Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોણા કલાકમાં જ સભા આટોપાઈ ગઈ:સામાન્ય સભામાં મેયરે કહ્યું, એક કલાકમાં સભા આટોપી લેજો, વિપક્ષના સભ્યએ કહ્યું- તમારે જવું હોય તો જજો

    8 hours ago

    વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે અત્યંત તોફાની અને ઘર્ષણપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. શહેરના વિવિધ લોકપ્રશ્નોના નિકાલ અર્થે દર મહિને મળતી આ સભામાં શરૂઆતથી જ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે તું-તું મેં-મેં જોવા મળી હતી. મેયરે ગૃહની શરૂઆતમાં જ સભા એક કલાકમાં આટોપી લેવાનો નિર્દેશ આપતાં વિપક્ષી સભ્યો ભડક્યા હતા. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે લગભગ અડધા કલાક સુધી ઉગ્ર આક્ષેપ-પ્રતિઆક્ષેપો અને હોબાળો ચાલતાં સમગ્ર સભાગૃહનું વાતાવરણ તંગ બની ગયું હતું. "કામ હોય તો તમે જાવ, ડેપ્યુટી મેયર સભા ચલાવશે": આશિષ જોષી સભાની શરૂઆત થતાં જ મેયરે જણાવ્યું હતું કે તેમને અન્ય કામ અર્થે જવાનું હોવાથી સભા એક કલાકમાં પૂર્ણ કરવી પડશે. મેયરના આ નિવેદન સામે તીખો વિરોધ નોંધાવતાં વિપક્ષના સભ્ય આશિષ જોષીએ રોકડું પરખાવ્યું હતું કે, "જો તમારે અંગત કામ હોય તો તમે જઈ શકો છો, સભાનું સંચાલન કરવા માટે ડેપ્યુટી મેયર બેઠા છે." આ નિવેદન સાંભળતાં જ સત્તાપક્ષના સભ્યો અજિત દધીચિ અને નીતિન દોંગાએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તેને મેયરનું અપમાન ગણાવી આશિષ જોષી શબ્દો પાછા ખેંચે તેવી આક્રમક માંગ કરી હતી, જેના પગલે બંને પક્ષના કોર્પોરેટરો આમને-સામને આવી ગયા હતા. હોબાળા વચ્ચે વોટિંગ કરાવી માત્ર 45 મિનિટમાં સભા આટોપી લીધી બંને પક્ષો વચ્ચે તકરાર વધતાં માહોલ વધુ વણસ્યો હતો અને વિપક્ષી કોર્પોરેટરોએ વિરોધ દર્શાવવા ગૃહના ફ્લોર પર ધરણાં શરૂ કરી દીધા હતા. વિરોધ વચ્ચે જ મેયરે એજન્ડા પરના કામો હાથ પર લેતાં મામલો વધુ ગરમાયો હતો. ત્યારબાદ મામલો થાળે પાડવા મેયરે દરખાસ્તો પર ચર્ચાની છૂટ આપી હતી. જોકે, કોંગ્રેસના નેતા જ્યારે શહેરના મુખ્ય પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા ત્યારે મેયરે તેમને આંતરીને માત્ર દરખાસ્ત પૂરતી વાત મર્યાદિત રાખવા તાકીદ કરતાં ફરી વિવાદ વકર્યો હતો. આખરે વિપક્ષના પ્રચંડ વિરોધ અને સૂત્રોચ્ચાર વચ્ચે જ એજન્ડાના મહત્વના કામો મતદાનથી મંજૂર કરાવી સમગ્ર સામાન્ય સભા માત્ર 45 મિનિટના ટૂંકા ગાળામાં સમેટી લેવામાં આવી હતી. સ્લોગનવાળી ટી-શર્ટ પહેરી તીર્થ બ્રહ્મભટ્ટનો અનોખો વિરોધ કોંગ્રેસના સભ્ય તીર્થ બ્રહ્મભટ્ટે સભામાં એક વિશેષ ટી-શર્ટ પહેરીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ ટી-શર્ટ પર દૂષિત પાણી, બિસ્માર રસ્તા અને નશામુક્તિ અંગેના સૂત્રો લખેલા હતા. તેમણે શહેરમાં ખાડાવાળા રોડ, પીવાના ગંદા પાણી અને ખુલ્લેઆમ ચાલતા નશાના વેપાર અંગે ગંભીર સવાલો ઉઠાવી વહીવટી તંત્રને ઘેર્યું હતું અને પૂછ્યું હતું કે, "શહેરને ખરા અર્થમાં સયાજીનગરી ક્યારે બનાવશો?" આ ઉપરાંત સભાની શરૂઆતમાં જ વિપક્ષ દ્વારા મેયરના ટેબલ પર દીપ પ્રગટાવીને મૂકવામાં આવ્યો હતો અને કટાક્ષ કર્યો હતો કે શહેરની ગંભીર જનસમસ્યાઓ ઉકેલવા તરફ પણ શાસકો એક દીપ પ્રજ્વલિત કરે તે જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    રોજી બંદર પર દરિયાકાંઠા સફાઈ અભિયાનમાં અનેક લોકો જોડાયા:દરિયાઈ પર્યાવરણને સ્વચ્છ રાખવા અને નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે સફાઈ કરાઈ
    Next Article
    Mandaadi BO Day 10: Soori-Suhas Film Makes A Strong Push In Its Second Weekend

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment