Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણપુરના નાગનેશ ગામે પિતા-પુત્ર પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો:ડમ્પર ચડાવવાનો પ્રયાસ; ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર અર્થે બોટાદ ખસેડાયા

    6 hours ago

    બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે પિતા-પુત્ર પર હુમલો થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, ખનીજ ખનન રોકવા જતા આ હુમલો કરાયો હતો. નાગનેશ ગામના રાજુભા ઝાલા અને તેમના પુત્ર અનિરુદ્ધસિંહ ઝાલા પર કેટલાક લોકોએ તીક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે. ઇજાગ્રસ્ત અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું કે, હુમલાખોરોએ પહેલા તેમના પર ડમ્પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. બંદૂકમાંથી ફાયરિંગ કરવાનો પ્રયાસ નિષ્ફળ જતા, પછી તીક્ષણ હથિયારોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પિતા-પુત્ર બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને પહેલા રાણપુર અને પછી વધુ સારવાર માટે બોટાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રાણપુરના પીઆઈ એસ. એ. પટેલે નાગનેશ ગામે મારામારીની ઘટના બની હોવાની પુષ્ટિ કરી છે. પોલીસે હુમલાના કારણો અને અન્ય વિગતો જાણવા તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    'Gyanesh Kumar के इस्तीफे से काम नहीं चलेगा, Structure बदलना पड़ेगा' Gyanesh Kumar resignation
    Next Article
    લોર્ડ ભીખુ પારેખ વડોદરામાં AI પર બોલ્યા:AI એક ચેલેન્જ છે, જે નવું-ઊંડું વિચારવા પ્રેરિત કરી શકે, નવી ટેકનોલોજી આવતી જ રહેશે, પણ માણસે તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment