Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં વાજતે ગાજતે શ્રીજીને વિદાય અપાઈ:ડીજે સાથે નીકળેલી શોભાયાત્રામાં ભક્તો ઉમટ્યા, શહેરમાં અનેક વિસ્તારોમાંથી યાત્રા નીકળી

    8 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શુક્રવારે બપોર પછી ગણપતિ દાદાને વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે બેન્ડવાજા અને ડીજે સાથે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભક્તોએ 'ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આના'ના નારા લગાવ્યા હતા. હિંમતનગર શહેરમાં વિનાયક મંદિર, બેરણા રોડ પર આવેલી યશસ્વી બંગ્લોઝ, મયુર વિલા, શક્તિનગર અને ઇન્દ્રનગર વિસ્તારની અનેક સોસાયટીઓમાં શુક્રવારે ગણેશ મહોત્સવ પૂરો થયા બાદ ગણપતિ દાદાને વાજતે ગાજતે વિદાય અપાઈ હતી. શહેરના વિવિધ માર્ગો પર અબીલ ગુલાલ ઉડાડીને ભક્તો 'ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ જલ્દી આના'ના નાદ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. હિંમતનગરના મહાવીરનગર, ટાવર ચોક અને બેરણા રોડ સહિતના વિસ્તારોમાં વિસર્જન યાત્રા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. હિંમતનગરના ગોકુલનગર રેલવે ફાટક પાસે આવેલા ઇન્દ્રનગર સીના કોમન પ્લોટમાં ગણેશ યુવક મંડળ દ્વારા સતત ચોથા વર્ષે 10 દિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું હતું. શુક્રવારે વાજતે ગાજતે પૂજન, અર્ચન અને આરતી કર્યા બાદ 'ગણપતિ બાપા મોરિયા'ના નાદ સાથે યુવકોએ ગણેશજીની પ્રતિમાને વાહનમાં મૂકી હતી. ત્યારબાદ વિસ્તારમાં ડીજે સાથે શોભાયાત્રા ફરી હતી અને હાથમતી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. હિંમતનગરના છાપરિયામાં આવેલા વિનાયકનગર વિસ્તારના અષ્ટ વિનાયક ગણપતિ મંદિર પરિસરમાં ગણેશ યુવક મંડળ દ્વારા સતત ૩૦મા વર્ષે ગણેશજીનું વાજતે ગાજતે સ્થાપન કરાયું હતું. ૧૦ દિવસ સુધી પૂજા-અર્ચના અને આરાધના કરવામાં આવી હતી. શુક્રવારે બપોરે પૂજન-અર્ચન કર્યા બાદ ગણેશજીનું ઉત્થાપન કરાયું હતું. ત્યારબાદ ડીજે સાથે નીકળેલી શોભાયાત્રા શહેરના ટાવર ચોક, નવા બજાર અને ગાંધી રોડ થઈને જૂના સિવિલ સર્કલ ખાતે પહોંચી હતી. ત્યાંથી પ્રતિમાને વિસર્જન માટે પ્રાંતિજ બોખમાં લઈ જવાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    લોડાઈમાં 1.75 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ:વિદ્યાર્થીઓને મળી આધુનિક શાળાની ભેટ, મંત્રી ત્રિકમભાઈ છાંગા રહ્યા હાજર
    Next Article
    સુરેન્દ્રનગર ITI દ્વારા 42 એપ્રેન્ટિસ અરજીઓ સ્વીકારી:મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ સેવાસેતુ કાર્યક્રમમાં ભલામણ કરાઈ, ત્વરિત નિકાલ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment