Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'લાલો' ફિલ્મ જેવી ઘટના, ફાયર વિભાગ ભગવાન બની પહોંચ્યો!:ચોરી કરવા કારખાનામાં ઘૂસ્યા ને બહાર નીકળવાનો રસ્તો ભૂલ્યા; બારીમાંથી 'બચાવો બચાવો'ની બૂમો પાડી

    7 hours ago

    સુરત શહેરમાં ગુનાખોરીની અવનવી ઘટનાઓ સામે આવતી રહે છે, પરંતુ ખટોદરા વિસ્તારમાં ચોરીનો એક એવો હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે, જે ગુજરાતી ફિલ્મ લાલો જેવો છે. કારખાનામાં હાથફેરો કરવા ઘૂસેલા બે ચોરની ગણતરી ઊંધી પડી ગઈ ને અંદર એવા ફસાયા કે બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળ્યો. આખરે ચોરે જ 'બચાવો બચાવો'ની બૂમો પાડી લોકોને બોલાવવા પડ્યા હતા. ઘટનાની જાણ થતાં દોડી આવેલી ફાયર બ્રિગેડની ટીમે બંનેને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા, જ્યાં પોલીસે બંનેને સીધા કસ્ટડીમાં લઈ લીધા હતા. રવિવારની રજાનો લાભ લઈ અંદર ઘૂસ્યા, નીકળવાનો દરવાજો ન મળ્યો પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીમાં રહેતો રોશન બિનબહાદુર સહાની (ઉં.વ. 18) તેના એક સગીર સાગરીત સાથે રવિવારે સાંજે ચોરીના ઈરાદે નીકળ્યો હતો. બંનેએ ખટોદરા જીઆઈડીસી સ્થિત બમરોલી રોડ પર આવેલા એક બંધ કારખાનાને ટાર્ગેટ બનાવ્યું હતું. રવિવારની શાંતિનો લાભ ઉઠાવીને બંને કારખાનામાં ચોરી કરવા છાનામાના અંદર ઘૂસી ગયા હતા. જોકે, અંદર ગયા બાદ અંધારામાં કે માલસામાન શોધવાના ચક્કરમાં તેઓ ક્યાંથી પ્રવેશ્યા હતા તે રસ્તો જ ભૂલી ગયા હતા. કલાકો સુધી ફાંફા માર્યા, ગભરાટ વધતાં ત્રીજા માળે પહોંચી બૂમાબૂમ કરી કારખાનામાંથી બહાર નીકળવા માટે બંનેએ કલાકો સુધી દરવાજો શોધવા હવાતિયાં માર્યા હતા. તમામ પ્રયાસો નિષ્ફળ જતાં ચોરી કરવાનો તેમનો ઉત્સાહ ગભરાટ અને ડરમાં ફેરવાઈ ગયો હતો. કારખાનામાં ભૂખ્યા-તરસ્યા પૂરાઈ રહેવાના ડરથી આખરે બંને ત્રીજા માળે પહોંચ્યા હતા અને ત્યાં આવેલી બારીમાંથી નીચે ઊભેલા લોકોને જોઈ જોરજોરથી "બચાવો... બચાવો..."ની બૂમો પાડવા લાગ્યા હતા. સ્થાનિકો ભેગા થયા, ફાયર ટીમે સીડી લગાવી નીચે ઉતાર્યા રાતના સમયે બંધ કારખાનામાંથી ચીસાચીસનો અવાજ આવતાં આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. બંધ એકમમાંથી બૂમો આવતી હોવાથી કોઈ અઘટિત ઘટના બની હોવાની શંકા સાથે લોકોએ તુરંત કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો, જેથી પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી હતી. કારખાનું અંદરથી બંધ હોવાથી અને યુવક-સગીર ત્રીજા માળે ફસાયેલા હોવાથી પોલીસે તુરંત ફાયર કંટ્રોલ રૂમને મેસેજ કર્યો હતો. મજુરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક લીડર અને રેસ્ક્યૂ સાધનો સાથે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ બંનેને બારી વાટે સહીસલામત નીચે ઉતાર્યા હતા. બહાર આવતાં જ સામે ખાખી દેખાઈ ફાયર વિભાગે રેસ્ક્યૂ કરીને નીચે ઉતારતાં બંનેએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ નીચે પગ મૂકતાં જ તેમની સામે પોલીસ ઊભી હતી. પીસીઆરના જવાનોએ બંને 'અણઘડ' ચોરોને તાત્કાલિક ઝડપી પાડીને ખટોદરા પોલીસ મથકને સોંપ્યા હતા. ખટોદરા પોલીસે રોશન સહાની અને તેના સગીર સાથીદાર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની પૂછપરછ હાથ ધરી છે કે તેઓ અગાઉ અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ?
    Click here to Read More
    Previous Article
    શંકરાચાર્ય બોલ્યા-મુખ્ય ચૂંટણી કમિશનરને તાત્કાલિક હટાવો:રાજનીતિના ચાણક્યની ચતુરાઈ કામ નહીં આવે, Gen-Zના આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ ન કરો
    Next Article
    Why diverting maize for ethanol is affecting poultry farmers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment