Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓલા, ઉબેર કે રેપિડો કરતા ભારત ટેક્સી પર ભાડું વધુ:રાઇડ બુક કરવા દબાણ કરાતું હોવાનો મુસાફરોનો આક્ષેપ, નિયમ મુજબ ભાડું ન આપતા ટેક્સી ચાલકોએ અન્ય એપ્લિકેશનનો કર્યો બહિષ્કાર

    1 day ago

    અમદાવાદ શહેરમાં ટેક્સી અને રિક્ષા ચાલકોએ ઓનલાઈન એપ્લિકેશનના વિરોધમાં 4 દિવસ સુધી બંધ પાળી હડતાલ પૂર્ણ કરી હતી. પરંતુ હડતાલ પૂર્ણ કર્યા બાદ ઓનલાઈન એપ્લિકેશનમાં ઓલા, ઉબેર અને રેપિડોની બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. તેમજ હવે મોટા ભાગના ટેક્સી અને રિક્ષા ચાલકો માત્ર ભારત ટેક્સી એપ પરથી ઓનલાઈન રાઇડ બુક કરાવી રહ્યા છે. પરંતુ કેટલાક મુસાફરો દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે અન્ય ઓનલાઈન એપ પર રાઈડ બુક કરાવ્યા બાદ તેને કેન્સલ કરીને ભારત ટેક્સી પર જ રાઇડ બુક કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જો કે ટેક્સી એસોસિએશન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત ટેક્સી સરકારના નિયમ મુજબ ભાડું આપતી હોવાથી અમે તેમાં પરથી અત્યારે રાઇડ બુક કરી રહ્યા છે. અન્ય ઓનલાઈન એપ્લિકેશન દ્વારા શોષણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર ચાલતા ટુ વ્હીલર બંધ કરવામાં આવે ટેક્સી અને રિક્ષા ચાલકો દ્વારા 7થી લઈને 10 સુપ્ટેમ્બર સુધી સંપૂર્ણ બંધનું એલાન પાળ્યું હતું. ઓનલાઈન એપ્લિકેશનમાં ગેરકાયદેસર ચાલતા ટુ વ્હીલર બંધ કરવામાં આવે અને સરકાર દ્વારા નક્કી કરેલા ભાડા વધારા મુજબ તમામ ઓનલાઈન એપ્લિકેશનમાં ભાડું આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પરંતુ 4 દિવસ સુધી બંધ રાખ્યા બાદ સરકાર દ્વારા કે ઓનલાઇન એપ્લિકેશન એટલે કે ઓલા, ઉબેર અને રેપિડો દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં આવી નહી. જેથી 11 સપ્ટેમ્બરથી ટેક્સી અને રિક્ષા યુનિયન દ્વારા ઓલા, ઉબેર અને રેપિડોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત ટેક્સી દ્વારા માંગણી સ્વીકારવામાં આવતા માત્ર તે એપ મારફતે જ રાઇડ બુક કરવામાં આવી રહી છે. રાઈડ બુક ટેક્સી ચાલકો દબાણ કરતા હોવાની ફરિયાદો પરંતુ મુસાફરો જ્યારે ઓલા, ઉબેર કે રેપિડો દ્વારા જે રાઇડ બુક કરાવે છે ત્યારે તેમના પર શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. મુસાફરોએ સોશીયલ મીડિયા મારફતે ભારત ટેક્સી પર રાઈડ બુક ટેક્સી ચાલકો દબાણ કરતા હોવાની ફરિયાદો કરી હતી. મુસાફરોનું માનવું છે કે ભારત ટેક્સી પર ભાડું વધુ બતાવવામાં આવે છે ત્યારે અન્ય ઓનલાઈન એપ્લિકેશન પર ભાડું ઓછું બતાવવામાં આવે છે જેથી તે ભારત ટેક્સી પર રાઈડ બુક કરવાનું ઓછું પંસદ કરે છે. તો મુસાફરોની સાથે સાથે જે ટેક્સી ચાલકો ભારત ટેક્સી સિવાય અન્ય ઓનલાઈન એપ્લિકેશન મારફતે રાઇડ બુક કરાવે છે તેમને પણ હેરાન કરવામાં આવતા હોવાના વીડિયો સામે આવ્યા છે. ભારત ટેક્સી પર 505થી 547 રૂપિયા ભાડું દિવ્ય ભાસ્કર દ્વારા પણ ગોતાથી અમદાવાદ એરપોર્ટ સુધીની ઉબેર પર રાઈડ બુક કરી ત્યારે પણ ભારત ટેક્સી પર પણ ભાડું વધારે બતાવવામાં આવતું હતું. ઉબેર એપ્લિકેશન પર ગોતાથી અમદાવાદ એરપોર્ટ સુધીનું રીક્ષાનું ભાડું 343 રૂપિયા બતાવતું હતું જ્યારે તે જ સ્થળનું ભાડું ભારત ટેક્સી પર 384 રૂપિયા ભાડું બતાવવામાં આવ્યું હતું. તો ઉબેર પર ટેક્સીનું ભાડું 407 રૂપિયા અને ભારત ટેક્સી પર 505થી 547 રૂપિયા ભાડું બતાવવામાં આવ્યું હતું. જેથી કહી શકાય કે અન્ય ઓનલાઇન એપ્લિકેશન કરતા ભારત ટેક્સી અંદાજે 100 રૂપિયા જેટલું ભાડું વધારે બતાવવામાં આવે છે. જેથી મુસાફરો ભારત ટેક્સીના બદલે અન્ય ઓનલાઇન એપ્લિકેશન પર રાઈડ બુક કરાવે છે. ઓલા, ઉબેર અને રેપિડો દ્વારા 8થી 10 રૂપિયા જ પ્રતિ કિલોમીટર ભાડું દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ટેક્સી ચાલક એસોસિએશને જણાવ્યું હતું કે, ભારત ટેક્સી પર સરકાર દ્વારા નિયમ મુજબ ભાડું આપવામાં આવે છે. જ્યારે અન્ય ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સરકારના નિયમ મુજબ વધારા સાથેનું ભાડું આપવામાં આવતું નથી. જેથી મુસાફરોને ભારત ટેક્સી પર ભાડું વધારે લાગે છે. ઓલા, ઉબેર અને રેપિડો દ્વારા 8થી 10 રૂપિયા જ પ્રતિ કિલોમીટર ભાડું આપીને શોષણ કરવામાં આવે છે. જેથી અમે લોકોને ભારત ટેક્સી પર જ રાઇડ બુક કહી રહ્યા છીએ કોઈ દબાણ કરવામાં આવતું નથી. અન્ય ઓનલાઈન એપ્લિકેશન માર્કેટમાં ટકી રહેવા માટે ઓછું ભાડું રાખે છે જેથી તેનું નુકશાન અમને થઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ટ્રાફિક પોલીસે અડચણરૂપ પાર્કિંગ અને લારીઓ હટાવી:4 ગુના દાખલ કરી વાહનચાલકો પાસેથી ₹10,500નો દંડ વસૂલ્યો
    Next Article
    Vivo X500 Ultra Launch Timeline Confirmed

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment