Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નુરમોહંમદી સોસાયટીમાં નાગરિકોને સાયબર છેતરપિંડીથી બચવા શીખવાડ્યું:પોલીસે ઓનલાઈન છેતરપિંડીથી બચવા અને ફરિયાદ કરવાની માહિતી આપી

    12 hours ago

    સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને નુરમોહંમદી સોસાયટીમાં સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા અને સાયબર ગુનાઓ અટકાવવાનો હતો. આ કાર્યક્રમ રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલીપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી યોજાયો હતો. સુરેન્દ્રનગર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાનીએ માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજાની ટીમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં લગભગ 80 નાગરિકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં નાગરિકોને સાયબર ક્રાઈમથી કેવી રીતે બચવું અને ઓનલાઈન છેતરપિંડીથી સાવચેત રહેવા માટે મહત્વની સલાહ આપવામાં આવી હતી. તેમને એ પણ જણાવવામાં આવ્યું કે જો કોઈ સાયબર ગુનાનો ભોગ બને, તો ફરિયાદ કરવામાં મોડું ન કરવું. તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી. આ જાગૃતિ કાર્યક્રમને સફળ બનાવવા માટે PI એ.બી. જાડેજા અને PSI યુ.બી. પટેલ સહિતના પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    નાનાપોંઢાની પ્રવૃતિ ગાંવિતે SGFIમાં બે સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું:વલસાડ જિલ્લા કક્ષાના શાળાકીય રમત ઉત્સવમાં 600 મીટર દોડ અને ચક્ર ફેંકમાં જીત મેળવી
    Next Article
    Ground Report | ખેડુતના સપના પર ફરી પાણી | લાલ પાણીની સજા | Weather Update | Prime Time News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment