Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુણઘેર ખાતે 'વિકસિત ભારત' થીમ પર ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા:મંત્રી સ્વરૂપજી ઠાકોરે વિદ્યાર્થીઓને મોટા સપના જોવા અને સારા માણસ બનવાની શીખ આપી

    9 hours ago

    પાટણ જિલ્લાના કુણઘેર ખાતે શ્રી વીસા ઝારોળા વણિક સાર્વજનિક હાઈસ્કુલમાં ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને સેવા સંકલ્પ અભિયાન હેઠળ ક્લસ્ટર કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા '૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત, મારા સપનાનું વિકસિત ભારત' થીમ પર આધારિત હતી. આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ 'વિકસિત ભારત' થીમ પરના ચિત્ર પ્રદર્શનને નિહાળ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરીએ સ્વાગત પ્રવચન આપી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. આ પ્રસંગે 'બેક ટુ સ્કૂલ' અભિયાન હેઠળ શાળા છોડી ગયેલા બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. મહાનુભાવોના હસ્તે આવા બાળકોને શૈક્ષણિક કીટ આપી તેમના ભણતરનો ફરીથી પ્રારંભ કરાવવામાં આવ્યો. ક્લસ્ટર કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. સાથે જ, વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને પણ લાભ અપાયા. જેમાં સ્વચ્છ ભારત અભિયાન, બાલ શક્તિ, પૂર્ણા શક્તિ, માતૃશક્તિ, આયુષ્માન ભારત કાર્ડ અને નમો લક્ષ્મી યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓને ચેક અને લાભ અપાયા હતા. ડૉ. આંબેડકર આવાસ યોજનાના એક લાભાર્થીને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ઘરની ચાવી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કરી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી મળેલા લાભ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રી સ્વરૂપજી ઠાકોરે વિદ્યાર્થીઓને ખાસ કહ્યું કે, 'જીવનમાં મોટા સપના જુઓ, સતત મહેનત કરો, સમયનું મૂલ્ય સમજો અને માતા-પિતા તથા ગુરુજનોનું સન્માન કરો. તમે ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, અધિકારી કે ઉદ્યોગસાહસિક જે પણ બનો, પરંતુ સારા માણસ બનવાનું ક્યારેય ભૂલશો નહીં.' તેમણે વધુમાં જણાવ્યું કે, 'કુણઘેરની ધરતી પર યોજાયેલો આ કાર્યક્રમ એ સંદેશ આપે છે કે સેવા માત્ર મદદ આપવાનું નામ નથી, પરંતુ કોઈના જીવનને આગળ વધવાની તક આપવાનું નામ છે. આપણે સૌ સાથે મળીને એવો સમાજ બનાવીએ જ્યાં દરેક બાળકને શિક્ષણની તક મળે, દરેક પ્રતિભાને પ્રોત્સાહન મળે અને દરેક પરિવાર વિકાસની મુખ્યધારામાં જોડાય.' વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા મંત્રીએ સૌને સંકલ્પ લેવા આહ્વાન કર્યું કે દરેક બાળક શાળામાં આવે, દરેક બાળક ભણે, દરેક બાળક આગળ વધે
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં આજે 75,000 ઉમેદવારોની TAT (S)ની પરીક્ષા:પરીક્ષા કેન્દ્રોમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે પ્રવેશ અપાયો, 10-30 વાગ્યાથી પ્રથમ પેપર શરૂ થશે
    Next Article
    એશિયાડ- ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી:ભારતે બાંગ્લાદેશને સતત 9 મેચમાં હરાવ્યું છે; પ્લેઇંગ-11 જુઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment