Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેસ ઓલિમ્પિયાડમાં ભારતને ડબલ મેડલ:ઓપન કેટેગરીમાં સિલ્વર, મહિલા ટીમે બ્રોન્ઝ જીત્યો; વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ હાર્યો

    1 day ago

    ભારતે સમરકંદમાં યોજાયેલા 46મા ચેસ ઓલિમ્પિયાડમાં રવિવારે 2 મેડલ પોતાના નામે કર્યા. ટીમે ઓપનમાં સિલ્વર મેડલ જીત્યો. જ્યારે મહિલા ટીમ બ્રોન્ઝ જીતવામાં સફળ રહી. ઓપનમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશને હંગેરીના ગ્લેબ ડુડિન સામે હારનો સામનો કરવો પડ્યો. જ્યારે ટુર્નામેન્ટની યજમાની કરી રહેલા ઉઝબેકિસ્તાને ઓપનમાં ગોલ્ડ જીત્યો. ચીને મહિલા કેટેગરીમાં ગોલ્ડ મેળવ્યો. ઓપનમાં ભારત બીજા સ્થાન પર રહ્યું ઓપન કેટેગરીના છેલ્લાા રાઉન્ડમાં ભારત અને હંગેરી વચ્ચેનો મુકાબલો 2-2થી ડ્રો રહ્યો. ગુકેશની હાર બાદ GM અર્જુન એરીગૈસીએ GM પીટર લેકોને હરાવીને ભારતને મુકાબલો ડ્રો કરવામાં મદદ કરી. યજમાન ઉઝબેકિસ્તાને યુક્રેનને 2.5-1.5થી હરાવીને ગોલ્ડ જીત્યો. નિર્ણાયક ગેમમાં GM મુખિદ્દીન માદામિનોવે GM રોમન દેહતિયારોવને હરાવ્યો. જર્મનીએ નેધરલેન્ડ્સને 2.5-1.5થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારત અને જર્મનીના પોઇન્ટ્સ સરખા રહ્યા, પરંતુ ટાઈબ્રેકના આધારે ભારતને સિલ્વર મેડલ મળ્યો. સવિતાએ ડ્રો રમાડીને મહિલા ટીમને બ્રોન્ઝ અપાવ્યો મહિલા કેટેગરીમાં ભારતનો છેલ્લો રાઉન્ડ જ્યોર્જિયા સામે 2-2થી ડ્રો રહ્યો. IM સવિતા શ્રી મુશ્કેલ સ્થિતિમાંથી કમબેક કરીને જ્યોર્જિયાની IM મેરી અરબિડ્ઝે સામે ડ્રો મેળવ્યો. આથી ભારત પોડિયમ પર સ્થાન બનાવવામાં સફળ રહ્યું. ચીને વિયેતનામને 3-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. કઝાકિસ્તાને પોલેન્ડ સામે 2-2થી ડ્રો રમીને સિલ્વર મેળવ્યો. બીજા સ્થાને રહેલા કઝાકિસ્તાન કરતાં બે પોઇન્ટ આગળ રહીને ચીને પોતાનો સાતમો મહિલા ચેસ ઓલિમ્પિયાડ ગોલ્ડ જીત્યો. ભારતે ટાઈબ્રેકના આધારે અમેરિકા, પોલેન્ડ, આર્મેનિયા અને મંગોલિયાને પાછળ છોડીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
    Click here to Read More
    Previous Article
    LPU में आग लगवाई गई थी? छात्रा के साथ क्या हुआ था? Lovely Professional University | Punjab protests
    Next Article
    સોનું ₹4065 ઘટીને ₹1.48 લાખ પર આવ્યું:1 કિલો ચાંદી ₹9158 સસ્તી થઈ, આ મહિને સોનાની કિંમતમાં 8 હજાર અને ચાંદીમાં 14 હજારનો ઘટાડો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment