Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાણી પરિવારે વિસર્જન પહેલાં લાલબાગચા રાજાના દર્શન કર્યા:પટોળામાં નીતા અંબાણીની સાદગી છલકાઈ, ભાણેજને તિલક લગાવવા અનંતને પાપડ વણવા પડ્યા

    2 days ago

    ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ અંબાણી પરિવારે લાલબાગચા રાજાના દર્શન કરી આશીર્વાદ લીધા. બિઝનેસમેન મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી, દીકરા અનંત અને વહાલી દોહિત્રી આદિયા તથા દોહિત્ર ક્રિષ્ના સાથે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અંબાણી પરિવારે બાપ્પાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. આ સમગ્ર દર્શન દરમિયાન નીતા અંબાણીનો રોયલ ગુજરાતી લુક અને બાળકો સાથેની તેમની પ્રેમભરી મસ્તી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. પટોળામાં ગુજરાતી શેઠાણીનો શાહી ઠાઠ ગણપતિ બાપ્પાના દર્શન દરમિયાન નીતા અંબાણીનો પરંપરાગત લુક ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. તેમણે ગુજરાતના અમૂલ્ય વારસા સમાન લાલ તથા ઘેરા કેસરી રંગના 'ડબલ ઇક્કત' વણાટવાળા પટોળાની પસંદગી કરી હતી. ગુજરાતી સીધા પલ્લુની શૈલીમાં પહેરેલા આ પટોળા સાથે તેમણે મેચિંગ ઘેરા લાલ રંગનું બ્લાઉઝ પેર-અપ કર્યું હતું. સાડી સાથે તેમણે ખાસ ડાયમંડ નેકલેસ પહેર્યો હતો, જેમાં ગણપતિ બાપ્પાની મનોહર આકૃતિ ઉપસેલી હતી, જેણે તેમના લુકને વધુ ભવ્ય બનાવ્યો. સાથે જ મેચિંગ ઇયરરિંગ્સ, હાથમાં પરંપરાગત લાલ કાચની બંગડીઓ અને પન્નાની (એમરાલ્ડ) વીંટી તેમના ક્લાસી લુકને સંપૂર્ણ બનાવતી હતી. વાળમાં ફૂલોથી સજાવેલા સુઘડ અંબોળાએ તેમની સુંદરતામાં વધારો કર્યો હતો. નાની અને મામા સાથે બાળકોની ક્યૂટ મસ્તી દર્શન દરમિયાન નીતા અંબાણીનું તેમની દીકરી ઈશા અંબાણીના બાળકો- આદિયા અને ક્રિષ્ના સાથે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું હતું. નીતા અંબાણીએ દોહિત્રી આદિયાને તેડીને બાપ્પાના ચરણોમાં નમન કરાવ્યા હતા, જ્યાં નાનકડી આદિયા પોતાના નાની સાથે સતત મસ્તીના મૂડમાં જોવા મળી હતી. ત્યારબાદ તેમણે દોહિત્ર ક્રિષ્નાને ખોળામાં લઈ મૂષક રાજ પાસે લઈ જઈને બાપ્પાની વાર્તા પણ સંભળાવી હતી. બીજી તરફ, અનંત અંબાણીનો એક ખૂબ જ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પોતાના ભાણેજ ક્રિષ્નાને પ્રેમથી પગે લગાડીને તિલક કરતા જોવા મળે છે. જોકે, ભાણી આદિયાને તિલક કરવા માટે મામા અનંતે ભારે મથામણ કરવી પડી હતી. નાનકડી આદિયા વારંવાર મામા સાથે રમત કરતી હતી અને તિલક લગાવવા દેતી નહોતી. બાળકોનો ક્યૂટ ટ્રેડિશનલ અવતાર નાની નીતા અંબાણીની જેમ જ નાનકડી આદિયા પણ ખૂબ જ આકર્ષક લુકમાં નજરે પડી હતી. તેણે પિંક કલરના લહેરિયા પ્રિન્ટનો કો-ઓર્ડ સેટ પહેર્યો હતો. તેના સાગર ચોટલામાં ગુલાબી રંગના ફૂલો ગૂંથેલા હતા. જ્યારે તેનો જોડિયા ભાઈ ક્રિષ્ના પણ વાદળી રંગના લહેરિયા પ્રિન્ટના કુર્તા-પાયજામામાં ક્યૂટ લાગી રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    PB Fintech Shares Under Pressure? Motilal Oswal Flags Regulatory Risk, Cuts Target Price — Read Report
    Next Article
    બોટાદમાં ધારાસભ્યની હાજરીમાં સેવા સેતુ કાર્યક્રમ:સરકારી હાઈસ્કૂલ ખાતે યોજાયો, 54 સેવાઓનો નાગરિકોએ લાભ લીધો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment