Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવયુગ કોલેજિસમાં ‘નવયુગ કા રાજા’ ગણેશ મહોત્સવ સંપન્ન:વિદ્યાર્થીઓએ ધાર્મિક આસ્થા, એકતા અને સેવાભાવ સાથે ઉત્સાહભેર ઉજવણી કરી

    7 hours ago

    નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસમાં ‘નવયુગ કા રાજા’ ગણેશ મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો. વિદ્યાર્થીઓમાં ધાર્મિક આસ્થા, ભારતીય સંસ્કૃતિ, એકતા અને સેવાભાવનું સિંચન કરવાના હેતુથી ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય સ્થાપન કરવામાં આવ્યું હતું. ગણપતિ દાદાની પ્રતિમાના સ્થાપન સમયે કોલેજ સંકુલને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. રંગોળી, દીપમાળા અને પુષ્પોથી સજાવટ કરવામાં આવી હતી. મંત્રોચ્ચાર, ગણેશવંદના અને ઢોલ-નગારાના અવાજથી સમગ્ર નવયુગ સંકુલ ભક્તિમય બની ગયું હતું. આ ગણેશ મહોત્સવનું આયોજન કોલેજના તમામ વિભાગના વિદ્યાર્થીઓએ કર્યું હતું. વિદ્યાર્થીઓએ સુશોભન, પૂજનવિધિ, આરતી અને પ્રસાદ વિતરણ સહિતની તમામ જવાબદારીઓ ઉત્સાહ અને શિસ્તપૂર્વક નિભાવી હતી. નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસના સ્ટાફે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહયોગ આપી આ આયોજનને ભવ્ય બનાવ્યું. ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ સવાર-સાંજ ગણપતિ દાદાની આરતી કરવામાં આવતી હતી. જેમાં વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને સ્ટાફના સભ્યો ઉત્સાહભેર જોડાતા હતા. ગણપતિ બાપ્પાના જયઘોષ અને ભક્તિગીતોથી સમગ્ર કેમ્પસમાં આધ્યાત્મિકતા, આનંદ અને ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. નવયુગ પરિવાર દ્વારા આયોજિત આ ગણેશ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી જ નહોતી. તે વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, જવાબદારી, નેતૃત્વ, સંસ્કાર અને સામૂહિક ભાવના વિકસાવતું એક પ્રેરણાદાયી આયોજન પણ બન્યું. આ ઉપરાંત, ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થીનીઓએ 2051 મોદકની મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયાએ જણાવ્યું હતું કે, “ભગવાન શ્રી ગણેશ બુદ્ધિ, વિવેક અને સફળતાના દેવ છે. ‘નવયુગ કા રાજા’ના આગમનથી સમગ્ર નવયુગ પરિવારમાં નવી ઊર્જા, ભક્તિ અને એકતાનો સંચાર થયો છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફે સાથે મળીને કરેલું આ આયોજન ખરેખર પ્રશંસનીય છે. ગણપતિ દાદા સૌના જીવનમાંથી વિઘ્નો દૂર કરી જ્ઞાન, સુખ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી પ્રાર્થના.”
    Click here to Read More
    Previous Article
    દારૂ ભરેલી કારને અકસ્માત નડ્યો:દમણથી સુરત જતી કાર આમડપોર પાસે આઈસર ટેમ્પો સાથે અથડાઈ, ડ્રાઈવર ફરાર
    Next Article
    પાટણની PPG સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓએ હિન્દી ભાષાનું મહત્ત્વ સમજાવ્યું, સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment