Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ કોલેજમાં ‘નશામુક્ત યુવા ભારત’ સંકલ્પ સમારોહ યોજાયો:નશામુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાઓને જાગૃત કરાયા, નગરપાલિકા પ્રમુખ પણ હાજર રહ્યા

    8 hours ago

    વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજમાં ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ પ્રકલ્પ હેઠળ એક સંકલ્પ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ નશામુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવાનો અને યુવાઓમાં નશાકારક પદાર્થો અંગે જાગૃતિ લાવવાનો હતો. વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલે યુવાઓને નશાથી દૂર રહેવા અને સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રેરણા આપી હતી. તેમણે નશામુક્ત ભારતના સંકલ્પને સફળ બનાવવા પર ભાર મૂક્યો હતો. ડો. સચિન એમ. સીતાપરાએ યુવાઓને પશ્ચિમીકરણ, આધુનિકીકરણ અને નશાના કારણે વ્યક્તિ તેમજ સમાજ પર થતી ખરાબ અસરો વિશે પોતાના વિચારો જણાવ્યા હતા. કોલેજના આચાર્ય ડો. સ્મિતા બી. છગે વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિના યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને મહેમાનોએ નશામુક્તિની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે સિગ્નેચર વોલ પર સહી કરીને નશાકારક પદાર્થો સામે જાગૃતિ અને નશામુક્ત સમાજ બનાવવા માટે સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ શાહ અને નગરપાલિકાની ટીમના સભ્યો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, મહિલા કોલેજ અને ચોકસી કોલેજ, વેરાવળના આચાર્યો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત હતા.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં દહેજ અને ત્રાસ બાદ ટ્રિપલ તલાક આપતાં ફરિયાદ:પતિએ ફોન પર એકસાથે ત્રણ વખત તલાક આપ્યા, દારૂ પી મારતો અને ઘરખર્ચ ન આપતો, બાળકો સાથે પિયર આવી
    Next Article
    મોરબીમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ શિક્ષણમાં પુનઃસ્થાપિત બાળકોનું સન્માન:જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રાથમિક-માધ્યમિકના ૨૦ બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment