Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોવિંદાની રૂમર્ડ ગર્લફ્રેન્ડનો સુનીતા પર પ્રહાર:'પતિને મારવાનો પ્રયાસ કરતી હોય, તેનો શ્રાપ શું લાગે'; સુનીતાએ કહ્યું- મારી આંતરડી બાળી, માતા એને પાઠ ભણાવે

    3 days ago

    ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ કોલકાતાના દક્ષિણેશ્વર કાલી મંદિરમાં પોતાના અંગત જીવનની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, તેમના જીવનમાં પણ કેટલાક રાક્ષસો છે અને મા કાલી પાસે તેમની પાસેથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરી. આ દરમિયાન ગોવિંદાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ કોમલ રાની સ્વર્ણકારે પહેલીવાર સુનીતા પર આકરો પ્રહાર કર્યો છે. તેણે સુનીતા પર ગંભીર આરોપો લગાવ્યા છે. 'જે ઘર પહેલાંથી જ તૂટેલા છે, તેને કોઈ તોડતું નથી' કોમલ રાની સ્વર્ણકારે સુનીતા આહુજાના નિવેદન બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. તેણે લખ્યું કે, જે સ્ત્રી વર્ષોથી પોતાના જ પતિને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી રહી હોય, એવી સ્ત્રીનો શ્રાપ કોઈને લાગતો નથી. જે ઘર પહેલાથી જ ભાંગેલું હોય, તેને કોઈ તોડી શકતું નથી. આપણા દેશના લોકો એટલા મૂર્ખ નથી કે કોઈ તેમને એમ કહે કે 'કાગડો તારો કાન લઈ ગયો' અને તે કાગડા પાછળ દોડવા લાગે. મને નથી સમજાતું કે કોઈ સ્ત્રીને કેવા પ્રકારનું દર્દ છે, જ્યાં તે તેને સાજા કરવાનો પ્રયાસ કરવાને બદલે, તે તેને જાહેરમાં પ્રદર્શિત કરવાનો આનંદ માણતી હોય એવું લાગે છે. 'પુરુષને હેરાન કરીને મોતની અણીએ પહોંચાડી દીધો' આ ખરેખર એક દર્દ છે કે પછી ખૂબ જ વિચારપૂર્વક ઘડાયેલું કોઈ ષડયંત્ર છે? કોઈ પુરુષને સતત માનસિક રીતે હેરાન કરવો, તેને કામ કરતા રોકવો, તેને ઘરમાં બેસી રહેવા અને નાશ પામવા માટે મજબૂર કરવો, તેને સંપૂર્ણપણે એકલો પાડી દેવો અને તેને મૃત્યુના આરે પહોંચાડી દેવો. મને નથી લાગતું કે કોઈ સારી અને સમર્પિત પત્ની તેના પતિ સાથે આટલો ખરાબ વ્યવહાર કરી શકે. 'ભગવાન ભલા પુરુષને ચાલાક સ્ત્રીઓથી બચાવે' શું આવી સ્ત્રીઓ માનસિક રીતે અસ્વસ્થ હોય છે, અથવા તે પોતાની હોશિયારીમાં જ ખૂબ ચતુર હોય છે અને પૂરી રીતે જાણતી હોય છે કે જે તે બંધ દરવાજા પાછળ ન કરી શકી, તે તે જાહેર થઈને લોકોની સહાનુભૂતિ મેળવીને પ્રાપ્ત કરી શકે છે? તમારા એજન્ડા પૂરા કરવા માટે મારા નામનો ઉપયોગ કરવાનું બંધ કરો. ભગવાન દરેક ભલા પુરુષને આવી ચાલાક સ્ત્રીઓથી બચાવે. 'માતા મારા જીવનમાં આવેલા રાક્ષસોનો નાશ કરે' ખરેખર, દક્ષિણેશ્વર કાલી મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ સુનીતા આહુજાએ કહ્યું કે, 'હું આજે દક્ષિણેશ્વર કાલી માતા રાણીનાં દર્શન કરવા આવી છું. તમે બધા જાણો છો કે, મહાકાલી રાક્ષસોનો નાશ કરે છે. મારા જીવનમાં પણ કેટલાક રાક્ષસો છે, માતાને કહેવા આવી છું કે તેમનો પણ નાશ કરે.' સુનીતાએ કથિત રીતે મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓ પર નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું, 'મીડિયામાં આવવાની લાલચમાં તેઓ પબ્લિસિટી કરી રહ્યા છે અને હું ઇચ્છું છું, હાથ જોડીને મીડિયાને પણ વિનંતી કરું છું કે તમે લોકો આ બધાને સપોર્ટ ન કરો. જો તમારા ઘરની દીકરી હોય કે તમારી વહુ હોય અને તેણે આ બધું સહન કરવું પડે, તો તમે લોકો શું કરતા?' 'કોઈ કારણ વિના મારું ઘર તૂટી રહ્યું છે' તેમણે આગળ કહ્યું કે, 'મારી સાથે જે થઈ રહ્યું છે તે સારું નથી થઈ રહ્યું, આ ઘર કોઈ કારણ વિના તૂટી રહ્યું છે અને હું ઈચ્છું છું કે તમે બધી મહિલાઓ મારા માટે અવાજ ઉઠાવો, બધા જેન-ઝી પેઢીના બાળકો મારા માટે અવાજ ઉઠાવે અને મીડિયાને વિનંતી કરું છું કે કૃપા કરીને આ બાબતને વધુ આગળ ન વધારો. તમારે પણ યોગ્ય રીતે મને સહયોગ આપવો જોઈએ. હું માતા પાસે આ જ માગવા આવી છું કે જે મારા ઘરનો વિનાશ કરી રહી છે, માતા તેને જુએ. તેઓ રાક્ષસોનો નાશ કરનારી માતા રાણી છે, અને હું ઈચ્છું છું કે મારા જીવનમાંથી આ સંકટ દૂર થઈ જાય. જય મા કાલી, જય મા કાલી.' ગોવિંદા સાત વર્ષ બાદ કમબેક કરી રહ્યો છે નોંધનીય છે કે, ગોવિંદા લગભગ 7 વર્ષ બાદ ફિલ્મ 'રૂપા'થી બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની કૉ-એક્ટ્રેસ કોમલ રાની સ્વર્ણકાર છે. છેલ્લા કેટલાક સમયથી ગોવિંદાનું નામ કોમલ રાની સાથે જોડવામાં આવી રહ્યું છે અને બંને અનેક પ્રસંગોએ (જેમ કે એરપોર્ટ પર અને મુંબઈમાં લાલબાગચા રાજાનાં દર્શન કરતી વખતે) સાથે જોવા મળ્યા છે, જેના કારણે તેમના અફેરની ચર્ચાઓને વેગ મળ્યો છે. બીજી તરફ, આ અફવાઓ પર પ્રતિક્રિયા આપતાં ગુરુવારે ગોવિંદાએ કહ્યું કે, તેમનું અંગત જીવન કોઈ અન્ય વ્યક્તિ માટે ચિંતા કે ચર્ચાનો વિષય ન હોવું જોઈએ. ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ કહ્યું કે, 'આ કોઈ અન્ય વ્યક્તિ માટે ચર્ચાનો વિષય નથી, ભલે કોઈ અફેર હોય. હું માત્ર કામ કરી રહ્યો છું અને એક વ્યાવસાયિક સંબંધ જાળવી રહ્યો છું.' ગોવિંદા અનુસાર, લોકો કોઈ કારણ વિના તેના અંગત જીવનને નિશાન બનાવી રહ્યા છે, જ્યારે તેણે માત્ર પોતાના કામ સાથે મતલબ રાખવો જોઈએ. ફિલ્મ 'રૂપા' માટે પ્રાર્થના કરવા પહોંચ્યો હતો કોમલ રાની સ્વર્ણકાર સાથે ગણપતિ પંડાલમાં જોવા મળવા અંગે સ્પષ્ટતા આપતાં ગોવિંદાએ જણાવ્યું કે, તે પોતાની આગામી ફિલ્મ 'રૂપા' માટે લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યો હતો. આ ફિલ્મમાં ગોવિંદા સાથે કોમલ રાની મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. તેણે કહ્યું, 'આ પહેલાં પણ હું કરિશ્મા કપૂર અને રવીના ટંડન સાથે મંદિરોમાં ગયો હતો અને એ ફિલ્મો ખૂબ મોટી હિટ સાબિત થઈ હતી. હું લાંબા સમય પછી નવું કામ શરૂ કરી રહ્યો છું, તેથી પ્રાર્થના કરવા ગયો હતો.' પરિવારથી દૂર કરવા અને છબી ખરાબ કરવાનું ષડયંત્ર ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ પોતાના વિરુદ્ધ ચાલી રહેલી વાતોને એક સમજી-વિચારીને ઘડાયેલું કાવતરું ગણાવ્યું. તેણે કહ્યું, 'આ કોઈ એક વ્યક્તિની ભૂલ નથી, પરંતુ ખૂબ જ સમજી-વિચારીને બનાવવામાં આવેલી યોજના છે. આવી બાબતો આગળ પણ બની શકે છે. આ મને મારા પરિવારથી અલગ કરવા અને સમાજમાં મારી છબી ખરાબ કરવાની યોજના છે.' ગોવિંદાએ કહ્યું કે, તેણે હંમેશાં પોતાના કામ પર ધ્યાન આપ્યું છે અને આગળ પણ કામ કરતો રહેશે. સુનીતા આહુજાએ કહ્યું- 'લોકો દગો જ આપે છે' ગણપતિ ઉત્સવમાં ગોવિંદા અને કોમલ રાની સાથે જોવા મળ્યા બાદ સુનીતા આહુજાનું એક નિવેદન સામે આવ્યું, જેમાં તેણે માણસોને દગાબાજ ગણાવ્યા છે અને શ્વાનને વફાદાર ગણાવ્યા છે. જોકે, આ નિવેદન આપતી વખતે સુનીતાએ સીધું ગોવિંદાનું નામ લીધું નહોતું. વાસ્તવમાં, સુનીતા આહૂજા મુંબઈ એરપોર્ટ પર પોતાના પાલતું શ્વાન વિન્ટર સાથે સ્પોટ થઈ હતી. પાપારાઝી સાથે વાત કરતી વખતે સુનીતાએ કહ્યું કે, માણસોને ગમે તેટલો પ્રેમ કરો, તેનો કોઈ ફાયદો નથી. તે માત્ર દગો જ આપે છે. (શ્વાન વિન્ટર તરફ ઇશારો કરતા કહ્યું) આ લોકોને પ્રેમ કરો. જુઓ તેઓ હંમેશા વળગેલા રહે છે. વિન્ટર મને હંમેશા વિદાય આપવા આવે છે. તેને કેમેરામાં પણ જોતા બરાબર આવડે છે. મનુષ્યો કરતાં તો પ્રાણીઓ વધુ સારા હોય છે ભાઈ. પ્રાણીઓને પ્રેમ કરો, માણસોને નહીં, માણસો દગાબાજ હોય છે. ગણપતિ ઉત્સવમાં પણ પરિવાર અલગ જોવા મળ્યો આ વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન ગોવિંદા અને સુનીતા સાથે જોવા મળ્યા નહોતા. ગણેશ ચતુર્થીના અવસરે સુનીતા આહૂજાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરવામાં આવ્યું. ગણેશોત્સવ દરમિયાન ગોવિંદા અને સુનીતાનો દીકરો યશવર્ધન તથા દીકરી ટીના પણ હાજર હતાં. જોકે, આ દરમિયાન ગોવિંદા જોવા મળ્યો નહોતો. સુનીતાનો દાવો- કોમલ રાની સાથે લગ્ન કરવાનો હતો ગોવિંદા સુનીતા આહૂજાએ ડિસેમ્બર 2025માં ગોવિંદાથી છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી, જોકે 19 ઑગસ્ટે તેમણે અરજી પાછી ખેંચી લીધી છે. આ દરમિયાન રાખી સાવંત સાથે ફોન પર વાત કરતાં સુનીતાએ દાવો કર્યો કે, છૂટાછેડા બાદ ગોવિંદા કોમલ સાથે લગ્ન કરવાનો હતો, આ જ કારણસર તેણે છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો છે.
    Click here to Read More
    Previous Article
    ભારતે એક જ દિવસમાં કબડ્ડીમાં બે ગોલ્ડ જીત્યા:એશિયન ગેમ્સમાં વુમન્સ અને મેન્સ બંને ટીમ ચેમ્પિયન, બંનેએ ફાઇનલમાં ઈરાનને હરાવ્યું
    Next Article
    પ્રેમાનંદજીનો શિષ્ય ચોથી માળેથી કૂદ્યો, મોત:2 વર્ષ પહેલાં દીક્ષા લીધી હતી, માતા મૃતદેહ જોઈને રડ્યાં, બોલ્યાં- મળવા દેતા ન હતા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment