Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરની શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાતો:બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, પુરવઠા વિભાગે ચણાનો ઉપયોગ ન કરવા સૂચના આપી

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજની સરકારી શાળામાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ મળતા મધ્યાહન ભોજનના અનાજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. શાળામાં કરાયેલા રિયાલિટી ચેક દરમિયાન ઘઉં અને ચણામાં જીવાતો જોવા મળી હોવાનો આક્ષેપ છે. ઉપરાંત રસોઈ માટેના તેલને ગરમ કરતાં તેમાં ફીણ વળતી હોવાનું પણ સામે આવ્યું હતું. ઘટનાને પગલે પુરવઠા વિભાગે જિલ્લાભરમાં ફાળવાયેલા ચણાનો ઉપયોગ ન કરવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. દુધરેજની શાળામાં અનાજમાં જીવાતો મળ્યાનો આક્ષેપ દુધરેજ પાસે આવેલી 120થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી સરકારી શાળા નં. 2માં ચાલુ મહિને ફાળવવામાં આવેલા ઘઉં અને ચણામાં ધનેરા તથા અન્ય જીવાતો જોવા મળી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ રસોઈ માટેના તેલને ગરમ કરતાં તેમાં ફીણ વળતી હોવાનું પણ સામે આવ્યું હતું. શાળાના આચાર્ય અને એસએમસી પ્રમુખ દ્વારા અગાઉ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ગુણવત્તામાં સુધારો ન થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી બહારથી અનાજ ખરીદાયું શાળાના આચાર્ય ચેતનભાઈ પાટડીયાના જણાવ્યા મુજબ પુરવઠા વિભાગ, મામલતદાર અને કલેક્ટર કચેરીમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં દર મહિને જીવાત અને ફૂગવાળું હલકી ગુણવત્તાનું અનાજ મળતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. બાળકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે મધ્યાહન ભોજનના કર્મચારીઓ પોતાના ખર્ચે સારું અનાજ ખરીદી રસોઈ બનાવી વિદ્યાર્થીઓને પીરસી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. માત્ર અનાજ બદલવાથી નહીં, જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ દુધરેજના રહીશ વિનોદભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે અનાજ અને રસોઈના માલસામાનની ગુણવત્તા અંગે પુરવઠા વિભાગનો સંપર્ક કરાતા તપાસ કરીને અનાજ બદલવાની વાત કરવામાં આવી છે. જોકે માત્ર અનાજ બદલી આપવાથી મામલો ઉકેલાઈ શકે નહીં અને બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા કોન્ટ્રાક્ટર અથવા જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરીને દાખલારૂપ કાર્યવાહી કરવાની માગ તેમણે કરી છે. ખરાબ અનાજનો ઉપયોગ ન કરવા અગાઉથી સૂચના છે: પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરે જણાવ્યું હતું કે તમામ મધ્યાહન ભોજન સંચાલકોને અગાઉથી જ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખરાબ કે સડેલું અનાજ બાળકોના ઉપયોગમાં લેવું નહીં અને આવી સ્થિતિ જણાય તો તાત્કાલિક જાણ કરવી. દુધરેજ શાળા નં. 2નો મામલો ધ્યાને આવતા તપાસ માટે ટીમ મોકલી આપવામાં આવી છે. તપાસમાં જથ્થો ખરાબ જણાશે તો તેને બદલવામાં આવશે. ઉપરાંત જથ્થો કઈ તારીખે, કયા બેચ નંબરથી અને કેવી રીતે ડિસ્પેચ થયો હતો તેની વિગતો મેળવી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. વાલીઓની કડક કાર્યવાહી કરવાની માગ વાલી ધીરજભાઈ મારૂએ જણાવ્યું હતું કે વાલીઓ બાળકોને સારું શિક્ષણ અને પૌષ્ટિક ભોજન મળે તે આશયથી સરકારી શાળામાં મોકલે છે, બીમાર પડવા માટે નહીં. જ્યારે જાગૃતીબેન પનારાએ બાળકોને સડેલું અનાજ આપવામાં આવતું હોવાની જાણથી ચિંતા વ્યક્ત કરી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. ઘટનાને પગલે શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને મધ્યાહન ભોજન માટે ફાળવાતા અનાજની ગુણવત્તા અંગે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરનો આપઘાત:કોઈ ધારદાર વસ્તુથી હાથની નસ કાપી લીધી, એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો
    Next Article
    વૃદ્ધ નિરાધારોને વાત્સલ્ય ટિફિન સેવા હેઠળ 25 ટિફિન અપાયા:જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ સહેલીએ ઘરે ઘરે પહોંચાડી સેવા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment