Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહરુખ ખાન, ગૌરી અને સુહાના સાથે લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યા:એક્ટરને ગણપતિના ચરણ સ્પર્શ કરવાનું શીખવતી જોવા મળી મેનેજર; દુપટ્ટાથી લૂછ્યો પરસેવો

    2 days ago

    શાહરુખ ખાને ગણેશોત્સવના અવસરે મુંબઈના પ્રસિદ્ધ 'લાલબાગચા રાજા' પંડાલમાં પહોંચીને ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા. આ દરમિયાન તેમની સાથે પત્ની ગૌરી ખાન, પુત્રી સુહાના ખાન અને મેનેજર પૂજા દદલાણી પણ હાજર હતા. આ દરમિયાન શાહરુખને તેમની મેનેજર પૂજા દદલાણી ગણપતિના ચરણ સ્પર્શ કરવાની રીત શીખવતી જોવા મળી. ત્યાં જ, ગરમીને કારણે શાહરુખ મેનેજરના દુપટ્ટાથી પરસેવો લૂછતા જોવા મળ્યા. લાલબાગચા રાજાના દર્શન કર્યા બાદ શાહરુખ ટી-સિરીઝની ઓફિસમાં જઈને પણ ભગવાન ગણેશની પૂજા કરી. ભીડ વચ્ચે કડક સુરક્ષા હેઠળ દર્શન કર્યા લાલબાગચા રાજા પંડાલમાં શાહરુખ ખાન પહોંચતાં તેમને જોવા માટે ભારે ભીડ એકઠી થઈ ગઈ. ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. દર્શન દરમિયાન શાહરુખ વાદળી રંગના કુર્તામાં જોવા મળ્યા. ત્યાં તેમની પુત્રી સુહાના ખાન લીલા રંગના પરંપરાગત પરિધાનમાં અને પત્ની ગૌરી ખાન પીળા રંગના એથનિક આઉટફિટમાં જોવા મળ્યાં. ટી-સિરીઝ ઓફિસ પહોંચીને કરી ગણપતિ પૂજા લાલબાગચા રાજાનાં દર્શન કર્યા બાદ શાહરુખ ખાન મુંબઈ સ્થિત ટી-સિરીઝની ઓફિસે પણ પહોંચ્યા. અહીં તેમણે પોતાની મેનેજર પૂજા દદલાણી સાથે ગણેશ પૂજામાં ભાગ લીધો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં શાહરુખ બ્લેક ટ્રાઉઝર અને ચેક શર્ટ પહેરેલા જોવા મળી રહ્યા છે. તેમણે ગણપતિની પ્રતિમા સામે પ્રાર્થના કરી અને પ્રસાદ ગ્રહણ કર્યો. ઘરે પણ ગણેશોત્સવ ઉજવે છે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આયોજિત 'AskSRK' સેશન દરમિયાન શાહરુખ ખાને ચાહકો સાથે પોતાના ઘરના ગણેશોત્સવનો અનુભવ શેર કર્યો હતો. એક ચાહકના સવાલનો જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે તેમના ઘરે પત્ની ગૌરી આરતી અને પૂજા કરે છે. રાત્રે વિસર્જન કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે આ દરમિયાન બાળકો અને મિત્રો એકસાથે ભેગા થાય છે અને આ ખૂબ જ સાદો તથા પરિવાર સાથે સમય પસાર કરવાનો પ્રસંગ હોય છે. અંબાણી પરિવારના ગણેશોત્સવમાં પણ પહોંચ્યા આ પહેલાં મુંબઈમાં અંબાણી પરિવારના ઘર 'એન્ટિલિયા'માં આયોજિત ગણેશોત્સવમાં સામેલ થવા માટે શાહરુખ ખાન પહોંચ્યા હતા. ત્યાં શાહરુખ અને રણવીરે સાથે મળીને ગણપતિની આરતી કરી હતી. બંને કલાકારો નીતા અંબાણી સાથે ઊભા રહીને પૂજા-અર્ચનામાં સામેલ થયા હતા. સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરુખ ખાન ટૂંક સમયમાં નિર્દેશક સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝની આસપાસ 'અવેન્જર્સ: ડૂમ્સડે' અને 'ડ્યૂન્સ: પાર્ટ થ્રી' જેવી મોટી હોલિવૂડ ફિલ્મો પણ રિલીઝ થવાની છે.
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સમાં અમદાવાદની એલાવેનિલ-પાર્થ શૂટિંગની ફાઇનલમાં પહોંચ્યા:સોફ્ટ ટેનિસમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; સિંધુ બેડમિન્ટનમાં હારી
    Next Article
    ચીનનું AIમાં મોટું રોકાણ, પરંતુ અર્થવ્યવસ્થા નબળી:કાર અને મકાનોનું વેચાણ ઘટ્યું, યુવાનોમાં બેરોજગારી 18.9%

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment