Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના નવી બારપટોળીમાં સિંહનો બે વનકર્મી પર હુમલો:એકને કમર પર બીજાને છાતી પર ગંભીર ઈજા; રાત્રે બીમાર સિંહનું રેસ્ક્યુ કરવા ગઈ હતી ટીમ

    7 hours ago

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા સ્થિત નવી બારપટોળી ગામની સીમમાં 9 વર્ષથી વધુ વયના બીમાર સિંહનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કામગીરી દરમિયાન સિંહે અચાનક હુમલો કરતા ફોરેસ્ટર અને ટ્રેકર ગંભીર રીતે ઘવાયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત ટ્રેકરને પ્રાથમિક સારવાર બાદ ભાવનગર ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ શેત્રુંજી ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓએ મધરાતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. બીમાર સિંહના રેસ્ક્યૂ વખતે હુમલો નવી બારપટોળીની સીમમાં બીમાર સિંહ હોવાની જાણ થતાં વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સિંહે ફોરેસ્ટર એમ.જે.ખાવડીયાની કમરે અને ટ્રેકર ભરત જોગદીયાની છાતી પર ગંભીર હુમલો કર્યો હતો. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ફોરેસ્ટરની સારવાર રાજુલામાં રખાઈ હતી, જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત ટ્રેકરને વધુ સારવાર અર્થે ભાવનગર રીફર કરાયા હતા. ઉચ્ચ અધિકારીઓ મધરાતે સ્થળ પર બનાવના પગલે મોડી રાત્રે શેત્રુંજી ડિવિઝન DCF ચિરાગ અમીન, ACF રાજન જાદવ, ગીર પૂર્વ ACF કપિલ ભાટીયા, જાફરાબાદ RFO ચેતરાણીયા, ખાંભા RFO અને વેટરનરી ડોક્ટરની ટીમ સ્થળ પર દોડી આવી હતી. વનવિભાગના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર સ્થિતિની આકરી તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બંને કર્મચારીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે તુરંત સુવિધા ગોઠવી હતી. ઝાડીઓ વચ્ચે સિંહનું લોકેશન ટ્રેસ સિંહ જ્યાં છુપાયો હતો તે સીમ વિસ્તાર ખેડૂતોના ઊભા પાક અને બાવળની ઘટાદાર કાંટાળી ઝાડીઓથી ભરચક હતો. આ મુશ્કેલ પરિસ્થિતિના કારણે વનવિભાગની ટીમોને સિંહનું ચોક્કસ લોકેશન મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વનકર્મીઓએ આસપાસના સમગ્ર વિસ્તારમાં સ્કેનિંગ કામગીરી તેજ કરી દીધી હતી. સિંહને સલામત રીતે કેદ કરી શકાય તે માટે વનવિભાગ દ્વારા ઘટનાસ્થળે રિંગ પાંજરૂ પણ ગોઠવવામાં આવ્યું હતું. વેટરનરી ડોક્ટરો સાથે સુરક્ષિત રેસ્ક્યૂ કરાશે શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીને જણાવ્યું કે, વાડી વિસ્તારમાં ઈજાગ્રસ્ત અને બીમાર સિંહનું રેસ્ક્યૂ કરતી વખતે આ અણધારી આકસ્મિક ઘટના બની હતી. આ હુમલામાં વનવિભાગના 2 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. આવી ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે વેટરનરી ડોક્ટરોની ટીમ સાથે મળીને તાત્કાલિક સુરક્ષિત રેસ્ક્યૂ ઓપરેશન પૂરું કરવામાં આવશે. વનવિભાગ દ્વારા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    यूरिक एसिड बढ़ा हुआ है? रोज खाएं ये 3 चटनियां, दर्द और सूजन से मिल सकती है राहत
    Next Article
    Why Africa Is Rich... But Africans Are Poor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment