Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની પી.પી.જી. સ્કૂલમાં સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓનલાઇન છેતરપિંડીથી બચે તે માટે અપાઈ માહિતી

    12 hours ago

    પાટણની પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં પાટણ જિલ્લા પોલીસના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સહયોગથી સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સાઇબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું. ઓનલાઇન ગેમિંગ ફ્રોડ, સોશિયલ મીડિયા હેકિંગ, ફેક કૉલ્સ, લોટરી, જોબ ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ વિશે માહિતી અપાઈ. OTP કે પિન શેર ન કરવા, અજાણી લિંક્સ પર ક્લિક ન કરવા અને ખાનગી માહિતી સુરક્ષિત રાખવા જણાવાયું. સાઇબર ક્રાઇમનો ભોગ બનવા પર પ્રથમ ૧ કલાકમાં (Golden Hour) ૧૯૩૦ હેલ્પલાઇન અથવા www.cybercrime.gov.in પર તરત સંપર્ક કરવા સમજ અપાઈ. શાળાના સુપરવાઈઝર હર્ષદભાઈ ડામોરે ડિજિટલ કંકોત્રી, ઈ-ચલણ, Apk ફાઇલ જેવા ફ્રોડથી સાવધાન રહેવા ભાર મૂક્યો. શિક્ષકો વિપુલભાઈ ભાટિયા, વિપુલભાઈ ચૌધરી અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા. સંચાલન ડૉ. દાનેશ મોદીએ કર્યું.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં તાલુકા કક્ષાની ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, વિજેતાઓ જિલ્લા કક્ષાએ જશે
    Next Article
    Gujarat Breaking News | 7 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Top News Of The Day | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment