Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ગણેશોત્સવ: મન્નતના રાજા અને ચા સમ્રાટના દર્શને ભક્તોની ભીડ:દૂર-દૂરથી ઉમટી રહ્યા છે શ્રદ્ધાળુઓ, સ્વયંસેવકો સંભાળી રહ્યા છે વ્યવસ્થા

    22 hours ago

    વલસાડ શહેરમાં ગણેશોત્સવને કારણે ભક્તિમય માહોલ છે. અહીંના રેલવે યાર્ડમાં બિરાજમાન 'શ્રી સાર્વજનિક ગણેશ મંડળ-મન્નતના રાજા' અને પોલીસ હેડ ક્વાર્ટર્સ રોડ પરના 'વલસાડ ચા સમ્રાટ'ના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. દિવસભર બંને સ્થળોએ ગણપતિ દાદાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. વલસાડ રેલવે યાર્ડમાં બિરાજતા 'મન્નતના રાજા' ભક્તોની મનોકામના પૂરી કરનારા ગણેશજી તરીકે જિલ્લામાં શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે. આ મંડળની સ્થાપના વર્ષ 1955માં થઈ હતી. ગણેશોત્સવ-2026 દરમિયાન મંડળને 71 વર્ષ પૂરા થયા છે. વર્ષોથી અહીં ગણપતિ દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ભક્તો મન્નતના રાજાના દર્શન કરીને પોતાની મનોકામના પૂરી થાય તેવી પ્રાર્થના કરે છે. વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર્સ રોડ પર સાંઈ બાબા મંદિર નજીક બિરાજમાન 'વલસાડ ચા સમ્રાટ' પણ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર છે. ક્રિએટિવ ગ્રુપ સાર્વજનિક ગણેશ ઉત્સવ દ્વારા વર્ષ 1988માં આ ગણેશોત્સવ શરૂ કરાયો હતો. વર્ષ 2026માં આ આયોજનને 38 વર્ષ પૂરા થયા છે. દર વર્ષે નવી-નવી થીમ સાથે મોટા પાયે આયોજન કરાય છે. આ કારણે અહીં ગણપતિના દર્શન માટે દૂર-દૂરથી લોકો આવે છે. અગાઉ પશુપતિનાથ મંદિર જેવી થીમ પણ આકર્ષણનું કેન્દ્ર બની ચૂકી છે. મન્નતના રાજા અને ચા સમ્રાટના દર્શન માટે ભક્તોની સંખ્યા વધતા મંડળના સ્વયંસેવકો વ્યવસ્થા સંભાળી રહ્યા છે. ભક્તોને શાંતિથી દર્શન કરાવાય છે. ભીડને કાબૂમાં રાખવા સ્વયંસેવકો સતત કામ કરે છે. ભક્તો પણ ગણપતિ દાદાના દર્શન કરી પોતાની મનોકામના માટે પ્રાર્થના કર્યા પછી શાંતિથી પાછા ફરે છે. ગણેશોત્સવ દરમિયાન વલસાડના આ બંને ગણેશ મંડળોમાં જોવા મળતો ભક્તિમય માહોલ શહેરના ગણેશોત્સવની ખાસ ઓળખ બની ગયો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 31.92 લાખના ખર્ચે સોલાર ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ:સદભાવ હોસ્પિટલ ચાર રસ્તા પર C-DAC WiTraC ટેકનોલોજી આધારિત સિગ્નલ લાગશે
    Next Article
    'Take Wife's Name If Caught': Son Told Hitmen Before UP Businessman's Murder

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment