Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના નિઝામપુરામાં ઘર બહાર નીકળવું બન્યું જોખમી:રામનગર સોસાયટીમાં વૃદ્ધ મહિલાને વાંદરાએ બચકું ભર્યું, વન વિભાગે કર્યું રેસ્ક્યુ

    1 day ago

    વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં વાંદરાઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. રામનગર સોસાયટીમાં વાંદરાએ એક વૃદ્ધ મહિલાને બચકું ભરતાં સ્થાનિક રહિશોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ઘટનાને પગલે વિસ્તારમાં વાંદરાઓની વધતી અવરજવર અને લોકોની સુરક્ષાને લઈને ફરી સવાલો ઉભા થયા હતા. જેને પગલે વન વિભાગની ટીમ પહોંચી ગઈ હતી અને વાંદરાને રેસ્ક્યુ કરીને વન વિભાગ ખાતે લઈ જવાયો હતો. રહેણાંક વિસ્તારોમાં વાંદરાઓની રંજાડ વધતાં રહીશોમાં ફફડાટ વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટી વિસ્તારમાં વાંદરાઓના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન એક વૃદ્ધ મહિલાને વાંદરાએ બચકું ભર્યું હતું. ઘટનામાં મહિલાને ઈજા થતાં પરિવારજનો અને સ્થાનિક રહિશોમાં ચિંતા જોવા મળી હતી. નિઝામપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વાંદરાઓની અવરજવર વધવાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોસાયટી અને રહેણાંક વિસ્તારોમાં વાંદરાઓ ઘરોની આસપાસ તેમજ રસ્તાઓ પર જોવા મળતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. વાંદરાઓને કાયમી ધોરણે ખસેડવા સ્થાનિકોની માંગ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વાંદરાઓના કારણે બાળકો અને વૃદ્ધોને બહાર નીકળતી વખતે ખાસ સાવચેતી રાખવી પડે છે. વાંદરાઓ દ્વારા લોકો પર હુમલો કરવાની ઘટનાઓ બનતી હોવાથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી વાંદરાઓને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી રામનગર સોસાયટીમાં વૃદ્ધ મહિલાને વાંદરાએ બચકું ભરવાની ઘટનાને પગલે વન વિભાગની ટીમ તાત્કાલિક સોસાયટીમાં પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ વાંદરાને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને વન વિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો, જેથી સ્થાનિકોએ આંશિક રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં PGVCLએ 99 વીજચોરીના કેસ પકડ્યા:14 ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ, 50.56 લાખનો દંડ ફટકાર્યો
    Next Article
    અશાંત ધારા-પ્રોપર્ટી કાર્ડની સમસ્યાને લઈ કલેક્ટરને આવેદન:જોશીપુરા અને ખામધ્રોલ વિસ્તારના બિલ્ડરો અને મજૂર વર્ગે પ્રશ્નોના નિરાકરણની માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment