Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુસ્તી ક્ષેત્રે ભાવનગરનું નામ વિશ્વભરમાં ગૂંજ્યું:તૂર્કીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં ભાવનગરના બુઢણા ગામની તાનિયાબેન બલોચે ગોલ્ડ મેડલ જીત્યો

    6 hours ago

    ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બુઢણા ગામની 15 વર્ષીય દીકરી તાનિયાબેન સિકંદરખાન બલોચે ફાઇનલમાં આર્જેન્ટિનાની ખેલાડીને માત આપીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે, વિશ્વના 30થી વધુ દેશોના ખેલાડીઓ વચ્ચે મેળવેલી આ ભવ્ય સિદ્ધિથી તાનિયાબેને સમગ્ર દેશ, ગુજરાત અને ભાવનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બુઢણા ગામની દીકરીએ આંતરરાષ્ટ્રીય ખેતરે નામ રોશન કર્યું છે, ગામની 15 વર્ષીય દીકરી તાનિયાબેન સિકંદરખાન બલોચે તૂર્કી દેશમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કરી સમગ્ર જિલ્લાનું તેમજ દેશનું નામ રોશન કર્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ એશિયા ગ્લોબલ ગ્રેપલિંગ સિરીઝ નામની આ પ્રતિષ્ઠિત કુસ્તી સ્પર્ધા તૂર્કીમાં યોજાઈ હતી, જેમાં વિશ્વના આશરે 30 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. અત્યંત કઠિન અને સ્પર્ધાત્મક માહોલ વચ્ચે તાનિયાબેને પોતાના દમદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સ્પર્ધાના ફાઇનલ મુકાબલામાં તાનિયાબેને આર્જેન્ટિના દેશની પ્રતિસ્પર્ધીને પરાજિત કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તેમની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર ભાવનગર જિલ્લો અને ગુજરાત માટે ગૌરવની બાબત બની છે. તાનિયાબેનની આ સફળતા બાદ જિલ્લાના આગેવાનો, રમતગમત ક્ષેત્રના જાણકારો તેમજ સ્થાનિક લોકોએ ખુશી વ્યક્ત કરી છે અને તેમને અભિનંદન પાઠવ્યા છે. અનેક લોકોએ તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી છે. આવી સિદ્ધિઓ યુવાઓને રમતગમત ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે તાનિયાબેનની આ જીત ખાસ કરીને દીકરીઓ માટે પ્રેરણારૂપ બની રહી છે, જે રમતગમતમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવા માટે ઉત્સાહિત કરે છે.
    Click here to Read More
    Previous Article
    CM Vijay London Event: Prakash Raj ने किया सीएम विजय का Support | Trisha Krishnan | Vijay's UK Trip
    Next Article
    હિંમતનગર નજીક સ્કોર્પિયોએ 7 પદયાત્રીઓને ઉલાળ્યાં, ટોળાએ ગાડી સળગાવી:હિટ એન્ડ રન સર્જી કારચાલક ભાગ્યો, SP સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment