Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ગણેશ વિસર્જન દરમિયાન ભાવુક દ્રશ્યો:બાપ્પાને વિદાય આપતી બાળકી રડી પડી, દિવ્યાંગ બાળકી માટે સ્વયંસેવકો દેવદૂત બન્યા

    7 hours ago

    નવસારીમાં અનંત ચૌદશના દિવસે ગણપતિ બાપ્પાને ભાવુક આંખો સાથે વિદાય અપાઈ. દસ દિવસની ભક્તિ પછી બાપ્પાની વિદાય વખતે કેટલાક હૃદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા, જેમાં એક નાની બાળકીનું હૈયું ભરાઈ આવ્યું. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. તેમાં એક માસૂમ બાળકી ટ્રકમાં બિરાજેલા બાપ્પાને વિદાય આપતી વખતે ધ્રુસકે-ધ્રુસકે રડી રહી છે. બાપ્પાની વિદાયનું દુઃખ તેના મનમાં છવાઈ ગયું. વિસર્જન માર્ગ પર એક દિવ્યાંગ બાળકીને ગણેશ દર્શન અને પ્રતિમા વિસર્જનની ઈચ્છા હતી. સ્વયંસેવકોએ તેની મદદ કરી. તેઓ બાળકીને વ્હીલચેર સાથે ઊંચકીને પૂર્ણા નદીના ઘાટ સુધી લઈ ગયા, જ્યાં તેણે જાતે બાપ્પાનું વિસર્જન કર્યું. પૂર્ણા નદી અને અન્ય જળાશયો પર હજારો ભક્તોએ 'ગણપતિ બાપ્પા મોરિયા' ના નાદ સાથે બાપ્પાને વિદાય આપી. પોલીસ અને સ્વયંસેવકોના સહયોગથી વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂરું થયું.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં નિવૃત્ત સરકારી કર્મીની દાતરડાંથી કરપીણ હત્યા:અવાવરૂ જગ્યાએ મોરને દાણા નાખતા હતા તે સમયે પ્રાણપંખેરું ઊડી ગયું; આરોપી ચોકીદારની અટકાયત
    Next Article
    How America Really Became Superpower | China

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment