Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણી ભરેલા ગરનાળાએ બે યુવકોનો ભોગ લીધો:હિંમતનગરના કાંકરોલમાં ગરનાળાની દીવાલે બાઈક અથડાતાં યુવક અંદર ખાબક્યો; મિત્રને બચાવવા જતાં બીજો યુવક પણ ડૂબ્યો

    1 day ago

    સાબરકાંઠાના હિંમતનગર નજીક કાંકરોલ પાસે ગત રાત્રે 1.30 વાગ્યે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. શામળાજી નેશનલ હાઈવે 48 પર ગરનાળાની દીવાલ સાથે બાઈક અથડાતાં એક યુવક પાણીમાં ખાબક્યો હતો. તેને બચાવવા ગયેલો પાછળ આવતો બીજો મિત્ર પણ પાણીમાં ડૂબી ગયો હતો. આ કરૂણ દુર્ઘટનામાં ગામડી ગામના બંને આશાસ્પદ યુવકોના સ્થળ પર જ નીપજેલા મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. ગરનાળાની દીવાલે બાઈક અથડાઈ હતી હિંમતનગરના ગામડી ગામના 32 વર્ષીય અજયસિંહ પરમાર અને 25 વર્ષીય ભરતસિંહ પરમાર અલગ બાઈક પર જાદર મેળામાં જવા નીકળ્યા હતા. રસ્તામાં કાંકરોલ પાસે અજયસિંહની બાઈક ગરનાળાની દીવાલ સાથે જોરદાર અથડાઈ હતી. આ અથડામણના કારણે અજયસિંહ ઉછળીને સીધા ગરનાળામાં ભરાયેલાં ઊંડા પાણીમાં જઈ પડ્યા હતા. મિત્રને બચાવવાના પ્રયાસમાં બીજા મિત્રનું પણ મોત પાછળ પોતાની બાઈક પર આવતા ભરતસિંહે આ અકસ્માત નજરોનજર જોયો હતો. તેમણે તુરંત પોતાની બાઈક ઊભી રાખી અજયસિંહને બચાવવા પાણીમાં છલાંગ લગાવી હતી. કમનસીબે પાણીનું ઊંડાણ વધારે હોવાથી બંને યુવકો ગરનાળાના પાણીમાં ડૂબી ગયા હતા અને તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઘટનાની જાણ થતાં જ હિંમતનગર એ ડિવિઝન પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ટીમ મંગળવારે રાત્રે 1.30 વાગ્યે સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યુ ટીમે ગરનાળામાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમની આગળની પ્રક્રિયા માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમની કામગીરી એ ડિવિઝન પોલીસે આ અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. બુધવારે સવારે સિવિલ હોસ્પિટલ ખાતે ઇન્ક્વેસ્ટ ભરીને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે ટેકનિકલ અને પ્રત્યક્ષદર્શીઓના આધારે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. તંત્રની બેદરકારી અંગે સ્થાનિકનો આક્રોશ કાંકરોલ ગામના ઉપ સરપંચ બીરેન પટેલે જણાવ્યું કે ગરનાળા નીચે મોટા ખાડાના કારણે 6 મહિના સુધી પાણી ભરાઈ રહે છે. આ પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વિસ્તારમાં રોગચાળાનો ભારે ઉપદ્રવ પણ ફેલાય છે. ગત રાત્રે આ જ ભરાયેલા પાણીના ખાડામાં પડેલા અકસ્માતે બે નિર્દોષ યુવકોનો ભોગ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં MS યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ શરૂ:161 વિદ્યાર્થીઓને 202 ગોલ્ડ મેડલ, 12,600 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત
    Next Article
    Lady Shri Ram College Shifts Classes To Virtual Mode After Minor's Rape In Astha Kunj Park

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment