Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના ચેકડેમમાં ચાર યુવકના ડૂબવાથી મોત:મોટા દેવળિયા ગણેશ વિસર્જન માટે લોકો કાંઠે પહોંચ્યા ત્યારે જાણ થઈ, સ્થાનિકોની મદદથી પોલીસે લાશ બહાર કાઢી

    7 hours ago

    અમરેલીના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે આવેલા ચેકડેમમાં નાહવા ગયેલા ચાર યુવકો પાણીમાં ડૂબી જતાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ એકસાથે ચાર યુવકોના મૃત્યુથી મોટા દેવળિયા સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સ્થાનિક તરવૈયાઓ અને બાબરા પોલીસની સંયુક્ત જહેમતથી ચારેય મૃતદેહ બહાર કઢાયા. કેવી રીતે સામે આવી ઘટના? ગામના ચેકડેમ ખાતે ચાર યુવકો નાહવા માટે ઉતર્યા હતા, જ્યાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. આ દરમિયાન ગણેશ વિસર્જન માટે ચેકડેમ પાસેથી પસાર થઈ રહેલા કેટલાક લોકોને કાંઠા પર યુવકોના કપડાં અવાવરૂ હાલતમાં પડેલા જોયા હતા. શંકા જતા તેમણે તાત્કાલિક બાબરા પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો અને સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ ચેકડેમમાંથી ચારેય યુવકોના શબ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોના નામ પોસ્ટમોર્ટમ માટે લાશો ખસેડાઈ લાઠી ડીવાયએસપી વિસ્મય માનસેતાએ કહ્યું, નાહવા પડવાથી ચારેય લોકોના ડૂબી જવાથી મોત થયા છે. મૃતકોના શબને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ગણેશ વિસર્જન દરમિયાન આ દુર્ઘટના નથી બની, પરંતુ તેઓ માત્ર નાહવા ગયા હોવાથી ડૂબી ગયા હતા. હાલ બાબરા પોલીસ દ્વારા આ માલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Narmada Hospital News | તાત્કાલિક સારવાર અને સચોટ CPRથી દર્દીનો જીવ બચ્યો | Patient | Gujarati News
    Next Article
    How America Became the World's Only Superpower | China

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment