Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપળામાં કરજણ નદી કિનારે કુત્રિમ તળાવોમાં ગણપતિ વિસર્જન:મૂર્તિઓ વધતા બે તળાવ બનાવાયા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

    10 hours ago

    રાજપીપળા શહેરમાં ભાદરવા સુદ ચૌદસના દિવસે ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે ગણપતિજીની પ્રતિમાઓનું મોડી રાત સુધી વિસર્જન કરાયું. ભક્તોએ ડીજે, ઢોલ-નગારાના તાલે બાપ્પાને ભાવભીની વિદાય આપી. પર્યાવરણનું ધ્યાન રાખીને તંત્ર દ્વારા કુત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરાઈ હતી. આ વર્ષે મૂર્તિઓ વધુ હોવાથી કરજણ નદી કિનારે બે કુત્રિમ તળાવ બનાવાયા હતા. એકમાં નાની અને બીજામાં મોટી મૂર્તિઓનું રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને તરવૈયાઓની ટીમોએ વિસર્જન કર્યું. શહેરમાં વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નર્મદા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. CCTV અને ડ્રોન કેમેરાથી સતત નજર રખાઈ હતી. ગણેશોત્સવ પૂરો થતા ભક્તોમાં ભાવુકતા જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    વેરાવળના વોર્ડ નં.2માં નગરસેવકની સ્વખર્ચે ફોગિંગ કામગીરી:મચ્છરજન્ય રોગચાળો અટકાવવા સરકારી શાળા બાદ રહેણાંક વિસ્તારોમાં પણ દવાનો છંટકાવ
    Next Article
    સોમનાથ ચોપાટી પર દરિયામાં ડૂબતા યુવકને બચાવાયો:ઉત્તરપ્રદેશનો 22 વર્ષીય શ્રમિક મોજામાં ખેંચાયો, પેટ્રોલિંગ ટીમે લાઇફ બોયથી જીવ બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment