Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કચ્ચા બદામ ગર્લ' સીતા બનતા હોબાળો:અંજલી અરોરાએ ટ્રોલર્સને જવાબ આપ્યો, દેવ શર્માએ કહ્યું- 'ટ્રોલિંગની ખૂબ ગંભીર અસર થાય છે'

    7 hours ago

    અંજલી અરોરા હાલમાં ફિલ્મ ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’માં સીતાનું પાત્ર ભજવવાને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં તેના લુક અને પાત્રની પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યાં છે. તેનું કારણ તેની જૂની સોશિયલ મીડિયા છબી, ખાસ કરીને ‘કચ્ચા બદામ’ ગીત પર વાયરલ થયેલી તેની ડાન્સિંગ રીલ્સ છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અંજલીએ ટ્રોલિંગ અને પોતાની જૂની છબી વિશે વાત કરી. બીજી તરફ શ્રીરામનું પાત્ર ભજવી રહેલા દેવ શર્માએ કહ્યું કે, કોઈ વ્યક્તિએ કરેલા કામની અસર તેના સમગ્ર જીવન પર પડી શકે છે. ‘કચ્ચા બદામ’વાળી છબીને લઈને અંજલી ટ્રોલ થઈ રહી છે અંજલી અરોરાએ સોશિયલ મીડિયા પર ડાન્સિંગ રીલ્સથી ઓળખ બનાવી હતી. ખાસ કરીને ‘કચ્ચા બાદામ’ ગીત પરનો તેનો ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થયો હતો. ત્યારબાદ તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે ઓળખાવા લાગી હતી. બાદમાં તેણે રિયાલિટી શો ‘લૉક અપ સીઝન 1’માં ભાગ લીધો હતો. હવે જ્યારે તે ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’માં સીતાનું પાત્ર ભજવી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર તેની જૂની તસવીરો અને વીડિયોને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો તેની ગ્લેમરસ અને બિન્દાસ સોશિયલ મીડિયા છબીની તુલના સીતાના પાત્ર સાથે કરી રહ્યા છે. આ જ કારણસર તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સે પ્રશ્ન ઉઠાવ્યો કે ડાન્સિંગ અને ગ્લેમરસ છબી માટે જાણીતી અંજલી સીતા જેવા પવિત્ર પાત્રને કેવી રીતે ભજવી શકે. કેટલાક કમેન્ટ્સમાં તેને ‘કચ્ચા બાદામ ગર્લ’ કહીને ટ્રોલ કરવામાં આવી, તો કેટલાક યુઝર્સે લખ્યું કે, ‘સીતાના રોલમાં શૂર્પણખા’. અંજલીએ કહ્યું- ‘એ મારી આખી જિંદગી નથી’ ટ્રોલિંગને લઈને અંજલીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, લોકોને કોઈને જજ કરવાનો અધિકાર છે, પરંતુ કોઈનું જૂનું જીવન તેની સંપૂર્ણ ઓળખ ન હોઈ શકે. તેણે કહ્યું, 'લોકોનું કામ જજ કરવાનું છે અને તેમને તેનો અધિકાર છે. જે બાબતો છે, તે છે જ. આપણે કોઈપણ બાબતને આપણા જીવનનો એક ભાગ કહી શકીએ, પરંતુ તે આપણું સંપૂર્ણ જીવન નથી હોતું.' અંજલીએ કહ્યું કે, જો લોકો તેને જૂની સોશિયલ મીડિયા ઇમેજ માટે યાદ કરે છે તો તે પણ ઠીક છે, પરંતુ તેણે આ સિવાય પણ ઘણું કામ કર્યું છે અને આગળ પણ કરવા માગે છે. તેના મતે, 'હું ઇચ્છું છું કે લોકો મારી પર્સનાલિટીને અલગ રાખીને આ સિનેમામાં મારા પાત્રને જુએ અને પછી જજ કરે.' ‘સીતા’ના પાત્રને લઈને અંજલીએ કરી તૈયારી સીતા પાત્ર મળતાં અંજલી પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે, શરૂઆતમાં તેના મનમાં પ્રશ્ન હતો કે તે આ પાત્ર કેવી રીતે ભજવી શકશે અને તેને જ સીતાની ભૂમિકા શા માટે આપવામાં આવી. ડિરેક્ટરના વિઝન અને વિશ્વાસ બાદ તેણે પોતાના પર કામ કરવાનું શરૂ કર્યું. શૂટિંગ દરમિયાન તેણે સીતાના પાત્રની અનેક બાબતો અપનાવવાનો પ્રયાસ કર્યો. અંજલીના મતે, સીતા તેના માટે ધૈર્ય, ત્યાગ અને સાદગીનું ઉદાહરણ છે. તેણે કહ્યું કે, મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં સીતાએ ધૈર્ય ગુમાવ્યું નહીં અને ગુસ્સામાં એવો નિર્ણય લીધો નહીં, જેના કારણે કોઈ અન્યને નુકસાન પહોંચે. ‘હું આજકાલની છોકરી છું, સીતાની સાથે મારી સરખામણી નહીં કરું’ જ્યારે અંજલીને પૂછવામાં આવ્યું કે સીતાના વ્યક્તિત્વ સાથે તેનામાં કેટલી સમાનતાઓ છે, ત્યારે તેણે પોતાની સરખામણી સીતાની સાથે કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. તેણે કહ્યું કે, તે આજની પેઢીની છોકરી છે અને તેના પોતાના વિચારો અને જીવનશૈલી છે. જોકે, તે પોતાના ધર્મ અને વિશ્વાસ સાથે જોડાયેલી છે. અંજલીએ કહ્યું કે, તેનો વિશ્વાસ છે કે જે તેનું છે, તે તેની પાસે ચોક્કસ આવશે અને જે તેનું નથી, તે નજીક આવીને પણ દૂર ચાલ્યું જશે. બાળકોને ધર્મ અને સંસ્કારો સાથે જોડવા જરૂરી અંજલી અરોરાએ આજની પેઢીના ઉછેરને લઈને પણ પોતાની વાત રજૂ કરી. તેણે કહ્યું કે, બાળકોને આધુનિક વિચારસરણી અને જીવનશૈલી સાથે આગળ વધવાની સ્વતંત્રતા મળવી જોઈએ, પરંતુ તેને પોતાના ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારોની જાણકારી હોવી પણ જરૂરી છે. અંજલીએ કહ્યું કે, તેના માતા-પિતાએ તેને પોતાના ધર્મ સાથે જોડાયેલા રહેવા અને સારા સંસ્કારો સાથે આગળ વધવાનું શીખવ્યું છે. તેનું માનવું છે કે, આજના માતા-પિતાએ પણ બાળકોને સમજાવવું જોઈએ કે તેઓ કઈ સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલા છે. તેણે કહ્યું કે, સંસ્કાર માણસના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વ્યક્તિ ગમે તેટલો આધુનિક કેમ ન બની જાય, તેના સંસ્કાર તેના વ્યક્તિત્વનો ભાગ બની રહે છે. અંજલીના મતે, માણસ દેશમાં રહે કે વિદેશમાં, કોઈપણ જગ્યાએ કામ કરે કે કોઈપણ પ્રકારનું જીવન જીવે, તેના સંસ્કાર હંમેશાં તેની સાથે રહે છે. તેથી બાળકોને બાળપણથી જ પરિવાર, ધર્મ, સંસ્કૃતિ અને સારા મૂલ્યો સાથે જોડવાનું જરૂરી છે. દેવ શર્મા બોલ્યા- ટ્રોલિંગ કોઈના જીવન પર અસર કરી શકે છે ફિલ્મમાં શ્રીરામની ભૂમિકા ભજવી રહેલા દેવ શર્માએ ટ્રોલિંગના મુદ્દે વાત કરી. તેણે કહ્યું કે, 'રામાયણમાંથી મળતી સૌથી મોટી શીખોમાંની એક એ છે કે માણસે પોતાના દરેક કામની અસર વિશે વિચારવું જોઈએ.' દેવે કહ્યું, 'ટ્રોલિંગ અથવા કોઈની મજાક ઉડાવવી ત્યારે થાય છે, જ્યારે આપણે તેના આફ્ટર ઇફેક્ટ્સને સમજતા નથી. આપણે તે સમયે કામ કરી નાખીએ છીએ, પરંતુ તેની અસર કોઈ વ્યક્તિના સમગ્ર જીવન પર પડી શકે છે.' તેણે કહ્યું કે, 'રામાયણ અને અન્ય ગ્રંથોની શીખ એ જ છે કે મનુષ્ય જાણતાં-અજાણતાં એવું કોઈ કામ ન કરે, જેનાથી કોઈ અન્ય વ્યક્તિનું જીવન પ્રભાવિત થાય.' શીલ વર્મા બોલ્યા- રામાયણને સુપરહીરો ફિલ્મની જેમ રજૂ કરવામાં આવી નથી ફિલ્મમાં લક્ષ્મણની ભૂમિકા ભજવી રહેલા શીલ વર્માએ જણાવ્યું કે, ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ને વધારે વીએફએક્સ અને ભવ્યતાના સહારે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. તેણે કહ્યું કે, 'નિર્માતાઓનું ધ્યાન રામાયણની વાર્તાને સરળતા અને મૂળ ભાવના સાથે રજૂ કરવા પર રહ્યું છે.' શીલના જણાવ્યા મુજબ, ફિલ્મને સુપરહીરો અથવા માર્વેલ જેવી ભવ્ય ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. તેણે કહ્યું કે, 'અમે સાદગી પીરસી રહ્યા છીએ. રામાયણને રામાયણની જેમ રજૂ કરી રહ્યા છીએ.' તેણે એ પણ કહ્યું કે, 'દર્શકોએ બાળપણથી જે રામાયણ જોઈ અને સાંભળી છે, ફિલ્મમાં તેની ઝલક ચોક્કસ જોવા મળશે.' તેના અનુસાર, ફિલ્મમાં વાર્તા અને પાત્રોની સાદગી જાળવી રાખીને તેને પડદા પર રજૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સના વુમન્સ ક્રિકેટમાં ભારતે હાઇએસ્ટ સ્કોર બનાવ્યો:શ્રીલંકાને 217 રનનો ટાર્ગેટ આપ્યો; મંધાનાએ 79, રિચાએ 49 અને શેફાલીએ 48 રન બનાવ્યા
    Next Article
    ડાયરેક્ટર, રાઈટર અને પ્રોડ્યુસર સુકુમારની એકતાનગર પહોંચ્યા:બેસ્ટ સ્ક્રિનપ્લે રાઈટરના પુરસ્કારથી સન્માનિત કરાશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment