Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ કલેક્ટરે નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટે આપી સૂચના:વીજળી સહિતના પ્રશ્નોની સમીક્ષા કરી, સમયમર્યાદામાં નિકાલ અને સંકલન પર ભાર

    6 hours ago

    ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા નાગરિકોના વિવિધ પ્રશ્નો પર સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા થઈ. બેઠક દરમિયાન જનપ્રતિનિધિઓએ વીજળી સહિતના ઘણા પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આ પ્રશ્નોનો માત્ર વિભાગીય રીતે નહીં, પરંતુ પરસ્પર સંકલન સાથે ઝડપથી ઉકેલ આવવો જરૂરી છે. તેમણે સંબંધિત વિભાગોને એકબીજા સાથે સતત સંકલન જાળવી નાગરિકોની મુશ્કેલીઓ સમયસર દૂર કરવા સૂચના આપી. કલેક્ટરે અધિકારીઓને પ્રો-એક્ટિવ અભિગમ અપનાવી કામગીરી કરવા ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, નાગરિકોને મુશ્કેલી પડે તે પહેલાં જ સંભવિત પ્રશ્નો ઓળખી તેનો ઉકેલ લાવવા આગળ વધવું જોઈએ. ખાસ કરીને રજૂ થયેલા પ્રશ્નોના ઝડપી ઉકેલ અને કામગીરીની અસરકારક સમીક્ષા પર ભાર મુકાયો હતો. બેઠકમાં નાયબ કલેક્ટર-2 એચ.વી. ચાવડાએ જિલ્લાની વિવિધ કચેરીઓના પત્રકોના રિવ્યૂ સહિત લોકોની અરજીઓના સમયસર નિકાલ અંગેની માહિતી આપી. આ ઉપરાંત, સિટિઝનશીપ ચાર્ટર, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસ, સરકારી લેણાની વસૂલાત અને જનપ્રતિનિધિઓના પ્રશ્નોના નિકાલની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરે તમામ વિભાગોને રજૂ થયેલા પ્રશ્નોના નિકાલમાં જરૂરી સંકલન રાખવા અને કામગીરી પર સતત દેખરેખ રાખવા સૂચના આપી. તેમણે અધિકારીઓને નાગરિકોની ફરિયાદો અને અરજીઓનો સમયસર નિકાલ થાય તે માટે જવાબદારીપૂર્વક કામગીરી કરવા પણ જણાવ્યું. આ બેઠકમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા સહિત વનવિભાગ, શિક્ષણ, એસ.ટી., માર્ગ અને મકાન, આરોગ્ય, ખેતીવાડી, પીજીવીસીએલ જેવા વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Manu Bhaker Gets Emotional At Asian Games Opening Ceremony: "Missed Jaspal Sir A Lot"
    Next Article
    પોરબંદરમાં પાણી પુરવઠા માટે 1,320 મીટરની નવી લાઇનનું આયોજન:NC-38માં વધારાની લાઇનથી 20 MLD નર્મદા પાણી મળશે; બંધ ડંકી-હેન્ડપંપ શરૂ કરવા મેયરની સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment