Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એચ. એ. કોલેજમાં ટ્રાફિક નિયમો અને અકસ્માત રોકવા માટે વક્તવ્ય:પ્રિન્સિપાલ સંજય વકીલે હેલ્મેટ, સીટ બેલ્ટના મહત્વ પર ભાર મૂક્યો

    10 hours ago

    ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમેર્સના એન. એસ. એસ. તથા એન. સી. સી. વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમો અંતર્ગત સલામતી કેવી રીતે રાખવી તે સંદર્ભે એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે, ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ ન બાંધવો અને બાઈક ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવું જોખમી સાબિત થયું છે. તાજેતરના એક સર્વે મુજબ, ૧૦ માંથી ૮ લોકોના અકસ્માતમાં મોત થવાનું મુખ્ય કારણ હેલ્મેટ ન પહેરવું હતું. વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો અથવા ખાવાનું ખાવું પણ તમારા ડ્રાઈવિંગ પર અસર કરે છે. સતત ડ્રાઈવિંગ કરવું પણ જોખમી છે. દર બે થી ત્રણ કલાકના ડ્રાઈવિંગ પછી વીસ મિનિટનો આરામ લેવો ખૂબ જ જરૂરી છે. હાઈવે પર ડ્રાઈવિંગ કરતી વખતે સિગ્નલ, ઈન્ડિકેટર્સ અને સાઈડ ગ્લાસનો ઉપયોગ સલામતી જાળવે છે. વાહનની સ્પીડ મધ્યમ રાખવી જરૂરી છે જેથી વાહનને નિયંત્રિત કરી શકાય. સમયાંતરે વાહનની સર્વિસ કરાવી તેને સંપૂર્ણ ફીટ રાખવાથી સુરક્ષિત અને આત્મવિશ્વાસપૂર્ણ ડ્રાઈવિંગ કરી શકાય છે. વાહનને ક્યારેય રોંગ સાઈડ ચલાવવું નહીં અને ફૂટપાથ પર ચલાવતી વખતે રાહદારીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાને કારણે દેશમાં અકસ્માતોથી હજારો લોકોના મૃત્યુ થાય છે. માત્ર સલામતી અને સાવચેતી રાખીને ડ્રાઈવિંગ કરવાથી અકસ્માતોથી બચી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    23 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 5ના જાતકો માટે આજનો દિવસ શુભફળદાયી રહેશે, અંક 7ના જાતકોને ભાગ્યનો સાથ મળશે
    Next Article
    LJIMBA માં એનિમિયા મુક્ત કેમ્પસ માટે વિદ્યાર્થિનીઓનું સ્ક્રીનિંગ:Red Cross ના સહયોગથી કાઉન્સેલિંગ અને જાગૃતિ સેશનનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment