Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ-બરૌની અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી મળી:ગુજરાત સહિત ચાર રાજ્યોને જોડતી નવી ત્રિ-સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ થશે

    12 hours ago

    ગુજરાતના મુસાફરો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવેએ ભુજ અને બરૌની વચ્ચે નવી ત્રિ-સાપ્તાહિક અમૃત ભારત એક્સપ્રેસ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ લાંબા અંતરની ટ્રેન સેવા ગુજરાતથી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ મુસાફરી કરતા લોકોને વધુ સુવિધા આપશે. આ નવી ટ્રેન લગભગ 2,532 કિલોમીટરનું અંતર કાપશે અને પશ્ચિમ ભારતને પૂર્વ ભારત સાથે સીધી રેલ કનેક્ટિવિટી આપશે. પ્રસ્તાવિત સમયપત્રક મુજબ, ટ્રેન નંબર 19427 ભુજથી સાંજે 5:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 4:05 વાગ્યે બરૌની પહોંચશે. ટ્રેન નંબર 19428 બરૌનીથી રાત્રે 11:55 વાગ્યે રવાના થઈ બીજા દિવસે બપોરે 1:15 વાગ્યે ભુજ પહોંચશે. આ સમયપત્રક લાંબા અંતરના મુસાફરોને રાત્રિ મુસાફરીનો વિકલ્પ પણ આપશે. ભુજથી બરૌની જતી અમૃત ભારત એક્સપ્રેસ સોમવાર, બુધવાર અને શનિવારે ચાલશે. બરૌનીથી ભુજ તરફની સેવા મંગળવાર, ગુરુવાર અને શનિવારે ચલાવવામાં આવશે. આમ, બંને દિશામાં અઠવાડિયામાં ત્રણ દિવસ ટ્રેન સેવા મળશે. આ ટ્રેનના રૂટમાં ઘણા મહત્વના શહેરો અને રેલવે જંક્શનનો સમાવેશ થાય છે. તેમાં સમાખિયાળી, અમદાવાદ, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર અને મથુરા જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હથરસ, બેરેલી, ઈજ્જતનગર, પીલીભીત, લખીમપુર, ગોંડા, ગોરખપુર, સિયાં, છપરા, હાજીપુર, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર જેવા સ્થળોએ પણ ટ્રેન ઊભી રહેશે. અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને આધુનિક સુવિધાઓ સાથે લાંબા અંતરની મુસાફરી માટે તૈયાર કરવામાં આવી રહી છે. ભુજ-બરૌની રૂટ પર આ નવી સેવા શરૂ થવાથી કચ્છના મુસાફરોને બિહાર અને ઉત્તર ભારતના અલગ-અલગ વિસ્તારો સુધી પહોંચવા માટે વધુ એક રેલ વિકલ્પ મળશે. ખાસ કરીને વેપાર, રોજગાર, શિક્ષણ અને પરિવારજનોને મળવા માટે લાંબા અંતરની મુસાફરી કરતા લોકો માટે આ સેવા ખૂબ કામની સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    ધરાસણા સ્મારક ખાતે 3.5 ટનથી વધુ કચરાનો નિકાલ:શિક્ષણ વિભાગની 22 ટીમોએ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો
    Next Article
    બેંક અને UPIનો ડબલ એટેક:મફત પેમેન્ટના દહાડા પૂરા?, વેપારીઓ પાસે ત્રણ રસ્તા, ચાની કીટલીથી કરિયાણા સુધી સપાટો, 21 હજાર કરોડનો ખેલ જાણો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment