Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પંચ સામે કોંગ્રેસનું આવેદન અને વિરોધ પ્રદર્શન:ચૂંટણી પંચ દ્વારા એસઆરઆઈ પ્રક્રિયામાં ગેરરીતિ અને મતદારોના નામ રદ કરવા મામલે વિરોધ, મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામું તથા કાયદેસરની કાર્યવાહીની કરાઈ માંગ.

    7 hours ago

    આજે જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટર મારફત પાઠવવામાં આવ્યું છે તેમજ ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાના નામે લાખો નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કમી કરીને તેમના મતઅધિકારો છીનવી લેવામાં આવ્યા છે. આ પ્રક્રિયા ખાસ કરીને કોંગ્રેસ પ્રેરિત લઘુમતી સમાજ,ઓબીસી સમાજ, પછાત વર્ગ તેમજ ગરીબ સમુદાયના લોકોને ટાર્ગેટ કરવા અને સત્તાાસીન ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવાના ઈરાદાથી હાથ ધરવામાં આવી હોવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા પણ આ ગોટાળાના પુરાવાઓ જાહેર કરવામાં આવ્યા છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે એફઆઈઆર નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ સમગ્ર વિરોધ પ્રદર્શન અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલે જણાવ્યું હતું કે, અમારી સૌની મુખ્ય માંગણી એ છે કે આ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બંધારણની હત્યા કરી છે, એસઆરઆઈની કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે અને દેશના મતદારો સાથે ગદ્દારી કરી છે, જેથી એવા જ્ઞાનેશ કુમારે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરીને કાયદેસરના પગલાં લેવા જોઈએ. વિપક્ષના નેતા રાહુલજીએ સમગ્ર દેશમાં મુહિમ ચલાવી છે કે ચૂંટણી પંચ નિષ્પક્ષ હોવું જોઈએ, પરંતુ ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર ભાજપના પક્ષમાં રહીને કામ કરી રહ્યા છે, જેની સામે અમારી ખુલ્લી ચેલેન્જ છે કે તેમને તાત્કાલિક પદ પરથી હટાવીને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. ​આ વિરોધ પ્રદર્શન અને આવેદનપત્રમાં જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ જોષી અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત પી. પટેલ દ્વારા સહી કરીને બંધારણ તથા લોકશાહી બચાવવા માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    CJP को Protest की Permission नहीं, Mumbai Police ने बताई वजह | Shivaji Park | CEC Gyanesh Kumar|Vote
    Next Article
    એશિયન ગેમ્સ- ઈશા સિંહે ભારતને સિલ્વર અપાવ્યો:શૂટિંગનો 12મો મેડલ; પિંકીને કુરાશમાં બ્રોન્ઝ, બોક્સર લવલીનાનો મેડલ પાકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment