Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઈક સ્ટાર્ટ કરનાર પેટ્રોલપંપ કર્મીને ચંદન રાઠોડે થેંક્યુ કહ્યું હતું:મોતની થોડી મિનિટ પહેલાં પેટ્રોલ પૂરાવ્યું, મોટરસાઈકલ ઉપર બેસી ધક્કા માર્યા, પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું

    2 days ago

    17 સપ્ટેમ્બરે ગુજ્જુ લવ ગુરુએ વીડિયો બનાવીને એક ગંભીર વાતને રમૂજી અંદાજમાં કહી હતી. જોકે, આ વાત તેમના માટે સાચી પડી હતી. વિલેજ બોય ટીમ સાથે શૂટિંગ બાદ પરત ફરતાં તેમને કાળ ભેટી ગયો હતો. જોકે, આ પહેલા તેમણે એક પેટ્રોલપંપ પર પોતાની બાઈકમાં પેટ્રોલ પૂરાવ્યું હતું. મોઢે રૂમાલ બાંધેલો હોવાથી પેટ્રોલ પૂરનાર કર્મચારી ઓળખી શક્યો ન હતો. જ્યારે તે રોડ તરફ આગળ વધ્યા ત્યારે બાઈક બંધ પડી ગયું હતું. ઉપર બેસીને ધક્કા મારી લાંબા પગલે રોડ બાજુ ગયા હતા. આ જોઈ બીજા પંપકર્મીએ બાઈક સ્ટાર્ટ કરી આપ્યું હતું. જો, બાઈક ચાલુ ન થયું હોત તો કદાચ ગુજ્જુ લવ ગુરુ આજે હયાત હોત. બાઈક ચાલુ કરી દેનારને ચંદને થેંકયુ કહ્યું હતું. એટલું જ નહીં સાથે એક વીડિયો બનાવવાનો વાયદો પણ કર્યો હતો. ત્યારે દિવ્યભાસ્કરે આ બંને પેટ્રોલપંપ કર્મીઓ સાથે વાતચીત કરીને હતી અને છેલ્લા એક સપ્તાહથી ગૂંચવાયેલા એ છેલ્લી વાતને આપ સમક્ષ લાવ્યા છીએ. 3 તસવીરમાં ગુજ્જુ લવ ગુરૂની છેલ્લી મિનિટોનું વર્ણન કીક મારી બાઈક ચાલુ કરી દીધી વિષ્ણુ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજ્જુ લવ ગુરુ પેટ્રોલ પુરાવવા માટે આપણા પેટ્રોલ પંપ પર આવ્યા હતા. પેટ્રોલ ભરાવ્યા બાદ તેમણે બાઈક સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાઈક ચાલુ ન થવાથી તેઓ તેને ધસડીને થોડે દૂર લઈ ગયા હતા. મેં તેમનું બાઈક ચાલુ કરી આપ્યું હતું, ત્યારબાદ મને ખબર પડી કે તેઓ સોશિયલ મીડિયા પર જાણીતા 'ગુજ્જુ લવ ગુરુ' છે. તેમણે મારો આભાર માન્યો હતો અને વીડિયો બનાવવાની વાત પણ કરી હતી, પરંતુ મોડું થતું હોવાથી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. પેટ્રોલનું ફોન-પે પર પેમેન્ટ કર્યુ નરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ગુજ્જુ લવ ગુરુ તે દિવસે અમારા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા આવ્યા હતા. તેમણે રૂ. 200નું પેટ્રોલ ભરાવી ફોન-પે દ્વારા પેમેન્ટ કર્યું હતું. ત્યાંથી નીકળતી વખતે તેમણે બાઈક સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો પણ તે ચાલુ ન થયું, એટલે મેં અન્ય વ્યક્તિને મોકલીને બાઈક ચાલુ કરાવ્યું હતું અને તેઓ રવાના થઈ ગયા હતા. તે સમયે મને ખબર નહોતી કે તેઓ ગુજ્જુ લવ ગુરુ છે, પરંતુ બાદમાં સોશિયલ મીડિયાની ચર્ચા અને સીસીટીવી ફૂટેજ જોયા પછી મને આખી વાતની જાણ થઈ. અકસ્માત સ્થળે આજે પણ અકસ્માતના પૂરાવા 17મી સપ્ટેમ્બરે મોતનો માંચડો બાઈક પર બાંધીને બે બાઈકસવાર ભાભર જતાં હતા. હરિધામ આશ્રમ પાસે રોડ પર કોઈપણ રીતે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગુજ્જુ લવ ગુરુ ગંભીર રીતે ઘાયલ થઈને રોડ પર પડ્યા હતા. ત્યારે તેમની બાઈકને નુકસાન થયું હતું. આ બાઈકના આગળના ભાગના તૂટેલા અવશેષો અત્યારે પણ ઘટનાસ્થળે પડયાં છે. ત્યાં ગુજ્જુના ચપ્પલ પણ પડ્યા છે, તેમનો ગમછો પણ ત્યાં જ પડ્યો છે. જ્યારે મોતનો માંચડો બનેલો બાંધકામ માટે વપરાતો પાલખ પણ સાઈડમાં વાડમાં પડેલો છે. આ પણ વાંચો, ગુજ્જુ લવ ગુરૂના બાઈકને ટક્કર મારનાર સામે ગુનો દાખલ નોકરી છોડીને કોમેડીના ક્ષેત્રમાં આવ્યા ચંદન રાઠોડનું જીવન સંઘર્ષમય હતું. મિત્રોના જણાવ્યા મુજબ તેઓ શરૂઆતમાં મોરબી નોકરી કરવા ગયા હતા, પરંતુ ત્યાંથી પરત આવ્યા બાદ કંઈક અલગ કરવાની ઈચ્છા સાથે સોશિયલ મીડિયામાં સક્રિય થયા હતા. ધીમેધીમે કોમેડી વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને ‘ગુજ્જુ લવ ગુરૂ’ તરીકે તેમની ઓળખ ગુજરાતભરમાં બની હતી. તેમને ઈન્સ્ટાગ્રામ પર 18 લાખ ફોલોઅર્સ અને યુટ્યુબ પર 10 લાખ સબસ્ક્રાઈબર્સ છે. સામાન્ય પરિવારમાંથી સોશિયલ મીડિયા સુધીની સફર સુઈગામના સામાન્ય પરિવારમાંથી આવતા ચંદન રાઠોડે પોતાની આગવી પ્રતિભાના જોરે સોશિયલ મીડિયા પર અલગ ઓળખ ઉભી કરી હતી. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના માધ્યમથી તેમણે ગુજરાતી કોમેડી વીડિયો બનાવતા અને લોકોને હસાવતા હતા. ગ્રામ્ય વિસ્તારની વાવ-થરાદ અને બનાસકાંઠા પંથકની લોકબોલી તથા સ્થાનિક ભાષાશૈલી તેમની કોમેડીની ખાસિયત બની હતી.તેમની દેશી અને સરળ કોમેડી લોકોને ખૂબ પસંદ પડતી હતી. હાસ્યની સાથે તેઓ સમાજને સાચી દિશા આપતા અને વર્તમાન હકીકતોને લોકો સુધી પહોંચાડતા સંદેશસભર વીડિયો પણ બનાવતા હતા. જેના કારણે તેમની લોકપ્રિયતા માત્ર વાવ-થરાદ કે ઉત્તર ગુજરાત પૂરતી સીમિત ન રહી, પરંતુ સમગ્ર ગુજરાતમાં તેમના ચાહકો બન્યા હતા. ‘ગુજ્જુ લવ ગુરૂ’એ છેલ્લે પેટ્રોલ પૂરાવ્યું, જુઓ CCTV પોતાની આગવી કોમેડીથી ગુજરાતીઓના દિલમાં સ્થાન બનાવનાર ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડનું ભાભર નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થયું છે. શૂટિંગ પતાવી ઘરે પરત ફરતાં સમયે 17 સપ્ટેમ્બરે હરિધામ ગૌશાળા નજીક બાઇકને અકસ્માત નડતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે આ ઘટના બાદ સીસીટીવી સામે આવ્યા છે. જેમાં અકસ્માત નડ્યો હતો તે બાઈક પર મોતની ગણતરીની મિનિટો પહેલાં ચંદન રાઠોડ એક પેટ્રોલ પંપ પર છેલ્લીવાર પેટ્રોલ પૂરાવતા નજરે ચડ્યા હતા. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો) ગુજ્જુ લવ ગુરુની અંતિમ યાત્રામાં પરિવારનું હૈયાફાટ રુદન વાવ-થરાદ અને સુઈગામ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં પોતાની આગવી કોમેડીથી લોકોના દિલમાં સ્થાન બનાવનાર ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડનું ભાભર નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થયું છે. 17 સપ્ટેમ્બરે ભાભરની હરિધામ ગૌશાળા નજીક બાઇકને અકસ્માત નડતાં ચંદન રાઠોડનું મોત નીપજ્યું હતું. ઢળતી સાંજે ચંદનની અંતિમયાત્રા નીકળી હતી. ગામના સ્મશાનમાં અંતિમસંસ્કાર કરાયા હતા. અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ‘ગુજ્જુ લવ ગુરૂ’ને અંતિમ વિદાય આપતી વેળાએ સમગ્ર સુઈગામ ગમગીન બન્યું હતું. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    'Literal Face Of The Me Too Movement': Judge Sentences Harvey Weinstein To 15 Years
    Next Article
    Central Agency Search In Mohali Is Fresh Political Flashpoint In Punjab

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment