Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નખત્રાણા મેળામાં બખમલાખડો સ્પર્ધા, સુભાસપરના હનીફ ઈશાક પ્રથમ આવ્યા:વીરાણીના જત ખાલિદ બીજા, બીટીયારીના ઉમર ઈસ્માઈલ ત્રીજા; નગરપાલિકાએ રોકડ ઇનામ આપ્યા

    1 day ago

    નખત્રાણા તાલુકાના રામેશ્વર ખાતે યોજાયેલા રામદેવપીરના પરંપરાગત મેળાના અંતિમ દિવસે 'બખમલાખડો' સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કાર્યક્રમ વર્ષોથી મેળાની પરંપરાનો એક ભાગ છે. આ સ્પર્ધામાં અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના અલગ અલગ વિસ્તારોમાંથી મલીઓએ ભાગ લીધો હતો. તેમણે પોતાની કળા અને શક્તિનું પ્રદર્શન કર્યું હતું. પરંપરાગત માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રામદેવપીરના મેળાના ત્રીજા દિવસે યોજાયેલા બખમલાખડામાં મલીઓ વચ્ચે સારો મુકાબલો જોવા મળ્યો. લોકોએ ઉત્સાહથી તેમના પ્રદર્શનને જોયું. મેળામાં ધાર્મિક વાતાવરણ સાથે પરંપરાગત રમત અને લોકકળાનું પણ સુંદર મિશ્રણ હતું. સ્પર્ધાના અંતે વિજેતાઓની પસંદગી કરવામાં આવી. લખપત તાલુકાના સુભાસપરના હનીફ ઈશાક પ્રથમ આવ્યા. લખપતના વીરાણી ગામના જત ખાલિદને બીજો ક્રમ મળ્યો, જ્યારે અબડાસાના બીટીયારીના ઉમર ઈસ્માઈલ ત્રીજા સ્થાને રહ્યા. નખત્રાણા નગરપાલિકાએ વિજેતાઓને રોકડ ઇનામ આપી સન્માનિત કર્યા. પ્રથમ અને બીજા ક્રમના વિજેતાઓને રૂ. 1,500 મળ્યા, જ્યારે ત્રીજા ક્રમના વિજેતાને રૂ. 1,000નું ઇનામ આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ વસંત વાઘેલા, કારોબારી ચેરમેન સિંહ રાઠોડ, પૂર્વ સરપંચ ડાયાભાઈ સંઘાણી, કાઉન્સિલર ભાવિન ઠક્કર, અમિતભાઈ ગોસ્વામી, હાર્દિકભાઈ સોની, દેવાભાઈ રબારી, મનનભાઈ લુહાર, તાલુકા ભાજપના મહામંત્રી હરિસિંહભાઈ રાઠોડ, જીતુભા જાડેજા, પરેશભાઈ સાધુ, લાલજીભાઈ રામાણી તેમજ પીઆઈ એ.એમ. પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. નગરપાલિકાના પદાધિકારીઓ અને હાજર મહાનુભાવોના હસ્તે વિજેતાઓનું સન્માન કરાયું. મેળામાં બખમલાખડાની પરંપરાગત રમતને સારો પ્રતિસાદ મળતા લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં માર્ગ સલામતી 2026 અંતર્ગત બાઈક રેલી યોજાઈ:પોલીસ અને RTO દ્વારા ટ્રાફિક નિયમોના પાલનનો સંદેશ અપાયો
    Next Article
    Vote Chori Leads To Kanoon Chori: Rahul Gandhi Attacks BJP, Poll Body Chief

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment