Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એશિયન ગેમ્સમાં અમદાવાદની એલાવેનિલ-પાર્થ શૂટિંગની ફાઇનલમાં પહોંચ્યા:સેપકટકરામાં મલેશિયા સામે હાર્યું ભારત, પીવી સિંધુ પણ હાર્યા

    16 hours ago

    એશિયન ગેમ્સમાં મંગળવારે અમદાવાદમાં ઉછરેલી ઇલાવેનિલ વાલારિવાન અને પાર્થ માને 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતે ક્વોલિફિકેશનમાં બીજું સ્થાન મેળવ્યું. ફાઇનલમાં ભારતનો સામનો કોરિયા, ચીન અને વિયેતનામ સામે થશે. સિંધુ યામાગુચી સામે હાર્યાં, જાપાન ભારત સામે 1-0થી આગળ જાપાને એશિયન ગેમ્સની મહિલા બેડમિન્ટન ટીમની ક્વાર્ટર ફાઇનલમાં ભારત સામે 1-0ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ મુકાબલામાં અકાને યામાગુચીએ પીવી સિંધુને 23-21, 18-21, 21-11થી હરાવી હતી. સિંધુએ પ્રથમ ગેમ જીતીને સારી શરૂઆત કરી હતી, પરંતુ યામાગુચીએ ત્યારબાદની બંને ગેમ જીતી લીધી. સિંધુ પ્રથમ ગેમમાં 15-18થી પાછળ રહ્યા બાદ શાનદાર વાપસી કરી હતી. તેમણે લાંબી રેલીઓમાં સતત પોઈન્ટ મેળવ્યા અને સ્કોર 18-18થી બરાબર કરી દીધો. ત્યારબાદ બંને ખેલાડીઓ વચ્ચે કાંટેની ટક્કર થઈ અને સ્કોર 20-20 સુધી પહોંચ્યો. યામાગુચીને ગેમ પોઈન્ટ મળ્યો, પરંતુ તેમનો ક્રોસ-કોર્ટ ડ્રોપ શોટ નેટમાં જતો રહ્યો. સિંધુએ તેનો ફાયદો ઉઠાવ્યો અને 23-21થી ગેમ જીતીને મુકાબલામાં 1-0ની સરસાઈ મેળવી. બીજી ગેમમાં યામાગુચીએ વાપસી કરી. તેમણે 21-18થી ગેમ જીતીને મુકાબલો 1-1થી બરાબર કરી દીધો. નિર્ણાયક ત્રીજી ગેમમાં જાપાની ખેલાડીએ શરૂઆતથી જ દબાણ જાળવી રાખ્યું અને 21-11થી જીત નોંધાવી. આ જીત સાથે યામાગુચીએ ભારત સામેના ટીમ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનને 1-0ની સરસાઈ અપાવી. હવે ભારત માટે આગામી મુકાબલામાં જીત નોંધાવવી જરૂરી બનશે. સેપકટાકરામાં મલેશિયા સામે હાર્યું ભારત, હવે આગામી બંને મુકાબલા જીતવા જરૂરી એશિયન ગેમ્સની પુરુષ ટીમ રેગુની ગ્રુપ બીમાં ભારતને મલેશિયા સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો. મલેશિયાએ નિર્ણાયક ત્રીજી ગેમમાં 7-0ની સરસાઈ મેળવી. ભારતે વાપસી કરતાં સ્કોર 4-9 કર્યો, પરંતુ મલેશિયાએ સતત પોઈન્ટ મેળવીને ગેમ 15-5થી જીતી લીધી. મલેશિયાએ પ્રથમ ગેમ 15-13થી જીતી હતી. ભારતે બીજી ગેમમાં વાપસી કરી અને 15-11થી જીત મેળવીને મુકાબલો 1-1થી બરાબર કરી દીધો. આ પહેલાં ભારત ગ્રુપ બીની શરૂઆતની મેચમાં જાપાન સામે પણ 1-2થી હારી ચૂક્યું છે. હવે તેને ગ્રુપમાં ટકી રહેવા માટે પોતાની આગામી બંને મેચ જીતવી પડશે. ભારત પાસે 5 મેડલ જીતવાની તક ભારત પાસે 5 મેડલ જીતવાની તકો રહેશે. શરૂઆતના બે દિવસમાં ભારતે 6 મેડલ જીત્યા છે, પરંતુ હજુ સુધી ગોલ્ડ મેડલ મળ્યો નથી. ત્રીજા દિવસે શૂટિંગ, વુશુ અને કરાટેમાં સીધા મેડલની આશા રહેશે. જ્યારે બેડમિન્ટનમાં મહિલા અને પુરુષ બંને ટીમો ક્વાર્ટર ફાઇનલ રમશે. ભારત માટે દિવસની શરૂઆત વુશુ અને શૂટિંગથી થશે. ત્યારબાદ કરાટેમાં ચેતન ભટ્ટ પાસેથી આશા રહેશે. બેડમિન્ટનની બંને ક્વાર્ટર ફાઇનલ યોજાશે, જેમાં ભારતની મહિલા અને પુરુષ ટીમોનો સામનો જાપાન સામે છે. વુશુ: રોશિબિના દેવી અને આર્યનનો મુકાબલો કરાટે: ચેતન ભટ્ટ ગોલ્ડની રેસમાં બેડમિન્ટન: બંને ટીમોનો જાપાન સામે ક્વાર્ટરફાઇનલ ભારતની મહિલા અને પુરુષ બંને બેડમિન્ટન ટીમો સામે મંગળવારે જાપાનનો પડકાર હશે. મહિલા ટીમની ક્વાર્ટરફાઇનલ સવારે 6 વાગ્યે અને પુરુષ ટીમની ક્વાર્ટરફાઇનલ સવારે 11:30 વાગ્યે રમાશે. તરણ: 4x100 મીટર મેડલે રિલેથી ફાઇનલની તક સવારે 8:05 વાગ્યે ભારતીય પુરુષ ટીમ 4x100 મીટર મેડલે રિલેની હીટમાં ઉતરશે. ટીમમાં ઋષભ દાસ, આકાશ મણિ, બેનેડિક્શન રોહિત અને ધનુષ સુરેશનો સમાવેશ થાય છે. હીટમાંથી ક્વોલિફાય થવા પર બપોરે ફાઇનલ યોજાશે. આ ઉપરાંત આર્યન નેહરા પુરુષોની 1500 મીટર ફ્રીસ્ટાઇલ ફાઇનલ-બીમાં ઉતરશે. અહીં ભારતની સીધી મેડલની આશા રિલેની ફાઇનલમાં ક્વોલિફાય થયા બાદ ઊભી થશે. કબડ્ડી અને હોકીમાં પણ ભારતના મુકાબલા મેડલ ઉપરાંત અનેક ટીમ સ્પોર્ટ્સમાં ભારતના મુકાબલા થશે. સવારે 7:15 વાગ્યે પુરુષ કબડ્ડી ટીમ ગ્રુપ-એમાં દક્ષિણ કોરિયા સામે રમશે. સાંજે 3:30 વાગ્યે પુરુષ હોકી ટીમ પૂલ-બીના મુકાબલામાં શ્રીલંકા સામે રમશે. બોક્સિંગમાં બે મુકાબલા સવારે 9 વાગ્યે સાક્ષી ચૌધરી મહિલાઓના 51 કિગ્રા રાઉન્ડ ઑફ-32માં ફિલિપાઈન્સની આયરા વિલેગાસ સામે ટકરાશે. પુરુષોના 55 કિગ્રા વર્ગમાં જાદુમણિ સિંહનો મુકાબલો નેપાળના ચંદ્ર બહાદુર થાપા સાથે થશે. ફેન્સિંગમાં પણ ભારતીય ખેલાડીઓ મેદાનમાં ઉતરશે પુરુષ ફોયલમાં સચિન અને હેમાશ સિંહ સનાસમ મુકાબલો કરશે. મહિલા એપીમાં મિતવા ચૌધરી અને તાનિષ્કા ખત્રી ઉતરશે. ક્વોલિફાય કરનારા ખેલાડીઓ આગળ ક્વાર્ટરફાઈનલ, સેમિફાઈનલ અને ફાઈનલ સુધી પહોંચશે.
    Click here to Read More
    Previous Article
    એશિયન ગેમ્સ ફાઇનલમાં ભારત Vs શ્રીલંકા:શેવાલી વર્માએ ટૂર્નામેન્ટમાં 140 રન બનાવ્યા; વરસાદ પડ્યો તો ગોલ્ડ ઈન્ડિયાને મળશે
    Next Article
    North Korea Tests 'New-Type Weapon' Days After Missile Launch

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment