Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીરાબાઈને એશિયન ગેમ્સમાં પ્રથમ વખત મેડલ, સિલ્વર જીત્યો:ઓલિમ્પિક, કોમનવેલ્થ, વર્લ્ડ ચેમ્પિયનશિપ સહિત તમામ મોટી ટુર્નામેન્ટમાં મેડલ જીત્યા; મનુ મેડલ ચૂકી

    1 day ago

    ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. તેઓ મહિલાઓની 49 kg કેટેગરીમાં 198 kg સાથે બીજા સ્થાને રહ્યાં. મીરાબાઈએ સ્નેચમાં 87 અને ક્લીન એન્ડ જર્કમાં 111 kg વજન ઉઠાવ્યું. બુધવારે ગેમ્સના ચોથા દિવસે ભારતને 4 મેડલ મળ્યા. તેમાંથી 2 મેડલ શોટગન શૂટિંગના સ્કીટ ઇવેન્ટમાં આવ્યા. જ્યારે એક સોફ્ટ ટેનિસમાં મળ્યો. તેમાં જય મીણાએ બ્રોન્ઝ જીત્યો. શોટગન શૂટિંગના મહિલા સ્કીટ ટીમ ઇવેન્ટમાં રાયજા ઢિલ્લોં, પરિનાઝ ધાલીવાલ અને માહેશ્વરી ચૌહાણની ત્રિપુટી 331 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહી. પુરુષ ઇવેન્ટમાં અનંતજીત સિંહ નારુકા, મેરાજ અહમદ ખાન અને ભવતેગ સિંહ ગિલે શૂટ-ઓફમાં કઝાકિસ્તાનને હરાવીને બ્રોન્ઝ જીત્યો. જોકે, મનુ ભાકર મહિલા 10 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં 5મા સ્થાને રહી. આ જ કેટેગરીના ટીમ ઇવેન્ટમાં ભારત નજીવા અંતરથી મેડલ જીતી શક્યું નહીં. મનુએ ફાઇનલમાં 181.1 પોઇન્ટ મેળવ્યા. ટાઈ હોવા છતાં ભારત બ્રોન્ઝથી ચૂકી ગયું એશિયન ગેમ્સ શૂટિંગમાં ઈન્ડિવિજ્યુઅલ ક્વોલિફિકેશન રાઉન્ડ ટીમ ઈવેન્ટનો મેડલ રાઉન્ડ પણ હોય છે. ભારતની ત્રણેય ખેલાડીઓ મનુ, ઈશા અને સુરુચિએ મળીને કુલ 1719 પોઈન્ટ મેળવ્યા. આ ત્રીજા સ્થાને રહેલી વિયેતનામની ટીમના પોઈન્ટ્સ જેટલા જ છે. તેમ છતાં ભારત બ્રોન્ઝથી ચૂકી ગયું. બે ટીમોનો સ્કોર સરખો રહે ત્યારે વધુ પરફેક્ટ 10ની સંખ્યાના આધારે વિજેતાનો નિર્ણય થાય છે. વિયેતનામની શૂટર્સે કુલ 46 પરફેક્ટ 10 ફટકાર્યા હતા. જ્યારે ભારતીય શૂટર્સે માત્ર 44 પરફેક્ટ 10 ફટકાર્યા હતા. ચીને 1735 અંકો સાથે ગોલ્ડ અને સાઉથ કોરિયાએ 1730 પોઈન્ટ્સ સાથે સિલ્વર જીત્યો. વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ બાદ જ્ઞાનેશ્વરી સવારે 10 વાગ્યે મહિલાઓની 49 કિગ્રા કેટેગરીની મેડલ ઇવેન્ટ યોજાશે. મીરાબાઈ ચાનૂ તેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે મહિલાઓની 53 કિગ્રા કેટેગરીની મેડલ ઇવેન્ટ યોજાશે. જ્ઞાનેશ્વરી યાદવ તેમાં ભાગ લેશે.
    Click here to Read More
    Previous Article
    हाईवे से सटे हरियाणा के इस शहर में 1 करोड़ वाली जमीन अब 10 करोड़ की, प्राइम लोकेशन, बाईपास भी नजदीक
    Next Article
    રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં MS યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ શરૂ:161 વિદ્યાર્થીઓને 202 ગોલ્ડ મેડલ, 12,600 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment