Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના મહત્વના બ્રિજ પર અપૂરતા પ્રકાશથી અકસ્માતનો ભય:આંબેડકર બ્રિજ પર લાઈટના પોલ વચ્ચે વધુ અંતર હોઇ રાત્રે અંધારું

    1 day ago

    મહેસાણા સિટી-1 અને 2ને જોડતા મહત્વના ડો. બાબાસાહેબ આંબેડકર બ્રિજ પર રાત્રિના સમયે અપૂરતા પ્રકાશને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. બ્રિજ પર લાઈટ પોલ વચ્ચેનું અંતર વધુ હોવાથી કેટલાક ભાગમાં પૂરતો પ્રકાશ પહોંચતો નથી અને ઝાંખપમાં વાહન ચલાવવું પડે છે. જેના કારણે અકસ્માતનો ભય રહે છે. કોર્પોરેટર કમલેશ સુતરીયાએ જણાવ્યું કે, ચોમાસા દરમિયાન નજીકના નાળામાં પાણી ભરાવાની સ્થિતિમાં આ બ્રિજ મહેસાણા-1 અને 2 વચ્ચેનો મુખ્ય માર્ગ બની રહે છે. આ માર્ગ પરથી દૈનિક હજારો વાહનો પસાર થાય છે. હાલમાં બ્રિજ પર લાગેલા સ્ટ્રીટલાઈટના પોલ વચ્ચેનું અંતર વધારે હોવાથી રાત્રિના સમયે અનેક સ્થળે અંધારું રહે છે. પોલનું અંતર ઘટે તો પૂરતો પ્રકાશ મળી રહે બ્રિજ પરના જૂના લાઈટ પોલની જગ્યાએ જરૂરિયાત મુજબ નવા આધુનિક અને ઊંચી ક્ષમતાવાળા પોલ મૂકવાની જરૂર છે. જ્યાં બે પોલ વચ્ચે વધુ અંતર છે ત્યાં વધારાના પોલ ઊભા કરી સમગ્ર બ્રિજ પર સમાન અને પૂરતો પ્રકાશ રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, જેથી રાત્રે વાહનચાલકોની સલામત અવરજવર સુનિશ્ચિત થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    હજુ છૂટાછવાયા ઝાપટાં પડવાની આગાહી‎:નવસારી જિલ્લામાં શુક્રવારે સરેરાશ અડધો ઇંચ વરસાદ
    Next Article
    BCCI Steps In As Asian Games Kit Concerns Surface Ahead of Men's Team's Departure

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment