Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમે વધુ પ્રીમિયમ ભર્યું, ફાયદો એજન્ટને મળ્યો:વીમા નિયામક નિયમોમાં ફેરફાર કરશે, કમિશનની મર્યાદા નક્કી થશે; વધુ રકમનું રોકાણ થશે

    11 hours ago

    જો તમે નવી ઇન્શ્યોરન્સ પૉલિસી લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારી બચત સાથે જોડાયેલા છે. દેશમાં છેલ્લા એક દાયકાથી પ્રીમિયમ સતત મોંઘું થતું ગયું, પરંતુ કવરેજનો વ્યાપ વધ્યો નથી. તેનું કારણ એ છે કે વીમા કંપનીઓ બિઝનેસ વધારવા કરતાં બ્રોકર્સને કમિશન વહેંચવા પર વધુ ધ્યાન આપતી રહી. હવે વીમા નિયામક આમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. IRDAIના નવા પ્રસ્તાવ હેઠળ હવે બ્રોકર્સના પ્રથમ વર્ષના કમિશનની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવશે. તેનાથી કંપનીઓનો ખર્ચ ઘટશે અને તમારા પ્રીમિયમની વધુ રકમ રોકાણમાં ઉપયોગમાં લેવાશે, જેથી તમને વધુ સારું વળતર મળશે. 5 વર્ષમાં મેનેજમેન્ટ ખર્ચ ઘટાડીને 12.5% સુધી કરવો પડશે હાલમાં ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે મેનેજમેન્ટ ખર્ચની મર્યાદા 30% સુધી છે. વીમા નિયામકે તેને તબક્કાવાર રીતે ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. IRDAIનું માનવું છે કે 2023માં કંપનીઓને ખર્ચમાં જે છૂટ આપવામાં આવી હતી, તેનાથી ગ્રાહકોને કોઈ ફાયદો થયો નથી. કંપનીઓ પ્રીમિયમ તો વધારતી રહી, પરંતુ ગ્રાહકોની સંખ્યા વધી નહીં. દેશની GDP વધી, પરંતુ પૉલિસી ગ્રોથ શૂન્ય છેલ્લા 10 વર્ષમાં GDP સરેરાશ 10%ના દરે વધી. આ જ સમયગાળા દરમિયાન લાઇફ ઇન્શ્યોરન્સનો વ્યવસાય 10% અને જનરલ ઇન્શ્યોરન્સ 13%ની ઝડપે જ આગળ વધી શક્યો. આવક અને અર્થવ્યવસ્થા વધવા છતાં ઇન્શ્યોરન્સ લેનારા લોકોની સંખ્યામાં કોઈ ખાસ ઉછાળો આવ્યો નથી. એજન્ટોનું કમિશન 125% સુધી વધ્યું IRDAI અનુસાર, 2023માં કંપનીઓને ખર્ચમાં છૂટ આપવામાં આવી હતી, જેથી પોલિસીઓ સસ્તી બને અને વધુ લોકો વીમો કરાવે, પરંતુ તેનાથી વિપરીત પ્રીમિયમ મોંઘું થતું ગયું. કંપનીઓનો બિઝનેસ વધારવા કરતાં ડિસ્ટ્રિબ્યુટર્સને ભારે કમિશન વહેંચવા પર વધુ ધ્યાન રહ્યું. પ્રીમિયમનો મોટો હિસ્સો રોકાણમાં લાગશે IRDAIનું કહેવું છે કે ભારે કમિશનથી ગ્રાહકો માટે ખર્ચ વધી જાય છે. તેના કારણે તેમને કાં તો મોંઘું પ્રીમિયમ ચૂકવવું પડે છે અથવા ઇન્શ્યોરન્સ પ્રોડક્ટમાંથી ઓછો લાભ મળે છે. આ સ્થિતિમાં IRDAIએ પ્રીમિયમ પેમેન્ટ ટર્મના આધારે કમિશન પર મર્યાદા નક્કી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કમિશનમાં ઘટાડો થવાથી પૉલિસીધારકોની જમા રકમનો મોટો હિસ્સો રોકાણમાં લગાવી શકાશે. પોલિસીના સમય પ્રમાણે કમિશન નક્કી થશે 61મા મહિને અડધી પોલિસીઓ બંધ થઈ જાય છે IRDAIના આંકડા અનુસાર કંપનીઓ માત્ર નવી પોલિસીઓ વેચવા પર ધ્યાન આપે છે, ગ્રાહકોને જાળવી રાખવા પર નહીં. જીવન વીમામાં 61મા મહિના સુધી પહોંચતાં માત્ર 48% પોલિસીઓ જ ચાલુ રહી શકે છે. એટલે કે અડધાથી વધુ લોકો વચ્ચે જ પોલિસી સરેન્ડર કરી દે છે.
    Click here to Read More
    Previous Article
    How Vietnam Became the Most Powerful Country in Southeast Asia
    Next Article
    પાટણમાં જાળેશ્વર મંદિરે ભવાઈ વેશ સંપન્ન, રામ-રાવણ યુદ્ધ ખેલાયું:પરંપરાગત લોકમેળામાં આખી રાતથી બપોર સુધી ગ્રામજનો ઉમટ્યા, ઔદિચ્ય બ્રાહ્મણ સમાજે નિભાવી પરંપરા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment