Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલ ભીલવશી ગામે આદિવાસી પરિવારના ઘરે જમ્યા, ગામમાં સફાઈ કરી:ગરૂડેશ્વરના ભીલવશી ગામે રાત્રિ રોકાણ કરી ગ્રામજનો સાથે સંવાદ કર્યો; શિક્ષણ, વ્યસનમુક્તિ પર ભાર મૂક્યો

    6 hours ago

    રાજપીપળા: નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રથમ દિવસે રાત્રે ગરૂડેશ્વર તાલુકાના નવા ભીલવશી ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું. તેમણે ગામમાં એક આદિવાસી પરિવારના ઘરે પરિવારના સભ્યો સાથે સાદું ભોજન લીધું. રાજ્યપાલે ઝાડું પકડી સફાઈ કરીને ગામને સ્વચ્છ રાખવાનો સંદેશ પણ આપ્યો હતો. પ્રાથમિક શાળાના મેદાનમાં રાત્રિસભા યોજીને રાજ્યપાલે ગ્રામજનો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વ્યસનમુક્ત ગામ અને શિક્ષણ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ભીલવશી ગામમાં સારી સ્વચ્છતા જોવા મળી છે, પરંતુ તેને અન્ય ગામોથી અલગ અને આદર્શ ગામ બનાવવા માટે સૌએ એક થઈને ગામના વિકાસમાં ભાગ લેવો જોઈએ. રાજ્યપાલે ખાસ કરીને નવી પેઢીના ઘડતર અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે જો સંતાનો સંસ્કારી અને વ્યસનમુક્ત હશે, તો જ દેશની સંપત્તિ અને સમાજ સુરક્ષિત રહેશે. તેમણે વડીલોની આજ્ઞાનું પાલન કરવા અને વેદોમાં દર્શાવેલા પ્રાચીન સંસ્કારોના માર્ગે ચાલવા જણાવ્યું. આ ઉપરાંત, તેમણે પ્રાકૃતિક ખેતી કરવા, ગાયોનું જતન કરવા અને વન પર્યાવરણને બચાવવા પર પણ ભાર મૂક્યો. આ રાત્રિસભામાં જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, પ્રાંત અધિકારી પરસનજીત કૌર, ગ્રામ પંચાયતના સરપંચ ચંપાબેન તડવી, ગામના આગેવાન ભારતીબેન તડવી અને વીરસિંગભાઈ તડવી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Saudi Arabia पर Houthi Attack से बढ़ी चिंता, America ने जारी किया Alert! US Iran Conflict। Yamen
    Next Article
    સોમનાથ મંદિર, કોબા કમલમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:'અલ્લાહ હું અકબર, ખાલિસ્તાન'નો મેઈલમાં ઉલ્લેખ, પોલીસ-બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment