Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મણિપુરના કાંગપોકપીમાં પ્રદર્શનકારીઓએ નેશનલ હાઈવે ખોદી નાખ્યો:સુરક્ષા દળોના વાહનો પર પથ્થરો-પેટ્રોલ બોમ્બ ફેંક્યા; કુકી વોલન્ટિયર્સની અટકાયતનો વિરોધ

    6 hours ago

    મણિપુરના કાંગપોકપી જિલ્લામાં શનિવારની રાત્રે હિંસક પ્રદર્શનો થયા. પ્રદર્શનકારીઓએ મોતબુંગ અને આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ રોકી દીધા, ટાયર સળગાવ્યા અને વાહનો પર પથ્થરમારો કર્યો. આ લોકોએ નેશનલ હાઈવે-2 પણ ખોદી નાખ્યો, જેથી વાહનો આગળ ન વધી શકે. આ માર્ગ ઇમ્ફાલથી દીમાપુર સુધી જાય છે. જોકે સુરક્ષા દળોએ ભીડને હટાવવા માટે અનેક રાઉન્ડ ટિયર ગેસ છોડ્યા. આ લોકો ખોલેન ગામના 7 કુકી ગ્રામજનોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનો વિરોધ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં પ્રદર્શનકારીઓ વાહનો પર ગોળીબાર કરતા પણ જોવા મળ્યા. ન્યૂઝ એજન્સી PTI મુજબ, સુરક્ષા દળોએ બાદમાં 7 વિલેજ વોલન્ટિયર્સને મુક્ત કરી દીધા. ત્યારબાદ પ્રદર્શન સમાપ્ત થઈ ગયું. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. પ્રદર્શનની 2 તસવીરો… કુકી સંગઠને CRPFની કાર્યવાહીની નિંદા કરી કુકી સમુદાયના સર્વોચ્ચ સંગઠન કુકી ઈનપી મણિપુર (KIM)એ સાત ગ્રામજનોની અટકાયતની નિંદા કરી છે. સંગઠને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) પર અટકાયત કરવાનો આરોપ મૂક્યો છે. KIMએ નિવેદનમાં જણાવ્યું કે સશસ્ત્ર ઉપદ્રવીઓ દ્વારા કુકી મહિલાઓની હત્યા માટે જવાબદાર લોકો સામે સત્તાધિકારીઓએ પૂરતી કાર્યવાહી કરી નથી. તેના બદલે સ્થાનિક નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. સંગઠને અટકાયતને “કાયદાનો અમલ કરવામાં થયેલી ગંભીર નિષ્ફળતા” ગણાવી છે. KIMએ તાત્કાલિક કાર્યવાહી કરવાની અને જવાબદારી નક્કી કરવાની માગ કરી છે. KIMએ એવો પણ આરોપ મૂક્યો કે પોતાના અધિકારો અને સુરક્ષા માટે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા નાગરિકો પર સુરક્ષા દળોએ બળપ્રયોગ કર્યો. સંગઠને દાવો કર્યો કે ઘટના દરમિયાન ગોળીઓ ચલાવવામાં આવી અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી. મૈતેઈ સ્વયંસેવકોની મુક્તિની પણ માગ બીજી તરફ, કસ્ટડીમાં લેવામાં આવેલા કુકી વિલેજ વોલન્ટિયર્સની મુક્તિ બાદ કાકચિંગ જિલ્લાના એક મહિલા સંગઠને પ્રદર્શન કર્યું. લેંગમેઇડોંગ અપુનબા મીરા પૈબીએ લેંગમેઇડોંગમાં ધરણા કર્યા. સંગઠને તમામ ધરપકડ કરાયેલા મૈતેઈ વોલન્ટિયર્સને મુક્ત કરવાની માગ કરી. મણિપુરમાં 2023થી હિંસા, આ વર્ષે ફેબ્રુઆરીથી તણાવ વધ્યો મણિપુરમાં મૈતેઈ અને કુકી-જો સમુદાયો વચ્ચે 3 મે 2023ના રોજ હિંસા શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધી રાજ્યમાં તણાવની સ્થિતિ રહી છે. હિંસામાં અનેક લોકોનાં મોત થયા અને હજારો લોકો વિસ્થાપિત થયા. વચ્ચે-વચ્ચે ગોળીબાર, આગચંપી અને અથડામણોની ઘટનાઓ સામે આવતી રહી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉખરુલના લિટન ગામથી કુકી અને નાગા સમુદાયો વચ્ચે નવો તણાવ શરૂ થયો. ત્યારબાદ પહાડી વિસ્તારોમાં હિંસા વધતી ગઈ. સપ્ટેમ્બરમાં તામેંગલોંગ અને કાંગપોકપીમાં હત્યા, ગોળીબાર અને આગચંપીની ઘટનાઓ સામે આવી. સ્થાનિક સંગઠનોના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીથી અત્યાર સુધી આ સંઘર્ષમાં આશરે 40 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે મણિપુરમાં 3 મે 2023ના રોજ જાતિગત હિંસા શરૂ થયા બાદ ઓગસ્ટ સુધીમાં ઓછામાં ઓછા 306 લોકોનાં મોત થયાં છે, જ્યારે 49 લોકો હજુ પણ ગુમ છે.
    Click here to Read More
    Previous Article
    डिवाइडर से टकराकर जल उठी लग्जरी Volvo कार, जिंदा जल गए न्यूरोसर्जन जगदीश; बाहर नहीं निकल पाए
    Next Article
    રાજકોટમાં ડીજે આઇસરે કચડી નાખતાં બાઈકચાલકનું માથું છુંદાયું, CCTV:પારેવડી ચોક પાસે એક પછી એક 5 વાહનોને ટક્કર મારી, 2ને ઈજા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment