Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લદ્દાખમાં નેપાળ જેવી પૂરની શક્યતા:ગ્લેશિયર સરોવરમાંથી પાણી લીક થઈ રહ્યું છે, દબાણ વધશે તો સરોવર તોડીને પાણી બહાર કાઢીશું

    8 hours ago

    લદ્દાખના સૌથી મોટા દ્રાંગ-દ્રુંગ ગ્લેશિયરના મુખ પર બનેલા તળાવમાંથી પાણીનું લીકેજ શરૂ થઈ ગયું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તળાવ ઝડપથી વિસ્તર્યું છે. આ સ્થિતિમાં વાડિયા હિમાલય ભૂવિજ્ઞાન સંસ્થાનના વૈજ્ઞાનિકો જાંસ્કરમાં ગ્લેશિયરની નજીક જ કેમ્પ કરીને તેના પર સતત નજર રાખી રહ્યા છે. વૈજ્ઞાનિકો તળાવમાં પાણીનું પ્રમાણ, ઊંડાઈ અને ગ્લેશિયર પીગળવાની ઝડપ પર રિયલ ટાઇમ દેખરેખ રાખી રહ્યા છે. પાણી વધવાથી તળાવ પરનું દબાણ ખતરનાક સ્તરે પહોંચે તો તેને સુરક્ષિત રીતે તોડીને વધારાનું પાણી બહાર કાઢવાની પણ તૈયારી છે. નેપાળમાં તાજેતરમાં આવેલી આપત્તિ બાદ હિમાલયી વિસ્તારમાં આવેલી સંવેદનશીલ ગ્લેશિયર સરોવરોની દેખરેખ વધુ સઘન કરવામાં આવી છે. લગભગ 24 કિમી લાંબા દ્રાંગ-દ્રુંગ ગ્લેશિયર પાછળ હટવાથી તેના મુખ પર આ પ્રો-ગ્લેશિયર તળાવ બન્યું છે. 2017માં તેનું ક્ષેત્રફળ આશરે 16.62 હેક્ટર હતું, જે 2023માં વધીને 39.1 હેક્ટર થઈ ગયું. 2010 પછી બનેલું તળાવ અભ્યાસો અનુસાર, 2010 પછી ગ્લેશિયર પાછળ હટવાથી બનેલી ઊંડી જગ્યામાં પીગળેલા બરફનું પાણી એકઠું થવા લાગ્યું અને તળાવ બની ગયું. 2021ના બાથિમેટ્રી સર્વેમાં 5 હજારથી વધુ બિંદુઓ પર માપ લેવામાં આવ્યું હતું. ત્યારે તળાવનું જળ-આયતન 1.8 લાખ ઘન મીટર મળી આવ્યું હતું. સરેરાશ ઊંડાઈ 1.91 મીટર અને મહત્તમ ઊંડાઈ 3.85 મીટર હતી. 1971થી 2017 વચ્ચે ગ્લેશિયર 13.84% ઘટ્યો અને તેનો આગળનો ભાગ 925 મીટર પાછળ ખસી ગયો. લદ્દાખ અને દ્રંગ-દ્રુંગ ગ્લેશિયર પર અસર લદ્દાખનું દ્રંગ-દ્રુંગ ગ્લેશિયર ઝડપથી સંકોચાઈ રહ્યું છે, જેના કારણે તેના મુખ પાસે પાણી એકઠું થઈને એક મોટું અસ્થિર સરોવર બની ગયું છે. આ સરોવર નબળા પથ્થરો અને કાટમાળના સહારે ટકેલું છે, જેના કારણે તેના તૂટી પડવાનો ભય સતત રહે છે. આ ઉપરાંત બરફ પીગળવાથી સ્થાનિક નદીપ્રણાલી અને જીવજંતુઓના કુદરતી સંતુલન પર પણ ખરાબ અસર પડી રહી છે. લદ્દાખ જેવા ઠંડા રણમાં લોકોનું જીવન સંપૂર્ણપણે ગ્લેશિયરમાંથી પીગળતા પાણી પર નિર્ભર છે. હમણાં તો બરફ ઝડપથી પીગળવાને કારણે નદીઓમાં પાણી વધુ દેખાઈ શકે છે, પરંતુ થોડાં વર્ષો પછી જ્યારે બરફ ઓછો થઈ જશે ત્યારે ગંભીર દુષ્કાળ પડી શકે છે. આથી સ્થાનિક ખેતી, પીવાના પાણી અને વીજળી પરિયોજનાઓ માટે પાણીની ભારે અછત સર્જાશે.
    Click here to Read More
    Previous Article
    ટૂથપેસ્ટ, સાબુ અને શેમ્પૂ પર લાલ-લીલા નિશાન લગાવવું જરૂરી:જોઈને ખબર પડશે કે પ્રોડક્ટ શાકાહારી છે કે નહીં; નિયમનું ઉલ્લંઘન કરવા પર એક વર્ષની સજા
    Next Article
    ગણેશજીના અન્નકૂટમાં મૂષકજીએ લાડવો ચાખ્યો:જામનગરના જલાની જાર-ચોક્સી ફળીના પંડાલમાં શ્રદ્ધા સાથેનો અનોખો પ્રસંગ વિડીયોમાં કેદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment