Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આલિયાએ રાહાનો ચહેરો સંતાડ્યો:રણબીર કપૂરે વિસર્જન દરમિયાન જય શ્રીરામનો જયઘોષ કર્યો, સુનીતા-ગોવિંદા અલગ-અલગ બાપ્પાના વિસર્જનમાં પહોંચ્યા

    10 hours ago

    રણબીર કપૂરે શુક્રવારે પત્ની આલિયા ભટ્ટ અને માતા નીતૂ સાથે ગણેશ વિસર્જન કર્યું. આ દરમિયાન દીકરી રાહા ખોળામાં સૂતી જોવા મળી. આ સમયે રણબીરે પરિવાર સાથે ગણપતિ બાપ્પા મોરેયા અને જય શ્રી રામના જયકારા લગાવ્યા. પ્રોડ્યુસર એકતા કપૂરે પણ મુંબઈ સ્થિત પોતાના ઘરે ગણેશ પૂજાનું આયોજન કર્યું, જેમાં ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓ પહોંચી હતી. ગોવિંદા એકતા કપૂરના ઘરે પહોંચ્યો, જ્યારે તેની પત્ની સુનીતા ભત્રીજા કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહના ઘરે યોજાયેલી ગણેશ આરતીમાં સામેલ થયાં. રણબીર-આલિયાના ગણપતિ વિસર્જનની તસવીરો જુઓ- એકતા કપૂરના ઘરે યોજાયેલી ગણેશ આરતીમાં સેલેબ્સ પહોંચ્યા ટેલિવિઝન ક્વીન અને પ્રોડ્યુસર એકતા કપૂરે પણ પોતાના ઘરે ગણેશ પૂજાનું આયોજન કર્યું હતું, જેમાં ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીની અનેક મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. ગોવિંદા દીકરા યશવર્ધન સાથે આરતીમાં પહોંચ્યો. અંકિતા લોખંડે પતિ વિકી જૈન સાથે પહોંચી, જ્યારે આયુષ્માન ખુરાના, ચંકી પાંડે સહિત અનેક સેલેબ્સ આ સેલિબ્રેશનનો ભાગ બન્યા. ગોવિંદાની પત્ની સુનીતા આહૂજા તેના ભત્રીજા કૃષ્ણા અભિષેક અને કશ્મીરા શાહના ઘરે ગણપતિ સેલિબ્રેશનમાં સામેલ થઈ. આ દરમિયાન સુનીતાએ કપિલ શર્મા સાથે તસવીરો પડાવી. નોંધનીય છે કે, થોડા મહિના પહેલાં સુધી સુનીતાનો કૃષ્ણાના પરિવાર સાથે અણબનાવ ચાલી રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Vijay-केंद्र सरकार आमने-सामने! Hindi भाषा विवाद पर Supreme Court ने क्या कहा?|Navodaya Vidyalaya Row
    Next Article
    બંગાળ- રેજીનગરથી મમતાના ઉમેદવારે સવારે કહ્યું- પેટાચૂંટણી નહીં લડું:બપોરે પલટી મારી; ગઈકાલે નંદીગ્રામની TMC ઉમેદવારે પણ નામ પાછું ખેંચ્યું હતું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment