Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કબ્રસ્તાન પાસેની ખાડીમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો:સચિન કોમ્યુનિટી હોલ પાસે માસૂમને ફેંકી દેવાયાની શંકા, પોલીસ તપાસ શરૂ

    10 hours ago

    સુરતમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલની પાછળ કબ્રસ્તાનની બાજુમાં વહેતી ખાડીના પાણીમાંથી એક નવજાત મૃત બાળકી મળી આવી છે. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ માસૂમ બાળકીને ખાડીના પાણીમાં ફેંકી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાડીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો સચિન કોમ્યુનિટી હોલ નજીક લોકોની સામાન્ય રીતે સતત અવરજવર રહેતી હોય છે. આ દરમિયાન પાલિકાના કેટલાક કર્મચારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા. તેઓએ જોયું કે ખાડી નજીક કેટલાક લોકોનું ટોળું એકઠું થયું છે. લોકો ત્યાં શા માટે ઊભા છે તે જાણવા માટે પાલિકાના કર્મચારીઓ નજીક ગયા ત્યારે દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા. ખાડીના પાણીની અંદર એક નવજાત શિશુનો મૃતદેહ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતદેહને પીએમમાં ખસેડાયો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃત બાળકીના દેહને પાણીમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ નવજાત બાળકી કોની છે અને તેને અહીં કોણે ફેંકી દીધી તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ થશે હાલમાં પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, નજીકની તમામ હોસ્પિટલોમાં જન્મેલી બાળકીઓ અંગેની વિગતો પણ એકત્ર કરવામાં આવી રહી છે જેથી આરોપીઓ સુધી પહોંચી શકાય.
    Click here to Read More
    Previous Article
    તિરુપતિ લાડુ વિવાદ-EDએ સુકૃતિ ફૂડ્સના પ્રમોટરની ધરપકડ કરી:₹230 કરોડનું ઘી સપ્લાય કરવામાં આવ્યું હતું; ઘી પામ ઓઇલ-એસિટિક એસિડ એસ્ટરથી બનાવવામાં આવ્યું હતું
    Next Article
    દાવો- અગરકર ચીફ સિલેક્ટરના પદ પરથી હટવા માંગે છે:BCCIને પત્ર, 4 ઑક્ટોબરે કાર્યકાળ પૂરો થઈ રહ્યો; બોર્ડને નવા સિલેક્ટરની શોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment