Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંગસર માઈનિંગ લીઝમાંથી પાણી કાઢવાની કામગીરીને લઈ રોષ:છ ગામના ખેડૂતોએ રાત્રિસભા યોજી, ભૂગર્ભ જળસ્તર અને શિયાળુ પાક પર અસરની આશંકા વચ્ચે કંપની સામે વિરોધ

    10 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના સિંગસર ગામે માઇનિંગ લીઝમાંથી પાણી કાઢવાની કામગીરીને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અંબુજા સિમેન્ટ કંપનીની માઇનિંગ લીઝમાંથી મહાકાય મશીનો દ્વારા પાણી કાઢવાની કામગીરી સામે છ ગામોના ખેડૂતો એક મંચ પર આવ્યા છે. કણજોતર ગામે યોજાયેલી રાત્રિ મહાસભામાં સેંકડો ખેડૂતો ઉમટી પડ્યા હતા અને પાણીના પ્રશ્ને કંપનીની કામગીરી સામે આરપારની લડાઈ લડવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સિંગસર, ધામળેજ, થોરડી, કણજોતર સહિતના છ ગામોમાંથી આવેલા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે, એક તરફ વરસાદની ઘટને કારણે ખેતી સામે પાણીનું સંકટ ઊભું થયું છે અને બીજી તરફ માઇનિંગ વિસ્તારમાંથી મોટા પાયે પાણી બહાર કાઢવાની કામગીરી થઈ રહી છે. ખેડૂતોની દલીલ છે કે, જો આ કામગીરી સતત ચાલુ રહેશે તો આસપાસના ભૂગર્ભ જળસ્તર પર તેની અસર પડી શકે છે. ‘મશીનો ચાલશે તો ખેડૂતોના કૂવા-બોરનું શું?’ આ સવાલ રાત્રિ મહાસભામાં ઉઠ્યો હતો. ખેડૂતોને ભીતિ છે કે, ભૂગર્ભ જળસ્તર ઘટવાથી કૂવા અને બોરના પાણી પર અસર પડી શકે છે અને આગામી શિયાળુ સિઝનમાં રવિ પાક માટે સિંચાઈનું પાણી મેળવવું મુશ્કેલ બની શકે છે. મહાસભામાં ખેડૂતો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, પાણીનો પ્રશ્ન કોઈ એક વ્યક્તિ કે એક ગામનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર વિસ્તારની ખેતી અને ખેડૂતોના ભવિષ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે. આથી કંપનીની કામગીરી અંગે યોગ્ય નિરાકરણ ન આવે તો આગામી દિવસોમાં વિરોધને વધુ સંગઠિત બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સિંગસર ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ પ્રવીણ વાજાએ ખેડૂતો વતી જણાવ્યું કે, પાણી અને ખેડૂતોના હિત સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. બીજી તરફ થોરડી ગામના ખેડૂત ખાતેદાર જેસીંગ ગોહિલે પણ ખેડૂતોનો અવાજ ઉઠાવતા જણાવ્યું હતું કે, પ્રશ્નનો ઉકેલ ન આવે તો ખેડૂતો સંગઠિત રીતે આગળ વધશે. રાત્રિ મહાસભા બાદ હવે ખેડૂતોના આગામી પગલાં પર નજર છે. માઇનિંગ લીઝમાંથી પાણી કાઢવાની કામગીરી અંગે ઉઠેલા સવાલોનું નિરાકરણ નહીં આવે તો સિંગસર સહિત આસપાસના ગામોમાં વિરોધ વધુ ઉગ્ર બને તેવી સ્થિતિ છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં રોડ પર કચરો નાખતા 13 લોકો દંડાયા:ચીફ ઓફિસર રાત્રે તપાસ હાથ ધરી, 6,500 રૂપિયાનો દંડ વસૂલ કરાયો
    Next Article
    India vs Afghanistan LIVE Score, Asian Games 2026: Weather Threat Looms Over India's Asiad Opener

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment