Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સ્વતંત્ર ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?', ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ:વડોદરા-સુરતમાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, રાજકોટમાં 'જ્ઞાનેશ ગદ્દાર'ના પોસ્ટર

    10 hours ago

    દેશમાં SIRની પ્રક્રિયાના નામે 13 કરોડ મતદારોના નામો કપાયા મામલે કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે આજે ગુજરાતભરમાં કોંગ્રેસ વિરોધ નોંધાવી રહ્યો છે. રાજકોટમાં શહેર કોંગ્રેસ દ્વારા યુવા કાર્યકરને જ્ઞાનેશ કુમારનું મુખોટું પહેરાવવામાં આવ્યું હતું અને દોરડાથી બાંધવામાં આવ્યો હતો. જે બાદ તેને પકડીને કલેકટર કચેરીએ લઈ જવામાં આવ્યો હતો. તો વડોદરામાં પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ કાળા કપડાં અને કાળી પટ્ટી ધારણ કરીને ચૂંટણી પંચની સ્વાયત્તતા સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. શહીદ ભગતસિંહની તસવીરો અને “સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?” લખેલા બેનરો સાથે રસ્તા પર ઉતરેલા કાર્યકરોએ ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ કરી ઉગ્ર નારેબાજી કરી હતી. સુરત સહિતના શહેરોમાં પણ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. રાજકોટના વિરોધની તસવીરો સુરતના વિરોધની તસવીરો વડોદરાના વિરોધની તસવીરો
    Click here to Read More
    Previous Article
    ઉજ્જૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો, લાઠીચાર્જ:મહિલા અધિકારી ઘાયલ, પોલીસે ટીયર ગેસ છોડ્યા; 10 સામે FIR, 5ની ધરપકડ
    Next Article
    A One Xavier’s Schoolની વિદ્યાર્થીનીએ ટેક્વોન્ડોમાં ગોલ્ડ મેડલ જીત્યો:રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં ધૃતિ દામાની સુવર્ણ સિદ્ધિ, નેશનલ માટે પસંદગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment