Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવક કારમાં બેઠો હતો ને પૂરપાટ ટ્રકે ગાડીને ઉડાવી:સિંગર મીરા આહીરના ભાઈ સહિત બેના મોત, રાજકોટના મોરબી રોડ પર ત્રિપલ અકસ્માત

    2 days ago

    રાજકોટના મોરબી રોડ પર 23 સપ્ટેમ્બરની રાત્રે 9:30 વાગ્યા આસપાસ ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં હડાળા ગામ નજીક વિશાલ ચાની હોટલ પાસે પૂરપાટ ઝડપે આવતા ટ્રકે સાઇડમાં પાર્ક કરેલી સ્વિફ્ટ કાર અને રિક્ષાને અડફેટે લીધી હતી. આ ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો અને બાદમાં ટંકારા નજીક ટ્રક મૂકી પોતે ફરાર થઈ ગયો હતો. કુવાડવા પોલીસે ટ્રક કબજે કરી બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો છે. અકસ્માતની ઘટના બાદની 3 તસવીરો રિક્ષામાં મોરબી જતાં પુત્રની નજર સામે પિતાનું મોત અકસ્માતમાં ભાવનગર રોડ પર રહેતા 45 વર્ષીય અજિઝશાહ જીલુશાહ શાહમદાર અને બેડી ગામે રહેતા 20 વર્ષીય કાનો હુંબલ નામના વ્યક્તિનું મોત નિપજ્યા છે. અજિઝશાહ પોતાના પુત્ર સાથે રિક્ષામાં મોરબી ખાતે ઉર્સમાં જતા હતા. અજિઝશાહના પત્ની બે દિવસ પિયરમાં હોવાથી આખો પરિવાર પરત રાજકોટ ફરવાનો હતો. જોકે, પિતા-પુત્ર મોરબી પહોંચે તે પહેલાં પુત્રની નજર સામે પિતાનું મોત થયું છે. સિંગર મીરા આહીરનો ભાઈ મિત્રો સાથે આંટો મારવા નીકળ્યો હતો જ્યારે કાનો હુંબલ નામનો 20 વર્ષીય યુવાન માધાપર ગામ નજીક રહેતો હતો અને તે સૌરાષ્ટ્રના જાણીતા લોકગાયિકા મીરા આહીર સહિત પાંચ બહેનોનો એકનો એક ભાઈ હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે રાત્રિના તે પોતાના મિત્રો સાથે આંટો મારવા અને ચા પીવા માટે નીકળ્યો હતો. હાલ 5 બહેનોએ એકના એક ભાઈને ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Video: Sindhi Seyal Pav, But With A Croissant? Indian Mom Creates Unusual Combination
    Next Article
    આ છે રિયલ લાઇફ ‘દંગલ’ ગર્લ:વડોદરાની રિક્ષાચાલકની દીકરીએ તુર્કીમાં ડંકો વગાડ્યો, ઇન્ટરનેશનલ કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment