Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયન ગેમ્સમાં શૂટર મનુ ભાકરની ઇવેન્ટ ચાલુ:ભારતની મહિલા અને પુરુષ ટીમો તીરંદાજીના સેમિફાઇનલમાં

    12 hours ago

    ભારતની પુરુષ અને મહિલા તીરંદાજી ટીમોએ એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે, જ્યાં તેમનો સામનો દક્ષિણ કોરિયા સામે થશે. રવિવારે ગેમ્સના 8મા દિવસે શૂટિંગમાં 25 મીટર પિસ્તોલની ક્વોલિફિકેશન ઇવેન્ટ્સ ચાલી રહી છે. તેમાં મનુ ભાકર, ઈશા સિંહ અને રાહી સરનોબત ભાગ લઈ રહ્યાં છે. બીજી તરફ મંજુ રાણી અને પ્રિયંકા ગોસ્વામી મહિલાઓની મેરેથોન વૉક રેસમાં ભાગ લઈ રહ્યાં છે. એશિયાડમાં આજે 33 ગોલ્ડ મેડલ દાવ પર છે. 18 વર્ષની અનાહત સિંહ સ્ક્વોશ મહિલા સિંગલ્સની ફાઇનલ મેચ રમશે. ભારતને તેમની પાસેથી ગોલ્ડની આશા રહેશે. તેમનો મુકાબલો બપોરે 1:30 વાગ્યે મલેશિયાની સિવાસંગરી સુબ્રમણિયમ સામે થશે. અભય સિંહ પુરુષ સિંગલ્સની ફાઇનલમાં બપોરે 12:30 વાગ્યે એનગ એઇન યો સામે રમશે. આ ઉપરાંત મહિલા હૉકી ટીમ સિંગાપોર સામે ટકરાશે. જ્યારે પુરુષ વૉલીબૉલ ટીમ વિયેતનામ સામે મેદાનમાં ઉતરશે.
    Click here to Read More
    Previous Article
    સરહદ પારના આતંક પર ઝીરો ટોલરન્સ:UNમાં જયશંકરે પાકિસ્તાનને આડે હાથ લીધું, દરિયાઈ હુમલા અંગે કહ્યું- સમુદ્રમાં ગુંડાગીરી સહન નહીં થાય, હવે ભારત શાંત નહીં બેસે
    Next Article
    વેપારીઓ 2 ઓક્ટોબરે મનાવશે 'નો UPI ડે':UPI ગેજેટ પર કાળું કપડું બાંધી પ્રતિકાત્મક વિરોધ કરશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment