Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉજ્જવલ નિકમે અજમલ કસાબના દાવા વિશે જણાવ્યું:કહ્યું હતું- અમિતાભ બચ્ચનને મળવા આવ્યો છું, બિગ બીએ કહ્યું- ઘરે આવ્યો હોત તો ગોળી મારી દેત

    13 hours ago

    પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જ્વલ નિકમે તાજેતરમાં જણાવ્યું કે આતંકવાદી અજમલ કસાબે તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે કહ્યું હતું કે તે અમિતાભ બચ્ચનને મળવા મુંબઈ આવ્યો હતો. આ સાંભળીને અમિતાભે કહ્યું કે જો તે તેમના ઘરે આવ્યો હોત, તો તેઓ તેને ગોળી મારી દેત. વાસ્તવમાં, ટીવી શો KBCમાં રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી, ઉજ્જ્વલ નિકમ સાથે મહેમાન તરીકે પહોંચ્યા હતા. વાતચીત દરમિયાન 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા અને ત્યારબાદ થયેલી કાનૂની કાર્યવાહીનો ઉલ્લેખ થયો. શોમાં નિકમે જણાવ્યું કે અજમલ કસાબે તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે અનેક જુઠાણા કહ્યા હતા. નિકમે દાવો કર્યો કે કસાબે કહ્યું હતું કે તેની 26/11ના હુમલાના મામલે ધરપકડ કરવામાં આવી નહોતી, પરંતુ તેને 6 નવેમ્બરે જુહૂ ચોપાટી પરથી પકડવામાં આવ્યો હતો. નિકમ અનુસાર, કસાબે એવું પણ કહ્યું હતું કે તે અમિતાભ બચ્ચનને જોવા માટે મુંબઈ આવ્યો હતો. આ અંગે અમિતાભે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે જો તે તેમના ઘરે આવ્યો હોત તો ત્યાંથી જીવતો જવાનો નહોતો અને ત્યાં જ તેને ગોળી મારી દેવામાં આવી હોત. નિકમે સુનાવણી દરમિયાન કસાબના અન્ય દાવાઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમના જણાવ્યા અનુસાર, કસાબે પોતાને સગીર ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે RAWએ તેની ધરપકડ કરી છે. આ કારણે કેસમાં કાનૂની પડકાર ઊભો થયો હતો, કારણ કે આગળની કાર્યવાહી પહેલાં તેની ઉંમર સાબિત કરવી જરૂરી હતી. શો માં અમિતાભ બચ્ચને ઉજ્જવલ નિકમને પૂછ્યું કે શું કસાબને આ બધાની પહેલેથી જાણ હતી? આ અંગે નિકમે કહ્યું, “બિલકુલ. કોર્ટમાં મેં વિધિવત્ અલ-કાયદાનું મેન્યુઅલ બતાવ્યું હતું કે તપાસ એજન્સીને કેવી રીતે ગેરમાર્ગે દોરવી.” જણાવી દઈએ કે ‘પ્રહાર: ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ ઉજ્જવલ નિકમ’ ઉજ્જવલ નિકમના જીવન અને તેમના ચર્ચિત કેસો પર આધારિત બાયોગ્રાફિકલ ડ્રામા છે. ફિલ્મમાં રાજકુમાર રાવે ઉજ્જવલ નિકમની ભૂમિકા ભજવી છે. વાર્તા તેમની કારકિર્દીના મોટા કેસો, ખાસ કરીને 26/11 મુંબઈ આતંકી હુમલાના અજમલ કસાબ ટ્રાયલ અને 1993ના બોમ્બે બ્લાસ્ટ કેસની આસપાસ ફરે છે. ફિલ્મ અદાલતમાં તેમની કાનૂની લડાઈની સાથે-સાથે આ કેસો દરમિયાન તેમની સામે આવેલા પડકારો અને તેમના અંગત જીવનની ઝલક પણ દર્શાવશે. વામિકા ગબ્બી તેમની પત્ની જ્યોતિ નિકમની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન અવિનાશ અરુણે કર્યું છે. 26/11 મુંબઈ આતંકવાદી હુમલો 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં સમુદ્રમાર્ગે આવેલા 10 આતંકવાદીઓએ અનેક સ્થળોએ હુમલા કર્યા હતા. આ હુમલો લગભગ 60 કલાક સુધી ચાલ્યો અને 29 નવેમ્બરની સવારે સમાપ્ત થયો. સુપ્રીમ કોર્ટના રેકોર્ડ મુજબ, આ હુમલામાં 166 લોકોનાં મોત થયાં અને 238 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 18 પોલીસકર્મીઓ અને સુરક્ષા દળોના જવાનો તેમજ 26 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. આ 10 હુમલાખોરોમાંથી અજમલ આમિર કસાબ એકમાત્ર આતંકવાદી હતો, જેને જીવતો પકડવામાં આવ્યો હતો. તેની 27 નવેમ્બર 2008ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બાકીના 9 હુમલાખોરો સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયા હતા. કસાબની ધરપકડ આ મામલાની તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ. સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, તપાસમાં પોલીસની તપાસ ઉપરાંત કસાબના નિવેદનો, ફોરેન્સિક પુરાવા, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અદાલતે માન્યું કે હુમલાનું કાવતરું અને તેની તૈયારી પાકિસ્તાનમાં કરવામાં આવી હતી. કસાબ પર દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાના કાવતરાં, આતંકવાદી પ્રવૃત્તિઓ, હત્યા, હત્યાના કાવતરાં અને હથિયારો સંબંધિત અનેક આરોપો મૂકવામાં આવ્યા હતા. મે 2010માં મુંબઈની વિશેષ અદાલતે તેને દોષિત ઠેરવીને ફાંસીની સજા સંભળાવી હતી. બોમ્બે હાઈકોર્ટે ફેબ્રુઆરી 2011માં આ સજા યથાવત રાખી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે 2012માં કસાબની અપીલ ફગાવીને તેની ફાંસીની સજા યથાવત રાખી હતી. ત્યારબાદ તેની દયાની અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. 21 નવેમ્બર 2012ના રોજ પુણેની યરવડા જેલમાં તેને ફાંસી આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સ- બોક્સર અંકુશે દિવસનો પહેલો મેડલ પાકો કર્યો:ભારતની મહિલા અને પુરુષ ટીમો તીરંદાજીના સેમિફાઇનલમાં
    Next Article
    ગૃહમંત્રી આજે અમદાવાદમાં, દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી બતાવશે:ટેન્ક ફૂલ થવા પર 2200 કિમી ચાલશે, LNG અને ડીઝલ વચ્ચે સ્વિચ કરી શકશે એન્જિન

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment