Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિપોર્ટ-અમેરિકા મિડટર્મ ઇલેક્શન પછી ઈરાન પર હુમલો કરી શકે છે:ટ્રમ્પે યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ ઠુકરાવ્યો, હોર્મુઝ ખોલવાની ઓફર પણ સ્વીકારી નહીં

    15 hours ago

    અમેરિકા ઈરાન પર ફરીથી હુમલો કરી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 7 દિવસમાં યુદ્ધ રોકવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. અમેરિકન અધિકારીઓને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે પોતાના સહયોગીઓને કહ્યું છે કે નવેમ્બરમાં યોજાનારી અમેરિકાની મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન પર ફરીથી બોમ્બમારો શરૂ કરવો જોઈએ. ઈરાને ગુરુવારે યુદ્ધ રોકવા માટે 7 દિવસની એક યોજના રજૂ કરી હતી. તેના હેઠળ સંઘર્ષ રોકવા, સાતમા દિવસે હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખોલવા અને ત્યાર બાદ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે વાતચીત શરૂ કરવાની વાત કરવામાં આવી હતી. અરાઘચીએ મધ્યસ્થીઓ મારફતે પ્રસ્તાવ આપ્યો હતો ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પત્રકારોને કહ્યું હતું કે ઈરાને મધ્યસ્થીઓ મારફતે અમેરિકા સમક્ષ યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમના અનુસાર, અમેરિકાની મિડટર્મ ચૂંટણી પહેલાં સમજૂતી થઈ જાય તો તે વધુ સારું રહેશે. અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે આ યોજના જૂનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરાર જેવી જ છે. ટ્રમ્પે UNમાં ઈરાનને ધમકી આપી હતી 22 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ દરમિયાન ટ્રમ્પે ઈરાન અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમની સામે બે રસ્તા છે—ઈરાન સાથે એવો કરાર કરવો, જેના કારણે તે ફરીથી મજબૂત બની શકે, અથવા ઇસ્લામિક રિપબ્લિકનો અંત લાવી દેવો. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે તેમને આશા છે કે ચૂંટણી પછી ઈરાન સાથે કોઈ કરાર થઈ શકે છે. પજશકિયાને ટ્રમ્પ પર કરાર તોડવાનો આરોપ લગાવ્યો ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝશકિયાને ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં જૂનમાં થયેલા કરારનો અમલ ન થવા માટે ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા હતા. પઝશકિયાને કહ્યું હતું કે બંને દેશો વચ્ચે કરાર થયો હતો અને ઈરાન આગળની વાતચીત માટે પણ તૈયાર હતું. તેમણે દાવો કર્યો કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ઈરાને બંધ કર્યો ન હતો, પરંતુ ત્યારબાદ અમેરિકાએ ઈરાન પર હુમલો કરી દીધો. તેમણે કહ્યું કે અમેરિકાએ વાતચીતને બદલે સૈન્ય કાર્યવાહીનો માર્ગ પસંદ કર્યો. પઝશકિયાને એવો પણ આરોપ લગાવ્યો કે ઈરાનના સર્વોચ્ચ નેતા, વૈજ્ઞાનિકો, સૈન્ય કમાન્ડરો અને સરકારી અધિકારીઓની હત્યા કરવામાં આવી. ઈરાનની માગ- અમેરિકી સૈન્ય કાર્યવાહીનો અંત આવે જર્મનીના વિદેશમંત્રી યોહાન વાડેફુલ સાથે મુલાકાત દરમિયાન અરાઘચીએ કહ્યું હતું કે ઈરાને અમેરિકા સમક્ષ વાતચીત આગળ વધારવા માટે પોતાની શરતો રજૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે ક્ષેત્રમાં સુરક્ષા પુનઃસ્થાપિત કરવા માટે ઈરાન વિરુદ્ધની અમેરિકી સૈન્ય કાર્યવાહીનો અંત આવવો જોઈએ. અરાઘચીએ એમ પણ કહ્યું કે ઈરાન પોતાના શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમને લઈને વાતચીત માટે તૈયાર છે. તેમના જણાવ્યા મુજબ, વાતચીત વચ્ચે અમેરિકા અને ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીને અવગણી શકાય નહીં.
    Click here to Read More
    Previous Article
    ભાદરવી પૂનમ-અંબાજી મહામેળાનો છેલ્લો દિવસ:મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ; વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ કરશે ધજારોહણ, 6 દિવસમાં 38 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા
    Next Article
    ઊંઝા પંથકમાંથી સગીરાનું અપહરણ:દૂધ લેવા ગયેલી દીકરી ઘરે ન આવતા પરિવારે ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment