Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીનું પીપળીધામ હવે ‘રામદેવપીર પીઠ' તરીકે ઓળખાશે:મહંત વાસુદેવ મહારાજનો જગતગુરુ તરીકે પદ અભિષેક; ભક્તે સોનાની પાઘડી અર્પણ કરી, ભવ્ય ધાર્મિક મહોત્સવ યોજાયો

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળી ગામે આવેલું અને આસ્થાનું કેન્દ્ર પીપળીધામ હવેથી વિધિવત રીતે “રામદેવપીર પીઠ” (રામદેવાચાર્ય સ્વામી વાસુદેવાચાર્યજી મહારાજ આચાર્ય પીઠ) તરીકે ઓળખાશે. રામદેવપીર બાપાના નેજા આનંદ મહોત્સવ પ્રસંગે ભાદરવા સુદ દશમના પવિત્ર દિવસે આ વિધિવત પદ અભિષેક સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શેષ મઠ પશ્ચિમ પીઠાધીશ્વર જગતગુરુ રામાનંદાચાર્યજી (પાલી, રાજસ્થાન)ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં દેશભરના વિવિધ અખાડાના સાધુ-સંતો, જગતગુરુઓ, અખાડા પરિષદના અધ્યક્ષ અને હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સનાતન ધર્મની નિઃસ્વાર્થ સેવા અને સ્મરણની પરંપરાને આગળ ધપાવવા બદલ પીપળીધામના મહંત ભક્તરાજ વાસુદેવ મહારાજને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ‘જગતગુરુ મહામંડલેશ્વર શંકરાચાર્ય’ અને ‘અનંત શ્રી’ પદથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. અખાડાના સંતો દ્વારા તેમને વિધિવત રીતે “જગતગુરુ રામદેવાચાર્ય” નામ આપવાની ઘોષણા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન એક વક્તાએ જણાવ્યુ હતું કે, ભક્તરાજનું પદ મોટું હોય છે, પણ તેની આગળ 'અનંત શ્રી વિભૂષિત'નું પદ આવે છે. તેમણે 'શ્રી'નો અર્થ સમજાવતા કહ્યું કે, શ્રી એટલે લક્ષ્મી, વૈભવ અને 6 પ્રકારના ઐશ્વર્યનો સમન્વય. સંતો, દેવો, ગુરુઓ, મહાપુરુષો, બ્રાહ્મણો અને અતિથિઓની હાજરીમાં પૂજ્ય બાપુને આપવામાં આવેલું આ પદ અનંત ઐશ્વર્યનું પ્રતીક છે. આ ઉત્સવ દરમિયાન એક શ્રદ્ધાળુ ભક્તે જગતગુરુ રામદેવાચાર્ય મહારાજને સોનાની પાઘડી પહેરાવીને તેમનું બહુમાન કર્યું હતું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પીપળીધામ ખાતે આવી પહોંચ્યા હતા. ઉપસ્થિત સંતોએ મહંત વાસુદેવદાસજી મહારાજને આચાર્ય પીઠ પર બિરાજમાન થવા બદલ શુભકામનાઓ પાઠવી હતી અને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ હંમેશાં સૌ પર રહે તેવી પ્રાર્થના કરી હતી. નવું પદ અને સન્માન મળવા બદલ સંતે આભાર માનતા કહ્યું કે, ગુરુમહારાજ અને બાપાની કૃપા વિના આ પદ કે કાર્ય શક્ય નહોતું. તેમણે ગુજરાતના તમામ ધર્મપ્રેમી, સંતપ્રેમી અને ગુરુપ્રેમી ભક્તો તથા પરિસરના સેવક પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પદ અભિષેક સમારોહ બાદ યોજાયેલી ધર્મસભામાં ભક્તોએ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા અને સૌ પ્રત્યે રાજીપો વ્યક્ત કરી ‘જય સિયારામ’ના નાદ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ એરપોર્ટના નવા ડાયરેક્ટર ડી.કે.સિંઘ:આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરાવવી સૌથી મોટો પડકાર, 13 ઓક્ટોબરે ચાર્જ સંભાળશે
    Next Article
    ભાવનગર રેલવે મંડલ તહેવારોમાં ભીડ અને સુરક્ષા માટે સજ્જ:નવરાત્રી, દિવાળી અને છઠ પૂજા માટે ખાસ વ્યવસ્થા; PA સિસ્ટમથી માહિતી મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment