Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તોપો સામે તલવારોથી લડાયેલું ઐતિહાસિક હાઈફા યુદ્ધ:ઇઝરાયલને મુક્ત કરાવવામાં ભાવનગરના મહારાજાના ઘોડેસવારોનું અદભુત શૌર્ય, જાણો કેમ ઉજવાય છે 'હાઈફા ડે'?

    2 days ago

    23 સપ્ટેમ્બર, 1918ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લડાયેલું હાઈફાનું યુદ્ધ સૈન્ય ઇતિહાસની સૌથી અદ્ભુત અને વીરતાપૂર્ણ ઘોડેસવાર લડાઈઓ પૈકીની એક ગણાય છે. હાલ ઇઝરાયેલમાં આવેલા મહત્વના હાઈફા શહેરને ઓટોમન અને જર્મન સેનાના કબ્જામાંથી મુક્ત કરાવવામાં ભારતના દેશી રજવાડાંઓની સેના '15th Cavalry Brigade' એ અપ્રતિમ સાહસ અને પરાક્રમ દર્શાવ્યું હતું. ભાવનગર ઇમ્પિરિયલ સર્વિસ લાન્સર્સનું મોટું યોગદાન આ બ્રિગેડમાં જોધપુર, મૈસૂર અને ભાવનગર રાજ્યની ટુકડીઓ સામેલ હતી, જેમાં ભાવનગરના તત્કાલીન મહારાજા ભાવસિંહજી (બીજા) દ્વારા મોકલવામાં આવેલ 'ભાવનગર ઇમ્પિરિયલ સર્વિસ લાન્સર્સ' એ અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. માઉન્ટ કાર્મેલ પહાડ પરથી આધુનિક મશીનગન અને તોપોથી સજ્જ તુર્કી સેના સામે જોધપુર અને મૈસૂર લાન્સર્સે માત્ર ભાલા અને તલવારોથી જોરદાર હુમલો કર્યો હતો. તે સમયે ભાવનગર લાન્સર્સે રિઝર્વ ફોર્સ તરીકે મોરચો સંભાળીને સપ્લાય લાઇન અવિરત જાળવી રાખી હતી અને યુદ્ધ ક્ષેત્રે દારૂગોળો પહોંચાડવાની મહત્વપૂર્ણ જવાબદારી બખૂબી નિભાવી હતી. હાઇફા પોર્ટ અને રેલવે લાઇનને ભાવનગરના દળોએ સુરક્ષિત કર્યા યુદ્ધમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતીય બ્રિગેડે આશરે 1350 તુર્કી અને જર્મન સૈનિકોને યુદ્ધકેદી બનાવી લીધા હતા. ભાવનગર લાન્સર્સે આ તમામ કેદીઓની કસ્ટડી સંભાળીને હાઇફા શહેરની અંદર લોખંડી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. આ ઉપરાંત હાઇફા બંદર અને મહત્વપૂર્ણ રેલવે લાઇન સુધી પહોંચીને સમગ્ર વ્યૂહાત્મક વિસ્તારને કબજે કરવામાં અને સુરક્ષિત રાખવામાં ભાવનગરના જવાનોએ આગળ વધીને મુખ્ય ભાગ ભજવ્યો હતો. દસ્તાવેજોમાં ભાવનગરના શૌર્યની અમર છાપ ભાવનગર લાન્સર્સના આ શૌર્યના અનેક વૈશ્વિક અને સત્તાવાર સરકારી દસ્તાવેજી પુરાવાઓ મોજૂદ છે. દિલ્હીના પ્રસિદ્ધ 'તીન મૂર્તિ હાઇફા ચોક' પર આવેલી તકતીઓમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, આ સ્મારક Jodhpur, Mysore, અને Bhavnagar Imperial Service Lancers ના વીરોની સ્મૃતિમાં સ્થાપિત કરાયું છે. યુનાઇટેડ કિંગડમની નેશનલ આર્કાઇવ્ઝમાં સાચવેલી 15th Imperial Service Cavalry Brigade ની Official War Diary મુજબ ભાવનગર લાન્સર્સે સમગ્ર પેલેસ્ટાઇન કેમ્પેઇન અને હાઇફા વિજયમાં બ્રિગેડને મજબૂત લોજિસ્ટિક્સ અને રિઝર્વ કવર પૂરું પાડ્યું હતું. કોમનવેલ્થ વોર ગ્રેવ્ઝ કમિશનના મેમોરિયલ રેકોર્ડ્સ અને 'The Historical Record of the Imperial Service Troops' પુસ્તક અનુસાર, મહારાજા રાઉલ ભાવસિંહજી (બીજા) એ પોતાની સ્ટેટ ફોર્સિસ બ્રિટિશ-ઇન્ડિયન આર્મીના સહયોગ માટે મિડલ ઇસ્ટ મોકલી ઇતિહાસ રચ્યો હતો. દર વર્ષે 23 સપ્ટેમ્બરે દેશ નમે છે વીરોની શહાદત સામે સમગ્ર વિશ્વના સૈન્ય ઇતિહાસમાં આ લડાઈને છેલ્લી સફળ હોર્સ-કેવેલરી ચાર્જ લડાઈ માનવામાં આવે છે. ભારતીય સેના દ્વારા દર વર્ષે 23 સપ્ટેમ્બરના દિવસને ગૌરવપૂર્વક 'હાઇફા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, જેમાં જોધપુર, મૈસૂર અને ભાવનગરના વીર શૂરવીરોની અપ્રતિમ બહાદુરી, શહાદત અને બલિદાનને ભાવપૂર્વક નમન કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    સારોલી શ્યામ સંગિની માર્કેટમાં આગકાંડ:ભૂલનું ભાન થતાં ત્રણ ભગવાન પાસે માફી માંગી આવ્યો, આરોપીનો કરાશે ગેટ એનાલિસિસ ટેસ્ટ
    Next Article
    દાહોદમાં કલેક્ટરે લોકોના પડતર પ્રશ્નો સાંભળ્યા:અધિકારીઓને સમયમર્યાદામાં ઝડપી અને નિયમાનુસાર નિકાલ લાવવા કડક સૂચનાઓ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment