Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ગણેશ વિસર્જન યાત્રા વખતે મકાનમાં આગ લાગી:પોલીસે મકાનમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

    8 hours ago

    વડોદરામાં ગણેશ વિસર્જન વચ્ચે યાકુતપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાનના ત્રીજા માળે આગ લાગતાં આસપાસના વિસ્તારમાં પણ દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા, સદનસીબે જાનહાનિ ટળી યાકુતપુરા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનના ત્રીજા માળે આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગના કારણે મકાનમાં રહેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે નજીકના મકાનમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી રેસ્ક્યૂ કર્યા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો: મકાનને મોટું નુકસાન થયું બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં મકાનને મોટું નુકસાન થયું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વિસર્જન યાત્રા રૂટ પર એક મકાનમાં અકસ્માતે આગ લાગવાની ઘટના બની હતી ડીસીપી એન્ડ્રયુ મેકવાને જણાવ્યું હતું કે, ગણેશ વિસર્જન યાત્રા પસાર થઈ રહી હતી એ સમયે અડાણિયા પુલ ચાર રસ્તા પાસે આવેલા એક મકાનમાં અકસ્માતે આગ લાગવાની ઘટના બની હતી. ઘટના સ્થળે હાજર પોલીસે તાત્કાલિક સક્રિય થઈને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા તેમજ પાછળના ભાગે આવેલા મકાનમાં રહેલા લોકોને પોલીસ અને સ્થાનિકોની મદદથી સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા. શાંતિપૂર્ણ રીતે વિસર્જન યાત્રા આગળ વધી રહી છે : DCP તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે અને આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ અંગે કોઈ અફવા ન ફેલાવવા જણાવાયું છે. હાલમાં સમગ્ર રૂટ પર ગણેશ વિસર્જન યાત્રા કોઈ પણ વિઘ્ન વગર અત્યંત શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે.
    Click here to Read More
    Previous Article
    S. Jaishankar Response to Pakistani Journalist: एस जयशंकर का जवाब पाकिस्तानी पत्रकार कभी नहीं भूलेगा
    Next Article
    Kakoli Ghosh: Trinamool Founder-Member, Key Mamata Banerjee Aide, Now Rebel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment