્ફરન્સ કરીને બધું દુનિયાની સામે લાવીશ. બધા પુરાવા મારી પાસે છે, હું કોઈથી ડરતો નથી.' કાકા મનમોહન બોલ્યા- ‘કાવતરાના ભાગરૂપે સુશાંતની હત્યા કરવામાં આવી’ સુશાંત સિંહ રાજપૂતના કાકા મનમોહન સિંહે કહ્યું કે, 'અમે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. જ્યારે સુશાંતના મૃત્યુના સમાચાર આવ્યા હતા, ત્યારે કોઈને વિશ્વાસ નહોતો થતો કે તે આત્મહત્યા કરી શકે છે. સુશાંતની કાવતરાના ભાગરૂપે હત્યા કરવામાં આવી હતી. તેમાં ઘણા મોટા લોકો સામેલ હતા, કેટલાક લોકો તો એવા છે, જેમનાં નામ હજુ સુધી સામે આવ્યા નથી.' મનમોહન સિંહે કહ્યું કે, 'સીબીઆઈએ દિશાના મૃત્યુના મામલે એફઆઈઆર નોંધાવી છે. હવે અમને વિશ્વાસ છે કે સુશાંત અને દિશાના મામલે કોઈ પણ દોષી બચી શકશે નહીં.'
    Click here to Read More
    Previous Article
    Greater Noida West : ‘आग में लाखों का माल जलकर हुआ खाक ’ Breaking| Shorts| ZEE
    Next Article
    બ્રિટનમાં અમેરિકન એરબેઝ નજીક આતંકવાદી કાવતરાની આશંકા:5ની ધરપકડ, 85 ઘર ખાલી કરાવ્યાં; ઈરાન પરના હુમલાઓમાં ઉપયોગમાં લેવાતો બેઝ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment