Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મારા દીકરાને બંને હાથમાં ઊંડા ઘા કેવી રીતે વાગ્યા?':સુરતના રેસિડેન્ટ ડોક્ટરની વ્યસન મુક્તિની સારવાર ચાલતી, આપઘાત પહેલાં પિતાને કર્યો હતો વીડિયો કોલ

    8 hours ago

    24 સપ્ટેમ્બરે સુરતની નવી સિવિલ હોસ્પિટલના એનાટોમી વિભાગના થર્ડ યરમાં ભણતા રેસિડેન્ટ ડોક્ટર યોગેન પ્રજાપતિએ મેડિકલ નાઈફથી પોતાના બંને હાથની નસ કાપી આપઘાત કર્યો હતો, ત્યારે મૃતકની ગાંધીનગરના ન્યુરો સાયકિયાટ્રી ક્લિનિકમાં વ્યસન મુક્તિની સારવાર ચાલતી હોવાનો ખુલાસો થયો છે. યુવાન ડોક્ટરે માનસિક તણાવ કે અન્ય પારિવારિક કારણોસર આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકાએ પોલીસ તપાસ કરી રહી છે. ડો. યોગેનનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં મૃતકના પિતા દિલીપ પ્રજાપતિએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેમના પુત્રની હત્યા થઈ હોઈ શકે છે અથવા તો ઘટના પાછળ કોઈ ઊંડું રહસ્ય છૂપાયેલું છે. ન્યુરો સાયકિયાટ્રી ક્લિનિકમાં ઓપિયોઈડના વ્યસનની સારવાર 30 વર્ષીય રેસિડેન્ટ ડો. યોગેન ગાંધીનગર સ્થિત 'સંવેદના ન્યુરો સાયકિયાટ્રી એન્ડ ઈઈજી ક્લિનિક' ખાતે સારવાર હેઠળ હતા. તેમની સારવાર કરી રહેલા ડો. વિપુલ સી. પ્રજાપતિ દ્વારા ગત 7 જુલાઈના રોજ એક સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. આ મેડિકલ પ્રમાણપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ડો. યોગેન પ્રજાપતિ વ્યસન (ઓપિયોઈડના એડિક્શન)થી પીડાઈ રહ્યા છે અને તેઓ તેમની દેખરેખ હેઠળ સતત ટ્રીટમેન્ટ અને ફોલોઅપ લઈ રહ્યા છે, જે બાબત આ આત્મહત્યા કેસમાં તપાસ માટે એક નવી દિશા ખોલે છે. ડો. યોગેનની સારવાર પ્રાઇવેટ ડોક્ટર પાસે ચાલતી હોવાથી તેમના પિતા દિલિપભાઈએ એનાટોમી વિભાગના વડાને લેખિત સંમતિ આપીને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા માંગતા નથી અને જો આ સમયગાળા દરમિયાન યોગેનને કંઈ પણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પિતાની રહેશે. આપઘાત પહેલાં પિતા સાથે વીડિયો કોલમાં વાત ડો. યોગેન પ્રજાપતિએ આપઘાત કરતા પહેલાં સવારે 9 થી 9:30 વાગ્યા આસપાસ તેમના પિતા દિલીપભાઈ સાથે વીડિયો કોલમાં વાત કરી હતી. ડો. યોગેનનો 5 મહિનાનો નાનો દીકરો છે, જેણે વીડિયો કોલમાં દાદા સાથે વાત કરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર વાતચીત દરમિયાન ડો. યોગેન કોઈપણ પ્રકારના તણાવમાં દેખાઈ રહ્યા ન હતા અને બધુ જ સામાન્ય લાગી રહ્યું હતું. બપોરે પત્ની એક્ટિવા લઈને ગઈ ને ડો. આપઘાત કર્યો સવારની વાતચીત બાદ બપોરના સમયે ડો. યોગેન જમવા માટે આવ્યા હતા. જમ્યા બાદ તેમની પત્ની બપોરે 2 વાગ્યાની આસપાસ પોતાનું એક્ટિવા લઈને કોઈ કામ અર્થે બહાર ગયા હતા. આ દરમિયાન જ ડો. યોગેને આપઘાત કરી લીધો હતો. થોડીવાર પછી ડો. યોગેનની પત્નીને તેમના ડિપાર્ટમેન્ટમાંથી તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પિતાને ફોન પર જાણ કરાઈ હતી કે પુત્રને કંઈક વાગ્યું છે અને તેને ઈમરજન્સીમાં દાખલ કરાયો છે. બંને હાથે આટલા ઊંડા ઘા કેવી રીતે વાગે? દીકરાના મોતના સમાચાર મળતા જ ચિલોડા-મહુડી રસ્તેથી તાત્કાલિક સુરત દોડી આવેલા પિતા દિલીપભાઈએ હોસ્પિટલ પહોંચીને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આક્ષેપ કરતા પિતા દિલીપભાઈએ જણાવ્યું હતું કે, "એ જે રૂમમાં હતો, ત્યાં આખી રૂમમાં લોહી લોહી છે. એના હાથમાં ઊંડા ઘા છે. આટલું ડીપ ઘા કોઈ બે હાથે કેવી રીતે કરી શકે? મારો દીકરો જમણેરી છે, તો ડાબા અને જમણા એમ બંને હાથ પર આટલા ઊંડા ઘા જાતે કેવી રીતે મારી શકે? આ પણ વાંચો: દરવાજો તોડ્યો ને સુરત સિવિલના રેસિડેન્ટ ડોક્ટર પંખે લટકતા મળ્યા ફાઈનલ પરીક્ષામાં નાપાસ થવાનો તણાવ જવાબદાર? ડો. યોગેન અંગે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તેઓ પરીક્ષાના પરિણામને લઈને તણાવમાં હતા. મૃતકે તાજેતરમાં જ પીજીના ત્રીજા વર્ષની એનાટોમી વિભાગની ફાઇનલ પરીક્ષા આપી હતી. ગત 18મી તારીખે આવેલા પરિણામમાં તેઓ નાપાસ થયા હતા. જો તેઓ પાસ થઈ ગયા હોત તો મેડિકલ કોલેજમાં પ્રોફેસર બની શક્યા હોત. પરીક્ષામાં નિષ્ફળતા મળતા તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હોવાની અને તેના કારણે જ જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પિતાએ નકારી પરીક્ષાના તણાવની વાત જોકે, પિતા દિલીપભાઈ પરીક્ષાના તણાવની વાત સાથે સહમત નથી. પિતાએ સ્પષ્ટ કર્યું કે, ભૂતકાળમાં તેને ક્યારેય એટીકેટી (KT) આવી નથી. એની લાસ્ટ ઈયરની એક્ઝામ હમણાં જ પૂરી થઈ હતી. કદાચ ખરાબ રિઝલ્ટ આવ્યું હોય એવું બની શકે, પણ એના લીધે મારો સન સુસાઇડ કરે એવું મને જરાય લાગતું નથી. આ પણ વાંચો: સુરત નવી સિવિલમાં દોઢ મહિનામાં બીજા ડોક્ટરનો આપઘાત CCTV ફૂટેજ બતાવવામાં હોસ્પિટલની આનાકાની દિલીપભાઈએ હોસ્પિટલ તંત્ર પર સીસીટીવી ફૂટેજ ન બતાવવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, હું સતત સીસીટીવી ફૂટેજ જોવા માંગુ છું જેથી ખબર પડે કે બપોરે 2 વાગ્યા પછી શું થયું હતું, પરંતુ તંત્ર કહી રહ્યું છે કે સીસીટીવીનું સંચાલન દિલ્હીની પ્રાઈવેટ કંપની કરે છે અને તેમને મેઇલ કર્યા બાદ જ ફૂટેજ મળશે. જો કેમેરા અહીં છે તો ફૂટેજ જોવામાં આટલી વાર કેમ લાગે? અંતમાં પિતાએ જણાવ્યું હતું કે, તેમના પુત્રનો સ્વભાવ એકદમ શાંત અને મળતાવડો હતો, જેની પુષ્ટિ તેના સ્ટુડન્ટ્સ અને સ્ટાફ પણ કરી શકે છે. તેમણે પોલીસ પાસે તટસ્થ તપાસ અને સત્ય ઘટના સામે લાવવાની ઉગ્ર માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    VHP-બજરંગ દળની ગરબા આયોજકો માટે 12 મુદ્દાની ગાઈડલાઈન:'સલીમ સુરેશ બની હિન્દુ દીકરીઓને ફસાવે છે, પ્રવેશ પર પ્રતિબંધ; બાઉન્સરથી લઈને કેટરર્સ હિન્દુ જ હોવા જોઈએ'
    Next Article
    વડોદરામાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન મકાનના ત્રીજા માળે આગ લાગી:યાકુતપુરા વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, પોલીસે મકાનમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment